Pravasi Gujarati Parv 2022: પ્રખ્યાત લેખક અને વક્તા જય વસાવડાએ વધાવ્યો Tv9 અને AIANAનો પ્રયાસ, ગ્લોબલ ગુજરાતીઓને એકત્ર કરવા માટે પાઠવ્યા અભિનંદન
જય વસવાડા ગુજરાતના જાણીતા કટાર લેખત તેમજ વક્તા છે તેઓ પણ આજના સેશનમાં સંબોધન કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના હસ્તે ‘પ્રવાસી ગુજરાતી પર્વ’નો પ્રારંભ થશે. આ પર્વ ચાર ‘C’ થીમ પર આધારિત છે. જેમાં કનેક્ટ, કોમ્યુનિકેટ, કોન્ટ્રિબ્યુટ અને સેલિબ્રેટ છે.

પ્રવાસી ગુજરાતી પર્વ (Pravasi Gujarati Parv 2022 ) ના આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભારતની સાથે 20થી વધુ દેશની હસ્તીઓ ભાગ લેશે. 20થી વધુ દેશો અને ભારતના 18 રાજ્યોના અંદાજે 2,500 ગુજરાતીઓ સામેલ થશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહની (Amit shah) ઉપસ્થિતિમાં ‘પ્રવાસી ગુજરાતી પર્વ’નો પ્રારંભ થશે. ત્યારે આ પ્રસંગમાં કટાર લેખક જય વસાવડા (Jay Vasavda) પણ ઉપસ્થિત રહેશે. જય વસાવડાએ આ ઉત્તમ પ્રયાસને શબ્દોથી વધાવ્યો હતો અને ટીવી નાઈન નેટવર્ક (TV Nine Network ) અને AIANAને અભિનંદન પાઠવ્યા. આ પ્રકારના કાર્યક્રમથી ગૌરવવંતા ગુજરાતી ગ્લોબલ મંચ ઉપર એકત્ર થશે તેમજ કાર્યક્રમ દરમિયાન 100થી વધુ વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવશે.
જય વસવાડા ગુજરાતના જાણીતા કટાર લેખત તેમજ વક્તા છે તેઓ પણ આજના સેશનમાં સંબોધન કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના હસ્તે ‘પ્રવાસી ગુજરાતી પર્વ’નો પ્રારંભ થશે. આ પર્વ ચાર ‘C’ થીમ પર આધારિત છે. જેમાં કનેક્ટ, કોમ્યુનિકેટ, કોન્ટ્રિબ્યુટ અને સેલિબ્રેટના ‘સી’ નો સમાવેશ થાય છે.
કટાર લેખક જય વસાવડાએ ‘પ્રવાસી ગુજરાતી પર્વ’ માટે TV9 નેટવર્ક અને AIANAને અભિનંદન પાઠવ્યા@jayvasavada @aiana_digital #PravasiGujaratiParv2022 #PGP2022 #Gujarat #tv9gujaratinews #TV9News pic.twitter.com/gMQTGhOkD8
— Tv9 Gujarati (@tv9gujarati) October 15, 2022
પ્રવાસી ગુજરાતી પર્વ- 2022 માં 20 થી વધુ દેશો અને 18 રાજ્યોની નજીક 2,500 ગુજરાતીઓ સામેલ થશે. પ્રથમ સેશન સવારે નજીક 11 બજકર 20 મિનિટ શરૂ થશે. ગૃહ મંત્રી અમિત શાહ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન છે તેમજ વિદેશ અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી પણ કાર્યક્રમમાં સામેલ છે. સાથે જ પ્રથમ ગ્રેમી એવોર્ડ વિજેતા તન્વી શાહ કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરો. પ્રવાસી ગુજરાતી પર્વ 2022 17 ઓક્ટોબર સુધી ચાલશે. આ કાર્યક્રમમાં બીએપીએસ આધ્યાત્મિક નેતા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, શ્રી રામચંદ્ર યાનના આધ્યાત્મિક નેતા કમલેશ પટેલ દાજી, યુપીએલ લિમિટેડના સ્થાપક અને અધ્યક્ષ રજ્જૂ શ્રૉફ મેદાનમાં આશીષ ઠકર (રવંડાના ઉદ્યોગપતિ અને મારા ગ્રુપના સ્થાપક) હાજર રહેશે.