અમદાવાદમાં પ્રવાસી ગુજરાતી પર્વના બીજા સંસ્કરણનું ભવ્ય આયોજન, વિશ્વભરના પ્રતિભાશાળી ગુજરાતીઓ એકમંચ પર જોવા મળશે
ગગનમાં ગુજરાતનું નામ ગુંજતુ કરનારા ગુજરાતીઓના ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે AIANA ગુજરાતમાં પ્રવાસી ગુજરાતી પર્વની ઉજવણી કરે છે.જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત સૂત્ર અનુસાર દુનિયાભરમાં વિવિધ ક્ષેત્રોમાં ટોચ પર પહોંચેલા ગૌરવવંતા ગુજરાતીઓને આ મંચ પર એક છત હેઠળ એકઠા કરવામાં આવે છે.
અમદાવાદ ફરી એક વાર ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઇ રહ્યુ છે. 2022માં યોજાયેલા પ્રથમ આયોજનની ભવ્ય સફળતા બાદ ફરી એકવાર દુનિયાભરના ગૌરવશાળી ગુજરાતીઓને પોંખવા, સન્માનવા પ્રવાસી ગુજરાતી પર્વ તૈયાર છે પ્રવાસી ગુજરાતી પર્વ 2024નું આયોજન કરવામાં આવ્યુ છે. દુનિયાના 40 દેશના 1500થી વધુ પ્રતિભાશાળી ગુજરાતીઓ એક મંચ પર આવશે. જો કે બમણા ઉત્સાહ સાથે આયોજીત આ પર્વના ક્લવેર અને ફ્લેવર સૌને પસંદ પડશે.
પ્રવાસી ગુજરાતી પર્વનું જાજરમાન આયોજન
ગગનમાં ગુજરાતનું નામ ગુંજતુ કરનારા ગુજરાતીઓના ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે AIANA ગુજરાતમાં પ્રવાસી ગુજરાતી પર્વની ઉજવણી કરે છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત સૂત્ર અનુસાર દુનિયાભરમાં વિવિધ ક્ષેત્રોમાં ટોચ પર પહોંચેલા ગૌરવવંતા ગુજરાતીઓને આ મંચ પર એક છત હેઠળ એકઠા કરવામાં આવે છે. આજ આયોજનનું બીજું સંસ્કરણ ફરી આપણા અમદાવાદમાં 10 ફેબ્રુઆરીએ યોજાશે.
ગોરવવંતા ગુજરાતીઓનો અનોખો કાર્યક્રમ
વિદેશમાં રહેતા હજારો ગુજરાતી કે જેમના હ્રદયમાં માદરે વતનની ખુશ્બુ મહેકે છે, તેવા ગૌરવશાળી ગ્લોબલ ગુજરાતીઓ એક છત હેઠળ ફરી મળશે. 40 દેશો, 20 રાજ્યોના 3000થી પ્રતિભાશાળી ગુજરાતી તારીખ 10 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં એકત્રિત થશે. રાજકીય, આધ્યાત્મિક, કળા, સાહિત્ય, ફિલ્મ, ઉદ્યોગ વિવિધ ક્ષેત્રના તેજસ્વી ગુજરાતીઓ આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવશે. એટલે જ ગુજરાતી પ્રવાસી પર્વને લઇને મહેમાનોમાં ઉત્સુકતાનો પણ કોઇ પાર નથી.
AAINA અને TV9 નું અનોખું આયોજન
1000થી વધુ એનઆરજી, અને 1500થી વધુ એનઆરઆઇની હાજરીમાં આ કાર્યક્રમ ગુજરાતીઓના ગૌરવનો સૌથી મોટો મેળો બની રહેશે. જેને નિહાળવાની, માણવાની અને તેમાં માહલવાની એક અનોખી તક મળશે. આ મન પાંચમના મેળામાં આ ગુજરાતીઓ પોતાના સંઘર્ષની વાત અને પોતાના વિકાસની વાત કરશે. સાથે જ પોતાના વતનની પણ વાત કરશે. ગુજરાતીઓને ગૌરવ અપાવાતા આ ભવ્યાતિભવ્ય મહોત્સવ માટે આતુરતા જોવા મળી રહી છે.