Weather Updates: ગુજરાતમાં હજુ સારા વરસાદનો નથી કોઈ વરતારો, હવામાન વિભાગ અનુસાર સારા વરસાદ માટે હજુ જોવી પડશે રાહ

|

Aug 28, 2023 | 10:37 PM

Weather Updates: ગુજરાતમાં હજુ સારા વરસાદ માટે રાજ્યવાસીઓએ રાહ જોવા પડશે. ઓગષ્ટ મહિનાની શરૂઆતથી વરસાદ ખેંચાયો છે. જેની પાછળ હવામાન વિભાગના નિષ્ણાંતો અલનિનોની અસર જવાબદાર હોવાનુ જણાવે છે.

Weather Updates: ગુજરાતમાં હજુ સારા વરસાદનો નથી કોઈ વરતારો, હવામાન વિભાગ અનુસાર સારા વરસાદ માટે હજુ જોવી પડશે રાહ

Follow us on

Rain Updates: હવામાન વિભાગના નિષ્ણાંતોની ગુજરાત માટેની આગાહી પ્રમાણે અણસાર કંઇ સારા દેખાતા નથી, હવામાન વિભાગનાં કહેવા અનુસાર વરસાદ આવવાની સંભાવના હવે સાવ નહીવત થઇ ગઇ છે. સ્કાયમેટ સાથે સંકળાયેલા નિષ્ણાંત મુજબ ગુજરાતમાં વરસાદ આવે એવા કોઇ અણસાર નથી. વરસાદ તો ગુજરાતમાં એટલો વરસ્યો તેમ છતાંય ગુજરાતમાં આમ થવા પાછળનું કારણ શું હોઇ શકે.

બિપરજોય વાવાઝોડુ શું આની પાછળનું કારણ છે ?

બિપરજોય વાવાઝોડાને કારણે મોન્સુન ડિસ્ટર્બ થઇ ગયુ, અને એનાં કારણે વરસાદ વધારે પડી ગયો. હવામાન નિષ્ણાંત ચિરાગ શાહ મુજબ 80 થી 82 ટકા જેટલો વરસાદ તો ગુજરાતમાં વરસી ગયો છે, પરંતુ બિપરજોયનાં કારણે હવાનું મોટાભાગનું ભેજ શોષાઇ ગયુ અને હવે અલનીનો ઇફેક્ટને કારણે વરસાદની શક્યતા નહીવત જેવી થઇ ગઇ છે. બિપરજોયનાં કારણે સ્થિતી એવી થઇ કે જેને લીધે કેટલાંક જિલ્લાઓમાં એક જ દિવસમાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ એક સાથે વરસી ગયો.

શું આ પાછળ ઋતુ ચક્ર (ક્લાઇમેટ ચેન્જ) કારણ છે ?

ક્લાઇમેટ પેટર્ન બદલાવવાથી ચક્રમાં ફેરફાર જોવા મળી રહ્યા છે, ગ્લોબલ વોર્મિંગ અને એનાં કારણે ગ્લેશિયરનો બરફ ઓગળી રહ્યો છે.બરફ ઓગળી જવાને કારણે દરિયાઇ સપાટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.દરિયાની સપાટી વધવાને કારણે બાષ્પીભવન પણ વધી રહ્યુ છે. જેની સામે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવુ એ પણ ચિંતાજનક વિષય છે. આ જ કારણ છે કે આપણે પાછલા કેટલાંક વર્ષોમાં વાવાઝોડા પણ જોઇ રહ્યા છીએ.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

ઋતુચક્રમાં ફેરફાર બદ્દલ અલનીનો ઇફેક્ટ કેટલી જવાબદાર ?

અલનીનો ઈફેક્ટ જે ફેબ્રુઆરીથી માર્ચ સુધીમાં જોવા મળતુ હોય છે અને અલનીનો ઓગસ્ટથી લઇને ઓક્ટોબર સુધી જોવા મળતી હોય છે. અલનીનોની અસર તો દર વર્ષે થતી જ હોય છે, ઋતુચક્ર બદલાવવાને કારણે હવે આદત પાડવી પડશે જે પ્રમાણે કુદરતી પરિવર્તનો આવી રહ્યા છે. 4 મહિનાની ઋતુનો સમયગાળો છેલ્લાં કેટલાંક વર્ષોમાં બદલાયો છે એની પાછળનાં મુખ્ય પરિબળો ગ્લોબલ વોર્મિંગ અને તેના કારણે થતી આડઅસરો છે.

આ પણ વાંચો: Gujarat Rain : વરસાદને લઇને હવામાન વિભાગની ચિંતાજનક આગાહી, સપ્ટેમ્બર મહિનો પણ સુકો રહે તેવી શક્યતા, જુઓ Video

ખેડુતો માટે આ ઋતુચક્રનું પરિવર્તન કેટલુ પડકારજનક ?

ખેડુતો માટે આ વિષય ખુબ જ ચિંતાજનક છે, લગભગ એક મહિનો થઇ ગયો વરસાદની રાહ ગુજરાતનાં ખેડુતો જોઇ રહ્યા છે. આટલુ જ હવામાન નિષ્ણાંતો મુજબ હજી પંદર સપ્ટેમ્બર સુધી વરસાદનાં કોઇ અણસાર દેખાઇ રહ્યા નથી.

અન્ય અસરોને કારણે કદાચ છુટોછવાયો વરસાદ વરસી શકે એવી સંભાવના ખરી પણ ખેડુતો માટે જરુરી વરસાદની સંભાવના સાવ ઓછી છે. ડાંગરનો પાક લેનારા ખેડુતો માટે કપરી સ્થિતી છે. સિંચાઇની વ્યવસ્થા હોય ત્યાં ખેડુતોએ ચિંતા કરવાની જરુર નથી પરંતુ જ્યાં કુદરત આધારિત ખેતી છે એમણે પોતાની રીતે વ્યવસ્થા કરી લેવી જોઇએ.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article