રેસિડેન્ટ ડોક્ટરો હડતાળના માર્ગ : NEET PG કાઉન્સેલિંગના વિલંબને પગલે દેશભરના ડોક્ટરો આજથી હડતાળ પર
NEET PG 2021 કાઉન્સેલિંગ કરવામાં વારંવાર થતા વિલંબને પગલે તમામ ડોક્ટરોના સંગઠનોએ હડતાળનું એલાન કર્યું છે. હડતાળને કારણે શનિવારે દિલ્હી સહિત દેશભરની હોસ્પિટલોમાં OPD સેવાઓ પ્રભાવિત થશે.
NEET-PG Counselling 2021: NEET PG કાઉન્સેલિંગ કરવામાં વારંવાર થતા વિલંબના વિરોધમાં તમામ ડોક્ટરોના સંગઠનોએ હડતાળનું એલાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, રેસિડેન્ટ ડોક્ટરોની (Resident Doctor) હડતાલને કારણે શનિવારે દિલ્હી સહિત દેશભરની હોસ્પિટલોમાં ઓપીડી સેવાઓ પ્રભાવિત થશે.
શુક્રવારે ડોક્ટરોના અલગ-અલગ રાષ્ટ્રીય સંગઠનો દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી છે, ત્યારબાદ સફદરજંગ હોસ્પિટલ, RML અને લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોએ 27 નવેમ્બરે OPDમાં દર્દીઓની સારવાર નહીં કરવાનો નિર્ણય લીધો છે.દિલ્હી ઉપરાંત કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં પણ રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને સમર્થન આપવામાં આવી રહ્યુ છે. મળતા અહેવાલો અનુસાર, આ રેસિડેન્ટ ડોક્ટરો દિલ્હી (Delhi) આવીને વિરોધ પ્રદર્શનમાં પણ ભાગ લેશે.
એસોસિએશને NEET કાઉન્સેલિંગને આગળ વધારવાના નિર્ણયને ખોટો ગણાવ્યો
ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FEMA) ના પ્રમુખ ડો. રોહન કૃષ્ણને જણાવ્યું હતુ કે, NEET PGનું કાઉન્સેલિંગ અસ્થાયી રૂપે લંબાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય તદ્દન ખોટો છે. દેશભરના યુવાન ડોકટરો પહેલેથી જ રાત-દિવસ ડ્યુટી આપી રહ્યા છે, જેના કારણે તેમના તબીબી શિક્ષણને પણ અસર થઈ છે. આવી સ્થિતિમાં કાઉન્સેલિંગને વધુ ચાર અઠવાડિયા લંબાવવાનો નિર્ણય ખોટો છે. તમને જણાવી દઈએ કે, આ અંગે હાલ રાષ્ટ્રીય સ્તરે પણ વિરોધ શરૂ થયો છે.
એસોસિએશનના પ્રમુખે કહ્યું કે, શનિવાર સાંજે પાંચ વાગ્યે દિલ્હીના જંતર-મંતર પર ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરશે. સાથે જ તમામ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોને ઓપીડી બંધ રાખવા પણ અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA) એ પણ આ હડતાળને સમર્થન આપ્યું છે.
Federation of Resident Doctors’ Association (FORDA) calls for a nationwide strike from Nov 27 over the delay in NEET-PG Counselling 2021
Issuing a statement, FORDA said it has requested all resident doctors across the country to withdraw from OPD services from Saturday, Nov 27th pic.twitter.com/kRWIFibEqE
— ANI (@ANI) November 26, 2021
શું છે સમગ્ર મામલો ?
ડોક્ટરોનું સંગઠન NEET PG કાઉન્સેલિંગમાં થતા વિલંબનો વિરોધ કરી રહ્યું છે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA) એ કહ્યું હતુ કે, અમે આ મામલે સુપ્રીમ કોર્ટના સકારાત્મક નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે,કેન્દ્ર સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. કેન્દ્રએ 25 નવેમ્બરે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેણે EWS કેટેગરી માટે 8 લાખ રૂપિયાની વાર્ષિક આવક મર્યાદા પર પુનર્વિચાર કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રએ હાલમાં NEET કાઉન્સેલિંગ ચાર અઠવાડિયા માટે મુલતવી રાખ્યું છે.જેને પગલે રેસિડેન્ટ ડોક્ટરો આકરા મૂડમાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : કારતકમાં મેઘાનુ મંડાણ ! હવામાન વિભાગે દક્ષિણ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની કરી આગાહી