Ahmedabad: હાઈકોર્ટ સમક્ષ આવ્યો એક ગંભીર કેસ, માતાએ સગીરાના ગર્ભપાત માટે મંજૂરી માગી

પીડિત સગીરાએ બે વાર ગુમ થઈ હતી, જેના થોડાં દિવસ બાદ પરત પણ આવી ગઈ હતી. જોકે પોતે કંઈ બોલી ન શકવાથી ક્યાં ગઈ હતી તે અંગેની જાણ ન કરી શકી. થોડા દિવસો બાદ તેના શરીરમાં ફેરફાર જણાતા તેની માતાએ સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવી, જ્યાં તેને સાત મહિના એટલે કે 30 સપ્તાહનો ગર્ભ હોવાનું સામે આવ્યું.

Ahmedabad: હાઈકોર્ટ સમક્ષ આવ્યો એક ગંભીર કેસ, માતાએ સગીરાના ગર્ભપાત માટે મંજૂરી માગી
High Court (File court)
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Jun 23, 2022 | 5:01 PM

ગુજરાત હાઇકોર્ટ (Gujarat Highcourt) સમક્ષ એક મહત્વનો અને ગંભીર કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા (Banaskantha) એક માતાએ પોતાની માનસિક રીતે અસ્થિર અને બોલી ન શકતી સગીર વયની દીકરી (daughter) નો ગર્ભપાત કરવા માટે કોર્ટની પરવાનગી માંગી છે. જે મામલે કોર્ટે પ્રાથમિક સુનાવણી બાદ સગીર પીડિતાની તબીબી તબીબી તપાસ કરવા માટે નિર્દેશ આપ્યા છે. પ્રસ્તુત કિસ્સામાં પીડિત સગીરાની માતા રાજસ્થાનના છે. જેઓ પાછલા કેટલાક વર્ષોથી બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટક મજૂરી કરી જીવન ગુજારી રહ્યા હતા. દરમિયાન તેઓ બન્ને જિલ્લાના અલગ-અલગ શહેરમાં કામ માટે ગયા. જે દરમિયાન આ પીડિત સગીરાએ બે વાર ગુમ થઈ હતી, જેના થોડાં દિવસ બાદ પરત પણ આવી ગઈ હતી. જોકે પોતે કંઈ બોલી ન શકવાથી ક્યાં ગઈ હતી તે અંગેની જાણ ન કરી શકી. થોડા દિવસો બાદ તેના શરીરમાં ફેરફાર જણાતા તેની માતાએ સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવી, જ્યાં તેને સાત મહિના એટલે કે 30 સપ્તાહનો ગર્ભ હોવાનું સામે આવ્યું.

આ બાબતે બનાસકાંઠાના ડીસામાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. 3 મે 2022ના રોજ પોકસો એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. જેમાં અજાણ્યા સખ્સ સામે અરજદારની માતાએ તેની દીકરીની માનસિક અસ્થિર ઉપરાંત કઈ બોલી ન શકવા પરિસ્થિતિનોનો ગેરલાભ લઇને તેની પર દુષ્કર્મ થયું. જે કારણે તે ગર્ભવતી બની ફરિયાદ કરી હતી. આ ઘટના બાદ દીકરીને સખી વન સ્ટોપ સેન્ટરમાં રખાઈ હતી, જ્યાં બનાસકાંઠાના અગ્રણી વકીલ મનોજ ઉપાધ્યાયનો સંપર્ક કરવામાં આવ્યો અને હાઇકોર્ટમાં ગર્ભપાત કરવા માટે અરજી દાખલ કરવામાં આવી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

હાઈકોર્ટમાં આજે અન્ય એક કેસ પણ ચાલ્યો હતો જેમાં અમદાવાદની સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલના આચાર્ય સામે હાઈકોર્ટે ચાર્જફ્રેમનો આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટના આદેશની અવગણના કરવી આ સ્કૂલ આચાર્યને  ભારે પડી છે. મહત્વનું છે કે, હાઈકોર્ટની અવગણના કરતા શાળાના આચાર્ય સામે ચાર્જફ્રેમ કરવા કોર્ટે આદેશ કર્યો છે. પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર આવેલી સ્કૂલમાં બાંધકામ ન કરવા કોર્ટનો આદેશ હોવા છતાં બાંધકામ કરાયું હતું. જે મામલે હાઈકોર્ટે શાળાના આચાર્યને સવાલ કર્યા હતા કે બાંધકામ કર્યું તો અધિકારીને જાણ કેમ ન કરવામાં આવી.જેથી કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરતા કોર્ટ શાળાના આચાર્ય સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">