VIDEO: રોકાણ કરતાં પહેલા ચેતી જજો, આણંદના ધર્મજમાં ભેજાબાજ લોકોના રૂપિયા 30 લાખ લઈ ફરાર

આણંદ જિલ્લાના ધર્મજ ગામના રોકાણકારો સાથે મસમોટી છેતરપિંડી થઈ છે. કનક શાહ નામના એક ઈસમે કોટક સિક્યુરિટી નામની ઓફીસ ખોલી, ઊંચા વ્યાજની લાલચ આપી રોકાણકારોને વિશ્વાસમાં લીધા હતા અને ગ્રામજનો પાસેથી રૂપિયા 30 લાખથી વધુનું રોકાણ કરાવ્યું હતું. જો કે છેલ્લા ત્રણ દિવસથી ઊંઝાનો આ ઈસમ પોતાની ઓફિસને તાળું મારી, મોબાઈલ સ્વિચ ઓફ કરી ફરાર […]

VIDEO: રોકાણ કરતાં પહેલા ચેતી જજો, આણંદના ધર્મજમાં ભેજાબાજ લોકોના રૂપિયા 30 લાખ લઈ ફરાર
Follow Us:
| Updated on: Dec 17, 2019 | 1:22 PM

આણંદ જિલ્લાના ધર્મજ ગામના રોકાણકારો સાથે મસમોટી છેતરપિંડી થઈ છે. કનક શાહ નામના એક ઈસમે કોટક સિક્યુરિટી નામની ઓફીસ ખોલી, ઊંચા વ્યાજની લાલચ આપી રોકાણકારોને વિશ્વાસમાં લીધા હતા અને ગ્રામજનો પાસેથી રૂપિયા 30 લાખથી વધુનું રોકાણ કરાવ્યું હતું. જો કે છેલ્લા ત્રણ દિવસથી ઊંઝાનો આ ઈસમ પોતાની ઓફિસને તાળું મારી, મોબાઈલ સ્વિચ ઓફ કરી ફરાર થઈ જતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

મહત્વનું છે કે ધર્મજ ગામને NRIના ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ ગામના પરિવારનો એક-એક સભ્ય વિદેશમાં રહે છે અને તેઓ મોટી રકમ પોતાના વતનમાં મોકલાવે છે અને ગ્રામજનો જુદી-જુદી બેંકમાં રોકાણ કરે છે. જેનો લાભ કનક શાહે ઉઠાવ્યો હોય તેવું સ્થાનિકોનું માનવું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હાલ આ કૌભાંડમાં ગ્રામજનોએ ફરિયાદ નોંધાવી નથી પણ ઘણા કેસો એવા છે, જેમાં પોલીસ પોતે જ ફરિયાદી બને છે અને તપાસ હાથ ધરે છે. ત્યારે જોવું એ રહ્યું કે, સ્થાનિક પોલીસ આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરે છે કે કેમ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">