Ahmedabad: આરોગ્ય પ્રધાનની વિનંતી ફગાવીને સિવિલ હોસ્પિટલના નિવાસી તબીબોએ હડતાળ યથાવત રાખી

|

Jun 17, 2022 | 11:11 AM

પોતાની માગ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની તબીબોએ (Doctors) ચીમકી ઉચ્ચારી છે, તબીબોની હડતાળ (Resident doctor strike)આજે પણ યથાવત છે. આજે પણ તબીબો ઇમરજન્સી અને કોવિડ ફરજથી અળગા રહી વિરોધ નોંધાવશે.

Ahmedabad: આરોગ્ય પ્રધાનની વિનંતી ફગાવીને સિવિલ હોસ્પિટલના નિવાસી તબીબોએ હડતાળ યથાવત રાખી
તબીબોની હડતાળ આજે પણ યથાવત, દર્દીઓને હાલાકી

Follow us on

પોતાની પડતર માગને લઇ જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો (Junior Resident Doctors) લડી લેવાના મૂડમાં દેખાઇ રહ્યાં છે. આરોગ્ય પ્રધાન (Minister of Health) દ્વારા કાર્યવાહી કરવાની વાત કરવાની છતાં પણ અમદાવાદ સિવિલ કેમ્પસમાં (Ahmedabad Civil Hospital) રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ યથાવત છે. આરોગ્ય પ્રધાનની વાતને માનવા જુનિયર ડોક્ટરો તૈયાર નથી. સરકાર અને તબીબોની લડાઈ વચ્ચે દર્દીઓ પિસાઈ રહ્યા છે. તબીબોની હડતાળથી સિવિલની OPDમાં ત્રણ કલાકે દર્દીનો વારો આવી રહ્યો છે.

દર્દીઓની સારવાર પર થઇ રહી છે અસર

પોતાની માગ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની તબીબોએ ચીમકી ઉચ્ચારી છે, તબીબોની હડતાળ (Resident doctor strike)આજે પણ યથાવત છે. આજે પણ તબીબો ઇમરજન્સી અને કોવિડ ફરજથી અળગા રહી વિરોધ નોંધાવશે. તો બીજી તરફ તબીબોની હડતાળને કારણે રાજ્યની આરોગ્ય સેવા પર અસર પહોંચી છે. રોજના 125 દર્દીઓની સર્જરી સામે માંડ 47 સર્જરી થઈ રહી છે. જેને લઈને બીજે મેડિકલના હડતાળ પર ઉતરેલા તમામ તબીબને નોટિસ ફટકારાઈ છે. નોટિસમાં કહેવાયું છે કે, તબીબો ફરજ પર હજાર નહીં થાય તો બેદરકારી, સારવારમાં નિષ્કાળજી, વહીવટી આદેશ પ્રત્યે બેજવાબદાર હોવા મુદ્દે કડક પગલાં લેવાશે.

હડતાળ અંગે આરોગ્ય મંત્રીએ આપ્યુ હતુ આ મોટુ નિવેદન

આ પહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Health Minister Rushikesh Patel) મોટું નિવેદન આપ્યુ હતુ. બોન્ડની માંગણી મામલે આરોગ્ય મંત્રએ મહત્વનું નિવેદન આપતાં કહ્યું કે જુનિયર તબીબો તેમની સેવા યથાવત રાખે. જો તેઓ તેમની હડતાળ યથાવત રાખશે તો સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરી લેશે. આ સાથે જૂનાયર તબીબો પોતાની સેવા યથાવત નહિ રાખે તો તેમની સામે કાર્યવાહી પણ કરાશે. પાટણ ખાતે સરકારની 8 વર્ષની ઉપલબ્ધિના કાર્યક્રમમાં દરમ્યાન ત્રુષિકેશ પટેલે જુનિયર તબીબો મામલે આ નિવેદન આપ્યું હતુ.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

પડતર માગણીઓને લઇ તબીબોની હડતાળ

અમદાવાદ સિવિલમાં દર્દીઓને રઝળવાનો વારો આવ્યો છે. હડતાળને કારણે અમદાવાદ સિવિલમાં(Ahmedabad civil hospital) 50 ટકાથી વધુ ઓપરેશન રદ કરવાની ફરજ પડી છે. તો ઇમરજન્સી સેવા ન ખોરવાય તે માટે સિનિયર તબીબોની રજા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે એક વર્ષના બોન્ડને સિનિયર રેસિડેન્ટશિપમાં ગણવાની માગ સાથે તબીબો હડતાળ પર ઉતર્યા છે. MD-MS તબીબોની બોન્ડેડ સેવાને સિનિયર રેસિડેન્સીમાં ગણવાની તબીબો માગ કરી રહ્યાં છે અને આ અંગે છેલ્લા એક વર્ષથી રજૂઆત કરવા છતાં સરકાર કોઇ નિર્ણય ન લેતી હોવાનો તબીબો આક્ષેપ કરી રહ્યાં છે.

Next Article