AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat પોલીસે ATM પર લોકો સાથે છેતરપીંડી કરતી ગેંગ ઝડપી, આવી હતી મોડસ ઑપરેન્ડી

આ ગેંગના સભ્યો મહારાષ્ટ્ર, ગુજરાત તથા ઉત્તર પ્રદેશ રાજ્યના અલગ અલગ શહેરોના અલગ અલગ બેંકના એ.ટી.એમ. સેન્ટરમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોને ટાર્ગેટ કરતાં હતા.

Surat પોલીસે ATM પર લોકો સાથે છેતરપીંડી કરતી ગેંગ ઝડપી, આવી હતી મોડસ ઑપરેન્ડી
Surat police was Caught gang cheating with people at ATM Know modus operandi
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 08, 2021 | 6:10 PM
Share

સુરત(Surat )પોલીસે અલગ અલગ રાજ્યના એટીએમ(ATM) પર નાણા ઉપાડવા આવતા લોકો સાથે મદદના બહાને છેતરપીંડી કરતીને ઝડપી પાડી છે. તેમની પાસેથી પોલીસે(Police) અલગ અલગ બેંકના 19 જેટલા ડુપ્લીકેટ ATM કાર્ડ, 6 મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા 15 હજાર કબ્જે કર્યા છે.

આ ગેંગના સભ્યો મહારાષ્ટ્ર , ગુજરાત(Gujarat)  તથા ઉત્તર પ્રદેશ(UP) રાજ્યના અલગ અલગ શહેરોના અલગ અલગ બેંકના એ.ટી.એમ. સેન્ટરમાં રૂપીયા ઉપાડવા આવતા લોકોને ટાર્ગેટ કરતાં હતા. તેમજ રૂપિયા ઉપાડવામાં મદદ કરવાના બહાને લોકોને વાતોમાં લઇ પાસવર્ડ ચોરી કરી એ.ટી.એમ. કાર્ડ બદલી અને એ.ટી.એમ. કાર્ડથી નાણા ઉપાડી છેતરપીંડી કરતા હતા.

મૂળ ઉત્તર પ્રદેશની ગેંગને સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ તથા પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવી છે.

તેમની પાસેથી પોલીસે ડુપ્લિકેટ ATM કાર્ડ કબજે કર્યા છે. જેમાં સુરતમાં થયેલી છેતરપિંડીની વિગત મુજબ એક વ્યક્તિ સુરતમાં પાંડેસરા  ભેસ્તાન ત્રણ રસ્તા ખાતે આવેલ SBI બેંકના ATM સેન્ટરમાં પૈસા જમા કરાવવા ગયા હતા.

તે સમયે પાછળ ઉભેલા બે અજાણ્યા ઇસમો એકબીજાની મદદગારીથી પૈસા જમા કરાવતી વખતે પાસવર્ડ જોઇ લીધો હતો. તેની બાદ વ્યક્તિને વાતોમાં ભોળવી ATM કાર્ડ બદલી કુલ રૂપિયા ૭૧,૪૨૮ ની છેતરપિંડી કરી હતી.

પોલીસે ધરપકડ કરેલા આરોપી :

( ૧ ) તૌફીકખાન ઉર્ફે બબ્બે મુસ્તકીમ (મુખ્ય આરોપી ) મહારાષ્ટ્ર શીરપુર પોલીસ સ્ટેશન ના ચાર ગુનામાં સંડોવાયેલ છે.. ઉત્તર પ્રદેશ સુલતાનપુર કોતવાલી નગર પોલીસ સ્ટેશનમાં ચાર ગુનામાં પકડાયેલ છે . ( ૨ ) રિયાઝખાન સિરતાઝખાન ઉત્તરપ્રદેશ ખાતે યથવાળા પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પહેલા ગુનામાં પકડાયેલ છે.. (૩ ) હબીબ નવાબ શેખ ( ૪ ) મોહમ્મદ ઇરફાન મોહમ્મદ મુનીરખાન…

આ બાબતે ફરિયાદી દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવેલ જે બાબતે સાયબર પોલીસ દ્વારા ટેક્નિકલ ટીમના આધારે ગુન્હામાં સંડોવાયેલ ચાર ઈસમો જે મૂળ યુપીના રહેવાસી છે જેમની ધરપકડ કરી હતી. તેમની તપાસ કરતા આ ઈસમો પાસેથી પોલીસે અલગ અલગ બેંકના 19 જેટલા ડુપ્લીકેટ ATM કાર્ડ , 6 મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા 15 હજાર મળી આવતા તે કબ્જે કર્યા હતા.

આ ગેંગ દ્વારા યુપીથી  સુરત શહેરમાં ચોરી કરવા અને આવી રીતે ATMમાં લોકોને છેતરવામાં આવતા હતી. આ ગેંગ ઇન્ડસ્ટ્રીઝ  અથવા પછાત વિસ્તારમાં  ખાસ કરીને ટાર્ગેટ કરતી  હતી. તેવો ATMની બહાર ઉભા રહીને રેકી કરતા કે ATMમાં વૃદ્ધ કે નાના વયના લોકો આવે ત્યારે તેમને ટાર્ગેટ કરતા હતા.

જેથી તેમને લોકોને છેતરવામાં સરળતા રહે સુરત શહેરમાં એક ગુનો નોંધાયો છે પણ તપાસમાં બીજા કેટલાક ગુનાઓ સામે આવે તો નવાઈ નહિ.

આ પણ વાંચો : Gandhinagar : સહકારી સંસ્થાઓની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં, ભાજપના સહકાર સેલની સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક

આ પણ વાંચો :  સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગોંડલ, જસદણ પંથકમાં મેઘમહેર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">