AMRELI : જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળબંબાકાર, નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ

અમરેલીના ખાંભા તાલુકામાં ધાતરવડી નદીના પ્રવાહમાં બળદ તણાયો છે. ખાંભામાં ભારે વરસાદને પગલે ધાતરવડી નદીમાં પુર આવ્યું છે. ધાતરવડી નદીના ધમધસતા પ્રવાહમાં બળદ તણાઈ આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 4:25 PM

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે રાજુલા તાલુકાના સમઢીયાળાનો બંધારો ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને કારણે પાણી ગામના પટ સુધીનો રસ્તો બંધ થયો છે. સ્ટેટ હાઇવે બંધ થતા મોટા વાહનો ફસાયા છે. ખેરા-પટવા-સાંચબંદરનો સ્ટેટ હાઇવે પાણી ભરાઇ જતા બંધ થયો છે. બંધારાના પાણી ગામમાં ઘુસ્તા સ્થાનિકો પરેશાન થયા છે.

ભારે વરસાદને કારણે બાબરાની કાળુભાર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. બાબરા પંથકમાં ભારે વરસાદને કારણે પુર આવ્યું છે. સતત સીઝનમાં 4થી વખત પુરની સ્થિતિ સર્જાય છે. પાણીનો ધસમસતો પ્રવાહ નદીમાં વહેતો થયો છે. ઉપરવાસમાં ચરખા સહિત અન્ય ગામોમાં ધોધમાર વરસાદ પડતા નદીમાં પુર આવ્યું છે.

અમરેલીના ખાંભા તાલુકામાં ધાતરવડી નદીના પ્રવાહમાં બળદ તણાયો છે. ખાંભામાં ભારે વરસાદને પગલે ધાતરવડી નદીમાં પુર આવ્યું છે. ધાતરવડી નદીના ધમધસતા પ્રવાહમાં બળદ તણાઈ આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં 2 થી 4 ઈંચ વરસાદથી ધાતરવડી નદીમાં પુરની સ્થિતિ સર્જાઇ છે.

અમરેલીના લાઠીના ગાગડીયા નદીના પુલ પરથી પસાર થતાં વાહન ચાલક પાણીમાં ફસાયો હતો. વાહન સાથે વૃદ્ધ પાણીમાં ફસાયા હતા. પાણીનો પ્રવાહ ભારે હોવાથી વાહન પણ તણાવવા લાગ્યું હતું. સ્થાનિક વ્યક્તિએ નદીના પ્રવાહમાં જઇ વૃદ્ધની મદદ કરી બાઈક સાથે વૃદ્ધને બહાર કાઢ્યા હતા.

અમરેલીના બાબરાના વાવડી ગામે રહેણાંક મકાનમાં વીજળી પડી હતી. વીજળી પડતા મોટર, વાયરિંગ અને એસીને નુક્સાન થયું છે. ગત રાત્રે મકાન પર વીજળી પડી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">