Amreli : 4 વર્ષની ઊંમરે કિડનેપ થયેલો બાળક 24 વર્ષ બાદ પરિવારને મળશે, 2002માં આ કેસે મચાવી હતી ચકચાર, જાણો Videoમાં વધુ માહિતી
ગુજરાતના અમરેલીમાં ફિલ્મો જેવી ઘટના બની છે. અમરેલીમાં 4 વર્ષની ઊંમરે જે બાળકનું અપહરણ થયુ હતુ. તે બાળકનું પરિવાર સાથે 24 વર્ષ બાદ મિલન થયુ છે. જ્યારે આ બાળકનું અપહરણ થયુ તે સમયે સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા હતા. ગુજરાતનું સમગ્ર તંત્ર બાળકને શોધવામાં લાગ્યુ હતુ. જો કે બાળક મળ્યુ જ ન હતુ.
ગુજરાતના અમરેલીમાં ફિલ્મો જેવી ઘટના બની છે. અમરેલીમાં 4 વર્ષની ઊંમરે જે બાળકનું અપહરણ થયુ હતુ. તે બાળકનું પરિવાર સાથે 24 વર્ષ બાદ મિલન થયુ છે. જ્યારે આ બાળકનું અપહરણ થયુ તે સમયે સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા હતા. ગુજરાતનું સમગ્ર તંત્ર બાળકને શોધવામાં લાગ્યુ હતુ. જો કે બાળક મળ્યુ જ ન હતુ. માતા-પિતાએ બાળક મળવાની આશા પણ છોડી દીધી હતી.
કેવી રીતે પરિવારને મળ્યો યુવક
બાળકના અપહરણને 24 વર્ષ વીતી ગયાં હતાં, જેના કારણે મા-બાપે પણ પોતાનો પુત્ર પરત આવશે તેવી આશા છોડી દીધી હતી. જો કે હવે આટલાં વર્ષે આ પરિવારને પોતાનું સંતાન પરત મળ્યુ છે.ઘટના કઇક એવી છે કે પ્રફૂલ નામનો એક યુવક હરિયાણાથી પોતાના માતા-પિતાને શોધવા ગુજરાત પહોંચ્યો હતો.હરિયાણામાં પોતાના પાલક માતા-પિતાના અવસાન અને વ્યવસાય બંધ થતા તે પોતાના સાચા માતા-પિતાને શોધવા ગુજરાત આવ્યો.બે વર્ષથી સુરતમાં રહી તે પોતાના માતા-પિતાને શોધતો હતો. જો કે માતા-પિતા મળ્યા નહીં. જે પછી બે મહિના અગાઉ જ તેણે પોરબંદરના એક યુ-ટ્યુબરની મદદ લીધી હતી. જે પછી તે પોતાના પરિવારને શોધવામાં સફળ રહ્યો.
કેવી રીતે થયુ હતુ 4 વર્ષની ઉંમરે અપહરણ ?
વર્ષ 2002માં અમરેલીના મણિનગરમાં રહેતા જીતેન્દ્ર અઢિયાનો 4 વર્ષનો દીકરો નજીકમાં જ કાકા સાથે રહેતા બા પાસે જવાની જીદ કરવા લાગ્યો.બાનું ઘર થોડા જ અંતરે હોવાથી માતાએ બાળકને ત્યાં એકલો જ મોકલી દીધો હતો.જો કે બાળકને મોકલ્યા પછી તે ક્યારેય દેખાયો જ નહીં. આ ઘટના 10 માર્ચ 2000ના રોજ બની હતી. રસ્તામાં જ બાળકનું કોઇએ અપહરણ કરી લીધુ હતુ.આ ઘટનાએ ગુજરાતમાં ખૂબ મોટુ સ્વરુપ ધારણ કર્યુ હતુ.સમગ્ર તંત્ર બાળકની શોધમાં લાગ્યુ હતુ. શહેરમાં અનેક આંદોલન થયા, તપાસ માટે અનેક ટીમની રચના કરવામાં આવી હતી. જો કે બાળક મળ્યુ નહીં.
આજે બાળકના અપહરણ થયાને 24 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે હવે પરિવારને મળેલો આ બાળક અપહરણ થયેલો જાગૃત અઢિયા જ હોવાનું સામે આવ્યુ છે.તેની ખરાઇ કરવા પોલીસે DNA ટેસ્ટ પણ કરાવ્યો હતો. જે મેચ થઇ ગયો છે.