Ahmedabad: નશા માટે કફ સીરપનું ગેરકાયદે વેચાણના નેટવર્કનો પર્દાફાશ, જાણો કઈ રીતે ચાલતું હતું રેકેટ

જુહાપુરામાં આવેલી બરફની ફેક્ટરી પાછળ આવેલાં લવલી પાર્ક સોસાયટીમાં એસઓજીની ટીમે રેડ કરી હતી અને રૂપિયા .6.30 લાખની કિંમત 3500 કફ શિરપની બોટલ સાથે 4 આરોપીને ઝડપી લીધા હતા.

Ahmedabad: નશા માટે કફ સીરપનું ગેરકાયદે વેચાણના નેટવર્કનો પર્દાફાશ, જાણો કઈ રીતે ચાલતું હતું રેકેટ
4 accused arrested by SOG Crime
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jun 16, 2022 | 6:35 PM

અમદાવાદ (Ahmedabad) માં નશા માટે ડ્રગ્સના વિકલ્પ તરીકે કફ સીરપ (cough syrup) નું ગેરકાયદે (Illegal) વેચાણના નેટવર્ક નો પર્દાફાશ કરાયો છે. આ ગોરખધંધો કરતા 4 આરોપીની SOG ક્રાઇમે ધરપકડ કરીને રૂપિયા 6.30 લાખના કફ સીરપના જથ્થા સહિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ચારેય આરોપીઓ ગેરકાયદેસર રીતે કફ સીરપનો જથ્થો લાવીને કોઇ પણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વગર તેનું વેચાણ કરતા હતા અને કફ સીરપના ભાવ પણ બમણા વસુલતા હતા. જોકે આ તમામ ગતિવિધીના જાણકારી પોલીસને મળી જતં પોલીસે દરોડો પાડીને કફસીરપનું ગેરકાયદે વેચાણ કરવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.

ચાર આરોપી મોહંમદ વકાસ કાઝી, મોહસીન રંગરેજ, અદનાન શેખ અને અરબાઝ શેખને કફ સીરપના જથ્થા સાથે એસઓજી ક્રાઇમે ઝડપી લીધા હતા. શહેરમાં નશાના વિકલ્પ તરીકે કફ સીરપનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી મળતા જુહાપુરામાં આવેલી બરફની ફેક્ટરી પાછળ આવેલાં લવલી પાર્ક સોસાયટીમાં એસઓજીની ટીમે રેડ કરી હતી અને રૂપિયા .6.30 લાખની કિંમત 3500 કફ શિરપની બોટલ સાથે 4 આરોપીને ઝડપી લીધા હતા. આરોપીઓ ડૉકટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ સીરપનું વેચાણ કરીને ડબલ ભાવ લઈને ગેરકાયદેસર કફ સીરપ વેચી નશાનો કારોબાર ચલાવતા હતા.

પકડાયેલ આરોપી મોહંમદવકાસ કાઝી વી.કે.ફર્મના નામે દવાઓના ખરીદ વેચાણનું લાઇસન્સ ધરાવતો હતો. જેમાં સરનામું શાહઆલમ છે પરંતુ કફ સીરપનો જથ્થો જુહાપુરમાં રાખ્યો હતો. મહત્વ નું છે કે નિયમ મુજબ લાયસન્સ ધારકે જે સરનામું લાયસન્સમાં બતાવ્યું હોય તે જ સ્થળે દવાઓનો જથ્થો રાખી વેપાર કરી શકે છે. આથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીએ આરોપીઓને લવલી પાર્ક સોસાયટીમાં કફ સીરપના જથ્થાના સંગ્રહ અને ખરીદ-વેચાણનું લાઇસન્સ અંગે પૂછતાં ન હોવાનું જણાવ્યું હતું.જેથી આરોપીઓ કફ સીરપનું ડબલ કિંમત લઈને વેચાણ કરતા હતા. પકડાયેલા અન્ય આરોપીઓમાં સાણંદ નો અરબાઝ શેખ ડ્રગ્સ પેડલર છે.. જે કફ શિરપનો જથ્થો ખરીદી ને વેચણ કરતો હતો..

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આરોપી ની પુછપરછ છેલ્લા 10 દિવસથી ગેરકાયદે કફસીરપ વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. જોકે શહેરમાં હવે એમ ડી ડ્રગ્સની સાથે કફ સીરપ ૃનું નેટવર્ક વધતા એસઓજીએ સર્ચ શરૂ કર્યું છે. આ આરોપીઓ લાયસન્સ ક્યારે મેળવ્યું અને કેટલા સમય થી આ નેટવર્ક ચાલતું હતું તેને લઈને તપાસ શરૂ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">