Jamnagar માં આકાર પામી રહેલા એશિયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય માટે હવાઈ માર્ગે પ્રાણીઓ લવાયા

|

May 20, 2022 | 5:07 PM

જામનગરમાં(Jamnagar) 300 એકરમાં બની રહેલા એશિયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય આકર્ષણનું કેન્દ્રતો બનશે પણ જે વિદેશમાં જોવા મળતું હશે તે આ પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે અને લોકોએ વિદેશ ન જવું પડે તેવી વિદેશી સુવિધા સાથે નું આ પ્રાણી સંગ્રહાલય બનાવાઈ રહ્યું છે.

Jamnagar માં આકાર પામી રહેલા એશિયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય માટે હવાઈ માર્ગે પ્રાણીઓ લવાયા
Animals Brought From South Africa To Ahmedabad Airport

Follow us on

ગુજરાતના જામનગરમાં(Jamnagar)આકાર લઇ રહેલા એશિયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય( Zoo)માટે  હવાઇ માર્ગે અમદાવાદ એરપોર્ટ(Ahmedabad Airport) પર પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. જેમાં પ્રાણી સંગ્રહાલય માટે વિદેશથી લાવવામાં આવેલા પ્રાણીઓને અમદાવાદએરપોર્ટ પરથી જામનગર મોકલવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં એક બાદ એક આકર્ષણના સ્થળ ઉમેરાઈ રહ્યા છે. ત્યારે વધુ એક નવું નજરાણું રાજ્યમાં જામનગર ખાતે તૈયાર થઈ રહ્યું છે અને તે છે એશિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય. જેને લઈને હાલમાં તડામાર તૈયારી ચાલી રહી છે.

પ્રાણી સંગ્રહાલય માટે વિદેશથી પ્રાણીઓ લવાયા

જામનગરમાં બની રહેલા એશિયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય માટે પ્રાણી લવાયા છે. જેમાં મળતી માહિતી પ્રમાણે દક્ષિણ આફ્રિકાના મોરાકોથી અંદાજે 95 જેટલા  પ્રાણીઓનું લવાયા છે. જેનું બુધવારે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. જેને લઈને એરપોર્ટ પર થોડી ક્ષણ માટે પ્રાણી સંગ્રહાલય જેવો માહોલ સર્જાયો હતો. જે તમામ પ્રાણીઓને એરપોર્ટથી 20 ટ્રેલર વડે જામનગર ખાતે પ્રાણી સંગ્રહાલયમાં લઈ જવાયા. જે તમામ પ્રાણી રશિયન કાર્ગો વિમાનમાં 9 કલાકની મુસાફરી બાદ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જે પ્રાણીઓને ગરમીની અસર ન થાય અને અન્ય ફ્લાઇટને અસર ન થાય માટે રાત્રે લવાયા હતા. આ પ્રકારે એરપોર્ટ પર આટલી સંખ્યામાં પ્રાણીઓ લાવવાની આ પ્રથમ ઘટના મનાઈ રહી છે.

જામનગરમાં 300 એકરમાં બની રહેલા એશિયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય આકર્ષણનું કેન્દ્રતો બનશે પણ જે વિદેશમાં જોવા મળતું હશે તે આ પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે અને લોકોએ વિદેશ ન જવું પડે તેવી વિદેશી સુવિધા સાથે નું આ પ્રાણી સંગ્રહાલય બનાવાઈ રહ્યું છે. જ્યાં વિદેશથી લાવવામાં આવેલા પ્રાણી પણ એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમજ 2023 માં આ પ્રોજેકટ પૂર્ણ કરવાનો હોવાથી હાલ કામગીરી તડામાર ચાલી રહી છે. તેમજ પ્રાણીઓ અહીંના વાતાવરણમાં સેટ થાય માટે તેમને લાવી તેમને લગતું વાતાવરણ ઉભું કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ક્યાં ક્યાં પ્રાણીઓ લવાયા

દક્ષિણ આફ્રિકાના મોરાકોથી લવાયેલા પ્રાણીઓમાં 27 વાઘ, 10 અમેરિકન જંગલી બિલાડી, 10 રીંછ, 10 ચિતા, 10 શાહુડી, 10 લિકસ 7 દિપડા, 4 ટેમાંનાડોસ, 3 ઓકેલોટ સહિત અનેક પ્રાણીઓ લવાયા છે. જે એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે.

Published On - 5:04 pm, Fri, 20 May 22

Next Article