Ahmedabad : ફરી જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો હડતાળના માર્ગ, સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ

રાજ્યમાં આવેલી વિવિધ સરકારી મેડિકલ કોલેજ-હોસ્પિટલના (Govt Medical College) જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ બોન્ડેડ સેવાને સિનિયર રેસિડેન્સિમાં ગણવા માટે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.

Ahmedabad : ફરી જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો હડતાળના માર્ગ, સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ
Resident doctors strike
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2022 | 1:02 PM

પડતર માગને લઇ ફરી જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો(Junior Resident Doctors)  હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે.MSનો અભ્યાસ પૂર્ણ કરેલા બી.જે.મેડીકલ સહિત રાજ્યમાં આવેલી વિવિધ સરકારી મેડિકલ કોલેજ-હોસ્પિટલના (Govt Medical College) જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ(Resident Doctors)  બોન્ડેડ સેવાને સિનિયર રેસિડેન્સિમાં ગણવા માટે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. મંગળવારે ગુજરાતના સરકારી મેડીકલ કોલેજના એક હજારથી વધારે રેસિડેન્ટ ડોક્ટરોએ મેડીકલ સુપરિટેન્ડેન્ટ, ડીન અને પીજી ડાયરેક્ટરને 24 કલાકનનું અલ્ટિમેટમ (ultimatum) આપ્યું છે.

કોવિડ સેવાઓથી અળગા રહીને વિરોધ નોંધાવશે

આ મામલે અગાઉ રાજ્યના આરોગ્ય પ્રધાને પણ માંગણીને યોગ્ય ઠેરવી હતી.છતાં સંતોષકારક જવાબ આપવામાં નહી આવે તો આજથી સવારે 9 વાગ્યાથી તમામ સર્વિસ અને રૂટિન કામગીરીથી અળગા રહીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. એટલું જ નહીં જો માંગ નહીં સંતોષાય તો 16 જૂને કોવિડ સેવાઓથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

રેસિડેન્ટ ડોક્ટરો લડી લેવાના મૂડમાં

આ પહેલા પણ રાજ્યભરમાં બોન્ડના સમયમાં ફેરફારને લઈને રેસિડેન્ટ ડોક્ટરો સરકાર સામે હડતાળ પર ઊતર્યા હતા, જે મુદ્દે અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરામાં હડતાળમાં જોડાનારા રેસિડેન્ટ તબીબોને હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ચારેય શહેરોમાં અંદાજે 2000થી વધુ રેસિડેન્ટ તબીબો હડતાળમાં જોડાયા હતા.બીજી બાજુ, સરકાર આ વિવાદમાં નમતું જોખવા તૈયાર નથી. એવામાં રેસિડેન્ટ ડોક્ટરો હવે છેક સુધી લડી લેવાના મૂડમાં છે.

g clip-path="url(#clip0_868_265)">