ભૂવાએ ચાલુ કરી યુટ્યુબ ચેનલ, અનેકને ભરમાવ્યા..અને બની ગયો સિરિયલ કિલર, જાણો આરોપીની કર્મ કુંડળી

ગુજરાતમાં એક તાંત્રિકે યુટ્યુબ ચેનલ દ્વારા લોકોને છેતરીને રૂપિયા પડાવ્યા અને હત્યાઓ કરી. નવલસિંહ ચાવડા નામનો આ ભૂવો તાંત્રિક વિધિના નામે સોડિયમ નાઇટ્રેટ પીવડાવી લોકોને મારી નાખતો હતો. પોલીસે તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે. તે ક્રાઈમ પેટ્રોલ જેવા શો જોઈને ગુનાઓને અંજામ આપતો હતો.

ભૂવાએ ચાલુ કરી યુટ્યુબ ચેનલ, અનેકને ભરમાવ્યા..અને બની ગયો સિરિયલ કિલર, જાણો આરોપીની કર્મ કુંડળી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2024 | 3:21 PM

લોકો સાથે ધર્મ અને આસ્થાને નામે રુપિયા પડાવનાર તો અનેક હોય છે, પણ રુપિયા પડાવવાની સાથે સાથે આવા ધુતારાઓ ખુની ખેલને અંજામ આપતા પણ ખચકાતા નથી. ગુજરાતમાં આવી જ રીતે લોકોને તાંત્રિક વિધિના નામ પર ભરમાવીને રુપિયા પડાવવાની સાથે તેમને મોતને ઘાટ ઉતારવાનો ખેલ પણ એક ભૂવાએ શરુ કર્યો. મોટી વાત તો એ છે કે આ વ્યક્તિએ પોતાની તાંત્રિક વિધિઓથી લોકોને આકર્ષવા માટે એક યુટ્યુબ ચેનલ પણ બનાવી હતી. જો કે હત્યારો ભૂવો આખરે પોલીસ પકડમાં આવી ગયો છે.

ક્રાઇમ પેટ્રોલ જેવા શો જોઇને શિખ્યો હત્યાની યુક્તિ

મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના નવલસિંહ ચાવડાને અમદાવાદની સરખેજ પોલીસે અનેકની હત્યા કરવાના ગુનામાં ઝડપી લીધો છે. પોલીસે આરોપીને વઢવાણ લઇ જઇને રૂપિયા બમણાં કરી આપવાની લાલચે ફેકટરી માલિકની હત્યા કરવાના મામલામાં સ્થળ પર જઇને રીકન્ટ્રક્શન પણ કર્યુ. તો અમે તમને જણાવીશુ કે સુરેન્દ્રનગરનો આ ભૂવો કેવી રીતે યુટ્યુબર બન્યો અને પછી કેવી રીતે ક્રાઇમ પેટ્રોલ જેવા શો જોઇને હત્યાઓને અંજામ આપવા લાગ્યો અને સિરિયલ કિલર બની ગયો.

હત્યાને હાર્ટ એટેકમાં ખપાવવાની તરકીબ શોધી

આરોપી નવલસિંહ ચાવડાને લોકો ભૂવાજીના નામે ઓળખે છે. તે તાંત્રિક વિધિ કરીને જે તે વ્યક્તિને પોતાના વિશ્વાસમાં લઇ રૂપિયા પડાવી લીધા બાદ પાણી કે આલ્કોહોલમાં સોડિયમ નાઇટ્રેટ પણ પીવા માટે આપતો હતો. જેનાથી વ્યક્તિનો હાર્ટએટેકથી જીવ પણ જઈ શકે છે. જેનાથી જો ભોગ બનનારનું મોત થાય તો મામલો હાર્ટ એટેક કે અકસ્માત કે આત્મહત્યામાં ખપાવી શકાય અને સમગ્ર નાણાં તે પોતાની પાસે રાખી શકે.

B12નો ડબલ ડોઝ! આ રીતે બાજરીના ચીલા ખાવાથી વધશે વિટામિન B12
શિયાળામાં મળતી ચીલની ભાજી ખાવાથી થાય છે અનેક લાભ
આજનું રાશિફળ તારીખ : 26-12-2024
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
Basi Roti Benefits: સવારના નાસ્તામાં વાસી રોટલી ખાવાના છે ચોંકાવનારા ફાયદા, જાણો
ઘરમાં પૈસા ન ટકવાના 4 મોટા કારણ કયા છે? જાણો

એકના ચાર રુપિયા કરવાની આપતો લાલચ

મૂળ સુરેન્દ્રનગરના વઢવાણનો રહેવાસી તાંત્રિક નવલસિંહ ચાવડા છેલ્લા 7 મહિનાથી અમદાવાદનાં વેજલપુર વિસ્તારમાં પરિવાર સાથે રહેવા માટે આવ્યો હતો. આરોપી તાંત્રિક નવલસિંહ ચાવડા પોતે મેલડી માતાનો ભૂવો અને તાંત્રિક વિધિ જાણતો હોવાનું લોકોને જણાવતો હતો અને તાંત્રિક વિધિ કરીને એકના ચાર ઘણા રૂપિયા કરી આપવાની લાલચ આપતો હતો.

આરોપીએ આ જ રીતે અભી નામના એક યુવકને પોતાના વિશ્વાસમાં ફસાવ્યો હતો અને તેની પાસેથી એકના ચાર ગણા કરી આપવાની લાલચ આપીને રૂપિયા પડાવ્યા હતા. જે બાદ તેને તાંત્રિક વિધિના નામે પાણી કે આલ્કોહોલમાં કોઈ પદાર્થ પીવડાવી રૂપિયા પડાવી લેવાની ફિરાકમાં હતો. જોકે બનાવ બને તે પહેલા જ પોલીસે બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી લીધો છે.

આરોપીની પુછપરછ અનેક ખુલાસા

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે 1 ડિસેમ્બરે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ અભિને પૈસા લઈને સનાથલ સર્કલ પાસે બોલાવવાનો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના બહાના હેઠળ તેને પાણી કે આલ્કોહોલમાં સોડિયમ નાઇટ્રેટ પીવડાવ્યા બાદ અડધો કલાકમાં ચાર ગણા રૂપિયા લઈ જવા માટેનું કહેવાનો હતો. આ સમયગાળા દરમિયાન સોડિયમ નાઇટ્રેટ પીવાથી 20 થી 30 મિનિટમાં તેનું મોત કે હાર્ટ એટેકથી મૃત્યુ થાય અને તે રૂપિયા લઈને ફરાર થઈ જાય. આરોપી પાસેથી પોલીસે સોડિયમ નાઈટ્રેટનો પાવડર પણ જપ્ત કર્યો છે. આરોપીએ આ પાઉડર સુરેન્દ્રનગરમાંથી એક લેબમાંથી ખરીદ્યો હોવાનું જણાવ્યું છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પોતે એક યુ ટ્યુબ ચેનલ પણ શરૂ કરી હતી. જેમાં તેને પોતાના ભૂવા તરીકેના વિડિયો પણ અપલોડ કર્યા છે. જેના થકી તે લોકોને વિશ્વાસમાં લેતો હતો. પોલીસને આશંકા છે કે આરોપીએ આ સિવાય અન્ય ત્રણથી ચાર લોકો સાથે પણ આ રીતે છેતરપિંડી કરી છે અને મોતને ઘાટ ઉતાર્યા છે. આરોપી મોટા ભાગે ક્રાઈમ પેટ્રોલ જેવી સિરિયલો પણ જોતો હતો. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">