Paper Leak : જુનિયર ક્લાર્કના પેપર લીક થવા મુદ્દે રાજકારણ ગરમાયુ, વિપક્ષ નેતાઓના સરકાર પર પ્રહાર

|

Jan 29, 2023 | 10:21 AM

Paper Leak : 9 લાખ 53 હજાર વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ-3 જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરશે. આ સાથે જ પેપર લીકની ઘટના બનતા જ રાજકારણ પણ ગરમાયુ છે.

Paper Leak : જુનિયર ક્લાર્કના પેપર લીક થવા મુદ્દે રાજકારણ ગરમાયુ, વિપક્ષ નેતાઓના સરકાર પર પ્રહાર
પેપર લીક મુદ્દે વિપક્ષ નેતાઓના સરકાર પર પ્રહાર

Follow us on

જુનિયર ક્લાર્કનું પેપર લીક થતાં સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે. સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. એક તરફ 9 લાખ 53 હજાર વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ-3 જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરશે. આ સાથે જ પેપર લીકની ઘટના બનતા જ રાજકારણ પણ ગરમાયુ છે. અલગ અલગ નેતાઓ આ ઘટનાને શરમજનક ગણાવી રહ્યા છે.

 પેપર ફૂટવા મુદ્દે અરવિંદ કેજરીવાલના પ્રહાર સરકાર પર આકરા પ્રહાર

જુનિયર ક્લાર્કના પેપર ફૂટવા મુદ્દે અરવિંદ કેજરીવાલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, ગુજરાતમાં કેમ વારંવાર પેપર ફૂટે છે ? ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે થાય છે ચેડા

કરોડોમાં છે સૈફ અલી ખાનના બોડીગાર્ડનો પગાર
આ 4 ભૂલના કારણે ઘરમાં નથી ટકતા પૈસા ! જાણી લેજો તમે નથી કરતાને આ ભૂલ
સર્વાઇકલ કેન્સર હોય તો કેવી રીતે ખબર પડે ?
CBI એજન્ટનો પગાર કેટલો હોય છે? કેવી રીતે થાય છે સિલેક્શન, જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 24-01-2025
1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ

 

અમિત ચાવડાના આકરા પ્રહાર

પેપર ફૂટવા મુદ્દે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યુ છે કે લાખો ઉમેદવારોની મહેનત પાણીમાં ફરી ગઇ છે. સરકારે લાખો ઉમેદવારોના સપના તોડવાનું પાપ કર્યુ છે. ફરી એકવાર તપાસના માત્ર વાયદા થશે અને મુખ્ય આરોપીઓ છૂટી જશે. ભાજપની ભ્રષ્ટ સરકાર એકપણ પરીક્ષા વ્યવસ્થિત રીતે લઇ નથી શકતી.

પેપર ફૂટવા મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ પણ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે ટ્વીટમાં લખ્યુ કે જેમણે ભાજપ પર વિશ્વાસ કરીને મત આપ્યો અને બીજાને આપાવ્યો એને અને એના સંતાનની પરીક્ષાનું ભાજપે પેપર ફોડી નાખ્યું! ચૂંટણી સમયે આ મુદ્દા પર વારંવાર ચીસો પાડી હતી કે ભાજપને મત આપશો તો પાપના ભાગીદાર બનશો ! સાચું ઠર્યું ને? જ્યાં સુધી જનતા પોતાના મુદ્દાઓ પર મત નહીં કરે આપણે લૂંટાશું

જવાબદાર લોકો ને જેલ હવાલે કરી સરકાર દાખલો બેસાડે – દિનેશ બાંભણિયા

PAAS નેતા દિનેશ બાંભણિયાએ ટ્વિટ કરીને લખ્યું કે, પંચાયત સેવા પસંદગી મંડળના તમામ જવાબદાર લોકોને જેલ હવાલે કરી સરકાર દાખલો બેસાડી પરીક્ષાર્થીઓના પરિવારને ન્યાય આપે. આ પરીક્ષામાં લાખો વિદ્યાર્થીના ભવિષ્યનો સવાલ છે. જલ્દીથી નવી તારીખ જાહેર કરવામાં આવે.

આ તરફ બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પરીક્ષાર્થીઓને વળતર આપવાની માગ કરી છે. તેમણે કહ્યું કે લાખો વિદ્યાર્થીઓ સાથે મજાક થઈ છે. દાખલારૂપમ કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય ના કરે.

આ તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રવીણ રામે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા. તેમણે કટાક્ષ કર્યો કે ભાજપ સરકારે વિદ્યાર્થીઓને પેપર ફૂટવાની ભેટ આપી છે.. સરકાર પાસે હવે કોઈ જ આશા રહી નથી.

Published On - 10:21 am, Sun, 29 January 23

Next Article