Amreli જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર, શેત્રુંજી નદીમાં નવા પાણીની આવક

અમરેલી જિલ્લામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં બાબરા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો.લાઠી,અમરેલી અને વડીયા જેવા તાલુકાઓ વરસાદી પાણીથી તરબતોળ થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 6:58 PM

ગુજરાત(Gujarat) માં હવામાન વિભાગની આગાહી અનુસાર શરૂ થયેલા વરસાદ(Rain)ના અમરેલી(Amreli)જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો.અમરેલી જિલ્લામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં બાબરા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડયો હતો. જ્યારે લાઠી,અમરેલી અને વડીયા જેવા તાલુકાઓ વરસાદી પાણીથી તરબતોળ થયા હતા.

ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા.લાંબા વિરામ બાદ આવેલા નોંધપાત્ર વરસાદથી ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો. અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડતા ઉભા પાકને જીવતદાન મળ્યું છે. તેમજ સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ભારે વરસાદને પગલે અમરેલીની બજારોમાં નદીઓ વહેતી જોવા મળી.તો સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. ધોધમાર વરસાદથી લાઠીના શેખપરીયા નજીકથી પસાર થતી ગાગડીયા નદીમાં ઘોડાપૂર આવ્યું તો કાલુભર નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઇ છે. જ્યારે વિજપડી સહિતના ગામોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે. દરિયાઇ પટ્ટી પર આવેલા રાજુલા, ખાંભા, જાફરાબાદ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

અમરેલી જિલ્લામાં વરસાદને કારણે જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં નવા પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં અને જંગલ વિસ્તારોમાં સારો વરસાદ થતાં શેત્રુંજી નદીની સપાટીમાં વધારો થયો છે. મીઠાપુર અને ધારીમાંથી પસાર થતી શેત્રુંજી નદીના પ્રવાહમાં પણ તેજી જોવા મળી છે. જો હજી સારો વરસાદ પડશે તો જળસંકટની સમસ્યા ઝડપથી ઉકેલાઈ જશે.

 આ પણ વાંચો : Surat પોલીસે ATM પર લોકો સાથે છેતરપીંડી કરતી ગેંગ ઝડપી, આવી હતી મોડસ ઑપરેન્ડી

આ પણ  વાંચો : Ahmedabad : એસ ટી નિગમના વિવિધ યુનિયનો આંદોલનના માર્ગ, માંગણી નહિ સંતોષાય તો 16 તારીખથી શરૂ કરશે આંદોલન

Follow Us:
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
g clip-path="url(#clip0_868_265)">