AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert : છત્રી રેઇનકોટ કાઢી રાખજો, અંબાલાલ પટેલની ગુજરાતમાં 9 થી 12 ઓગસ્ટ સુધી ભારે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં 9 થી 12 ઓગસ્ટ દરમિયાન વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે. દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળશે.

Weather Alert : છત્રી રેઇનકોટ કાઢી રાખજો, અંબાલાલ પટેલની ગુજરાતમાં 9 થી 12 ઓગસ્ટ સુધી ભારે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી
| Updated on: Aug 08, 2026 | 5:07 PM
Share

ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 9 થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળામાં ભારે પવન સાથે વરસાદનું જોર વધવાની શક્યતા છે. અમદાવાદ સહિત રાજ્યના દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં સારો વરસાદ થઈ શકે છે. એટલું જ નહીં, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.

વરસાદની સંભાવના ધરાવતા વિસ્તારોમાં પાટણ, સમી, હારીજ, વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાના ભાગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં પણ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી છે, જેના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે 8 અને 9 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં ગાજવીજ, વીજળીના કડાકા સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપી છે.

અંબાલાલ પટેલના મતે, ઓગસ્ટ માસમાં તાપી અને નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે, ખાસ કરીને 15 ઓગસ્ટ સુધીમાં મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતા નર્મદાનું જળસ્તર વધવાની શક્યતા છે. રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહી શકે છે. મઘા નક્ષત્રનો વરસાદ કૃષિપાકો માટે અત્યંત ફાયદાકારક નીવડશે તેવી આશા છે. જોકે, 23 ઓગસ્ટ પછી પણ રાજ્યમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે. 8 થી 15 ઓગસ્ટ દરમિયાન છૂટોછવાયો વરસાદ થશે, જેમાં મધ્ય ગુજરાત, વડોદરા અને અમદાવાદના ભાગોનો સમાવેશ થાય છે. 17, 18 અને 19 ઓગસ્ટના રોજ પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

લાંબા ગાળાની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી નવેમ્બર મહિના સુધી મેઘરાજા ગુજરાતના મહેમાન બનશે. સપ્ટેમ્બર માસમાં અરબ સાગર અને બંગાળ ઉપસાગર સક્રિય થતા વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ ખાબકી શકે છે. સપ્ટેમ્બરમાં ગરમી પણ વધવાની શક્યતા છે, ખાસ કરીને 13 સપ્ટેમ્બર આસપાસ ગરમીનો પ્રકોપ જોવા મળશે. આ વરસાદ ઉભા પાકોને નુકસાન પહોંચાડી શકે છે અને ખેતરોમાં જીવજંતુનો ભય પણ રહે છે, તેથી ખેડૂત ભાઈઓને પાક સુરક્ષાના પગલાં લેવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ઓક્ટોબર-નવેમ્બર માસમાં પણ સાગરમાં વાવાઝોડા બનવાની શક્યતા રહેશે.

હાલમાં, ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યા બાદ વધેલા બફારા વચ્ચે ફરીથી ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતની આ સિસ્ટમ્સ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ લાવશે, જેના માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.

રાજકોટ એનાલોગ પનીર પર કાર્યવાહી, 8 પેઢીઓના લાયસન્સ સસ્પેન્ડ

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">