Anand: લમ્પી રોગચાળાને નાથવા યુદ્ધના ધોરણે કામગીરી, 69,328 પશુઓનું રસીકરણ

જિલ્લામાં પશુઓને લમ્પી (Lumpy) સ્કીન ડીસીઝ રોગચાળાથી બચાવ કરવા માટે અમુલ ડેરી તથા પશુપાલન વિભાગની સાથે વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ પણ પશુઓને રસી મૂકવાની કામગીરીમાં જોડાયા છે, આમ કુલ 69,328 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Anand: લમ્પી રોગચાળાને નાથવા યુદ્ધના ધોરણે કામગીરી, 69,328 પશુઓનું રસીકરણ
Gir Somnath: A heap of lumpy cattle carcasses on the state highwayImage Credit source: FIile Image
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Aug 10, 2022 | 11:22 PM

આણંદ (Anand) જિલ્લામાં પશુઓમાં ફેલાયેલા લમ્પી સ્કીન ડિસિઝને નાથવા જિલ્લા પ્રશાસનના સહયોગથી જિલ્લા પંચાયતનો પશુપાલન વિભાગ (Department of Animal Husbandry) સતર્ક બન્યો છે. આણંદ જિલ્લામાં લમ્પી રોગ સામે પશુઓને રક્ષિત કરવા સારવાર અને રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી હોવાનું નાયબ પશુપાલન નિયામક ડો.સ્નેહલ પટેલે જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં પશુઓને લમ્પી (Lumpy) સ્કીન ડીસીઝ રોગચાળાથી બચાવ કરવા માટે અમુલ ડેરી તથા પશુપાલન વિભાગની સાથે વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ પણ પશુઓને રસી મૂકવાની કામગીરીમાં જોડાયા છે, આમ કુલ 69,328 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આણંદ-કરમસદ અને વિદ્યાનગર શહેરી વિસ્તારમાં પણ પશુઓનું રસીકરણ ચાલુ કરવામાં આવ્યું છે.

આણંદ જિલ્લામાં184 ગામો ખાતે 561 અસરગ્રસ્ત પશુઓ પૈકી 231 પશુઓ રિકવરી થયા છે. હાલમાં 321 એક્ટિવ કેસ છે, જ્યારે જિલ્લાના ગામો ખાતે 09 પશુઓના મોત થયા છે. અત્યાર સુધીમાં 69,328 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હોવાનું નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત ડો. સ્નેહલ પટેલે જણાવ્યું છે. ડોક્ટર પટેલે વધુમાં જણાવ્યું છે કે આણંદ તાલુકાના 31 ગામમાં 69 અસરગ્રસ્ત પશુઓ પૈકી 39 પશુ રિકવરી થયા છે અને એક કેસમાં પશુનું મોત થયુ છે. આમ,29 એક્ટિવ કેસ આણંદ તાલુકામાં રહેવા પામ્યા છે. આણંદ તાલુકામાં રસીકરણની વાત કરીએ તો 9187 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે, ઉમરેઠ તાલુકામાં 3776, આંકલાવ તાલુકામાં 4204 બોરસદ તાલુકામાં 12437, પેટલાદ તાલુકામાં 13203 ખંભાત તાલુકામાં 16648 તારાપુર તાલુકામાં 6930 અને સોજીત્રા તાલુકામાં 2943 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ડો. સ્નેહલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આણંદ તાલુકાના એક આંકલાવ તાલુકાના, એક બોરસદ તાલુકાના, ત્રણ પેટલાદ તાલુકાના ત્રણ અને ખંભાત તાલુકાનું એક પશુ મળીને કુલ નવ પશુના મોત થયા છે. અસરગ્રસ્ત ગામોની વાત કરીએ તો આણંદ તાલુકામાં 31, ઉમરેઠ તાલુકામાં 13, આંકલાવ તાલુકામાં 23 બોરસદ તાલુકામાં 32 પેટલાદ તાલુકામાં 25 ખંભાત તાલુકામાં 32, તારાપુર તાલુકામાં 22 અને સોજીત્રા તાલુકામાં 06 ગામો મળીને કુલ-184 ગામોમાં પશુઓ ને વાયરસની અસર થઈ છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આણંદ તાલુકામાં 69, ઉમરેઠ તાલુકામાં 17 આંકલાવ તાલુકામાં 81, બોરસદ તાલુકામાં 105, પેટલાદ તાલુકામાં 122, ખંભાત તાલુકામાં 87 તારાપુર તાલુકામાં 71 અને સોજીત્રા તાલુકામાં 09 મળીને કુલ -561 પશુઓને અસર થવા પામી છે. તે પૈકી આણંદ તાલુકાના 39, ઉમરેઠ તાલુકાના 12, આંકલાવ તાલુકાના19, બોરસદ તાલુકાના 28, પેટલાદ તાલુકાના 53 ખંભાત તાલુકાના 45, તારાપુર તાલુકાના 31 અને સોજીત્રા તાલુકાના 04 મળીને કુલ- 231 પશુઓને રિકવરી થઈ છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">