નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પગારથી વંચિત, ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતા માત્ર ઠાલા આશ્વાસન
નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના શિક્ષકોનો પગાર 80 ટકા રાજય સરકારની ગ્રાન્ટથી અને 20 ટકા મનપાની ગ્રાન્ટ થતો હોય છે. બંન્નેની ગ્રાન્ટ આવ્યા બાદ વહીવટી પ્રક્રિયા અને મંજુરી બાદ પગાર થતા હોય છે. પરંતુ આ વખતે ગ્રાન્ટ મોડી આવતા પગાર થોડુ મોડુ થયુ છે.
જામનગર (Jamnagar) મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના 352 શિક્ષકોને ફેબ્રુઆરી મહિનાનો પગાર હજુ સુધી મળ્યો નથી. રાજકોટ (Rajkot)માં પણ શિક્ષકો (Teachers)ની આ જ સ્થિતિ છે. સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી વહેલી કરવામાં ન આવતા આ સમસ્યા સર્જાઈ છે. જામનગરમાં 24 દિવસ સુધી પગાર ન મળતા શિક્ષકોમાં રોષની લાગણી ફેલાઈ છે. ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખનું કહેવું છે કે, આ સમસ્યા માત્ર જામનગરના શિક્ષકોનો નહી પરંતુ રાજયભરના શિક્ષકોની છે. જે અંગે ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા અનેક વખત ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે.
આ તરફ રાજકોટમાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને પગાર નથી મળ્યો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 838 શિક્ષકોને ગત માસનો પગાર ન મળતા અનેક શિક્ષકોની મુશ્કેલી વધી ગઈ છે. દર માર્ચ મહિનામાં સરકારની ગ્રાન્ટમાં મોડું થતું હોય પગારમાં થોડો વિલંબ થાય છે..આ વખતે પણ સમયસર પાગર ન થતાં શિક્ષકોની હાલત કફોડી બની ગઈ છે. નગર પ્રાથમિક સમિતીના ચેરમેન અતુલ પંડિતે કહ્યું, રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ રિલીઝ કરાતા તમામ શિક્ષકોને ટૂંક સમયમાં પગાર ચૂકવી દેવામાં આવશે. તેમણે વહીવટી પ્રક્રિયામાં વિલંબ થવાથી પગાર મોડો થયો હોવાનો કર્યો હતો.
મહત્વનું છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના શિક્ષકોનો પગાર 80 ટકા રાજય સરકારની ગ્રાન્ટથી અને 20 ટકા મનપાની ગ્રાન્ટ થતો હોય છે. બંન્નેની ગ્રાન્ટ આવ્યા બાદ વહીવટી પ્રક્રિયા અને મંજુરી બાદ પગાર થતા હોય છે. પરંતુ આ વખતે ગ્રાન્ટ મોડી આવતા પગાર થોડુ મોડુ થયુ છે. પગાર શિક્ષકોને મળે તે માટેની પ્રક્રિયા કરવામાં આવી છે. જે ટુંક સમયમાં શિક્ષકોને પગાર મળી જશે તેવી અધિકારીએ ખાતરી આપી છે.
આ પણ વાંચો-
કોંગ્રેસની ડિનર ડિપ્લોમસી, વિધાનસભા ચૂંટણી જીતવા “બે હજાર બાવીસ, કોંગ્રેસ લાવીશ” સૂત્ર આપ્યુ
આ પણ વાંચો-