અમરેલીમાં ઉમેદવાર પસંદગીને લઈને ઉઠેલી અસંતોષની આગ મારામારી સુધી પહોંચી, ભાજપના બે જૂથો વચ્ચે થઈ છુટા હાથની મારામારી- વીડિયો

વડોદરા, સાબરકાંઠા, રાજકોટ બાદ હવે અમરેલીમાં પણ ઉમેદવારને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં અસંતોષની આગ ભભુકી ઉઠી છે અને આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. અસંતોષની આગ ભભુકી રહી છે અને હવે ભાજપના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થવા લાગી છે. જેમા બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવા પડ્યા છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2024 | 6:55 PM

આ વખતે લોકસભાના ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપમાં ક્યાંક કાચુ કપાઈ ગયુ હોય એ રીતે ઠેર ઠેર વિરોધ સામે આવી રહ્યો છે. વડોદરાથી શરૂ થયેલા આ વિરોધની જ્વાળા હવે અમરેલી સુધી પહોંચી છે. અમરેલીમાં ભાજપના જ બે જૂથો વચ્ચે ઉમેદવારોને લઈને છુટ્ટાહાથની મારામારીની ઘટના સામે આવી છે. જેમા બે લોકોને ઈજા પણ પહોંચી છે. ઉમેદવારોને લઈને ઉઠેલા અસંતોષને ડામવા માટે ભાજપે પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અમરેલી દોડાવ્યા હતા. તેઓએ નારાજ લોકોની રજૂઆત સાંભળી. જો કે એક તરફ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રવાના થયા અને પછી બબાલના દૃશ્યો સામે આવ્યા. રાજ્યની અન્ય બેઠકો પર જ્યાં ભાજપના કાર્યકરોમાં વિરોધ છે. ત્યાં પોસ્ટર વૉરથી લઇને સોશિયલ મીડિયામાં વિરોધમાં તો સામે આવ્યું છે. પરંતુ મારામારીના દૃશ્યો પ્રથમવાર સામે આવ્યા છે.

સાંસદ નારણ કાછડિયા અને કોશિક વેકરિયા જૂથના કાર્યકરો વચ્ચે મારામારી

અમરેલીમાં ઉમેદવાર બદલવાની રજૂઆત કરનાર કાર્યકર પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. ભાજપ કાર્યકર હિરેન વિરડિયા પર હુમલો થયો છે. હુમલો કરનાર અન્ય કોઇ પક્ષના નહીં પરંતુ ભાજપના જ કાર્યકર હોવાનો આક્ષેપ લગાવાવમાં આવી રહ્યો છે. સ્થિતિને શાંત કરવા માટે સાંસદ નારણ કાછડિયા પણ પહોંચ્યા હતા. જોકે, સાંસદ કાછડિયા અને કાર્યકરો વચ્ચે પણ ઝપાઝપી થઇ હતી. કાર્યવાહીમાં મોડું થતા કાછડિયાએ પોલીસને પણ ધમકાવી છે. બંને જૂથના ઘાયલ કાર્યકરો સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેના કારણે સિવિલમાં બંને જૂથના કાર્યકરો અને આગેવાનોનો જમાવડો થયો હતો.

ભાજપે જિલ્લા પ્રભારી હકુભા જાડેજાને રિપોર્ટ રજૂ કરવા કર્યો આદેશ

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને રાજકોટ બાદ હવે અમરેલી બેઠક પર પણ વિવાદ વધી ગયો છે. ઉમેદવાર બદલવાની માંગ લોહિયાળ થયા બાદ પ્રદેશ ભાજપ હરકતમાં આવ્યું છે. અમરેલી જિલ્લા પ્રભારી તથા પૂર્વ મંત્રી હકુભા જાડેજાને રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો છે. પ્રકરણમાં સંડોવાયેલા નેતાઓ સામે પાર્ટી કડક પગલાં લેવાના મૂડમાં છે સંડોવણીના પુરાવા મળશે તો સસ્પેન્શન પણ આવી શકે છે. પ્રદેશ ભાજપ તરફથી બંને નેતાઓને ઠપકો મળ્યો હોવાના પણ સમાચાર છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બળવાની આગ કેટલાને દઝાડશે?

થોડા દિવસ પહેલા ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં પોસ્ટર લાગ્યાં છે. ધારીના દેવળા ગામે પોસ્ટર લાગ્યાં છે. અમરેલીમાં ઉમેદવાર બદલવાની માગ સાથેના પોસ્ટર વોર જોવા મળી રહી હતી. પરંતુ હવે તો વાત ઘર્ષણ સુધી આવી ગઇ છે. આમ ભાજપમાં બળવાની આગ શાંત થઇ રહી નથી. નેતાઓ વાત કાર્યકરો સાંભળી રહ્યા નથી. આવી સ્થિતિમાં સવાલ એ છે કે આખરે કેમ શાંત નથી થઇ રહ્યા વિવાદ? આવી રીતે ભાજપ પોતાના મિશનમાં થશે સફળ ? ભાજપની ડેમેજ કંટ્રોલની કવાયત કેમ થઇ રહી છે નિષ્ફળ ? કાર્યકરો કેમ નથી માની રહ્યા નેતાઓની વાત ? પરંપરા, પ્રતિષ્ઠા અને અનુશાસન, આમ તો આ ભાજપની ઓળખ છે, ત્યારે શિસ્ત માટે જાણીતી ભાજપમાં જ હાલ અસંતોષનો ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે.

Input Credit- Jaydev Kathi- Amreli

આ પણ વાંચો: ન્યૂયોર્કમાં ગૂંજી મા ઉમિયાની ગૂંજ, ટાઈમ સ્કવેરની બિઝનેસ પાર્કની વોલ પર છવાયુ વિશ્વ ઉમિયાધામ મંદિર- જુઓ તસવીરો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">