AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં 25 એપ્રિલ બાદ ગરમી વધવાની શક્યતા, અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્

ગુજરાતમાં હજી ગરમીનો પ્રકોપ વધશે એવા સંકેત હવામાન વિભાગે આપ્યા છે, હજી બે ત્રણ દિવસ રાહતની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં લોકોએ ગરમીથી બચવા માટે ખૂબ સાચવવું પડશે એ પણ એક હકીકત છે.

Sachin Kolte
| Edited By: | Updated on: Apr 22, 2024 | 11:41 PM
Share

રાજ્યમાં 25મી એપ્રિલ બાદ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર જતા ગરમી વધવાની શક્યતા છે. જ્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી ચાર દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે. જો કે ત્યારબાદ તાપમાનમાં વધારો થતા ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.

ગુજરાતમાં વધી રહેલું તાપમાન જેમાં ખાસ કરીને બાળકો ગર્ભવતી મહિલાઓ અને સિનિયર સિટીઝન તેમજ કોરોના વોરિયર એવા દર્દીઓ માટે આ ગરમી ખૂબ મોટો પડકાર સાબિત થઈ રહી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એપ્રિલ મહિનામાં 120 જેટલા દર્દીઓને ગરમીને કારણે અસર થઈને સારવાર લેવા માટે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ગરમીનો પ્રકોપ જોઈને ઓપીડીમાં આવતા દર્દીઓ તેમજ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવતા દર્દીઓ તેમજ તેમના સગા માટે રીક્ષા દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી પહોંચી રહે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વાભાવિક રીતે ગરમીમાં હાઈડ્રેટ રહેવું ખૂબ જરૂરી છે અને એ માટે જ આ વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદમાં સિવીલમાં આવતા દરેક વ્યક્તિ માટે પીવાનું પાણી લોકો જ્યાં છે ત્યાં પિરસવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે લોકોને જ્યાં બેઠા છે, OPD માં છે અથવા વેઇટીંગમાં બેઠા હોય તો ત્યાં જ પાણી મળી રહે સાથે સીવીલ કેમ્પસની અંદર ઇ-રિક્ષા પણ ચલાવવામાં આવે છે જેથી દર્દીઓને એક જગ્યાએથી બીજે જવું હોય તો એમા બેસી જઇ શકાય અને તેમા પણ દર્દીઓને પાણી પીરસવામાં આવે છે. ફક્ત સિવિલ હોસ્પિટલ જ નહીં પરંતુ ખાનગી દવાખાનાઓમાં પણ ગરમીને કારણે સારવાર લેવા આવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. ખાસ કરીને તાવ, ઝાડા ઉલટી તેમજ માથું દુખવું અને ઠંડું પાણી પીવાથી કોલ્ડ અને કફના કેસો પણ આવી રહ્યા છે.

એવામાં ડૉક્ટર્સ પણ સલાહ આપી રહ્યા છે કે, લોકોએ વિના કારણ ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. બહાર નીકળવું પડે એવી પરિસ્થિતિ હોય ત્યારે માથું ઢાંકેલું હોય તેમ જ ચહેરો ઢાંકેલો હોય ઉપરાંત ખુલ્લા પગે બહાર નીકળવાનું ટાળવું ખૂબ જરૂરી છે. હાલ તો તાપમાનનો પારો અમદાવાદમાં 37.7 નોંધાયો છે પરંતુ વલ્લભ વિદ્યાનગરમાં આ જ તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચ્યો છે. એવામાં ગરમીની ઋતુમાં સ્વ બચાવ જાતે જ કરવો જોઈએ એવી સલાહ સરકારી તંત્ર દ્વારા પણ આપવામાં આવી રહી છે. ગરમીના કારણે ઝાડા-ઉલટી, તાવ અને ડિ હાઇડ્રેશનના કેસ વધ્યા છે. જોકે અત્યારે ગરમી ઓછી થઇ છે પરંતુ આગામી સમયમાં પાછી ગરમી વધશે અને હીટવેવની પણ શક્યતા રહેલી છે. જેથી હીટસ્ટ્રોકથી તમે કેવી રીતે બચશો એ પણ જાણો

હીટ સ્ટ્રોકથી કેવી રીતે બચશો !

  • બને ત્યાં સુધી બપોરે 11 થી સાંજે 4 વાગ્યા સુધી બહાર ન નીકળો
  • બહાર નિકળો તો કોટનના કપડા પહેરો, માથુ અને ચહેરો ઢાંકો
  • મુસાફરી કરતા સમયે ખાસ કાળજી રાખવી
  • લિંબુ પાણી, શિકંજી, શરબત વધારે લેવું
  • દહી, છાશ, લસ્સી જેવું પ્રવાહી વધારે પીવુ
  • લો ઇમ્યુનિટીવાળા અથવા બીમાર લોકોએ ખાસ કાળજી રાખવી

ડૉ. નું કહેવું છે કે મોટાભાગે બાળકો અને સિનીયર સીટીઝન્સને ગરમીમાં વધુ અસર થતી હોય છે જેથી તેમને તો ખાસ ધ્યાન રાખવુ જોઇએ. સિવિલ હોસ્પિટલના સુપરટેન્ડેન્ટ રાકેશ જોશીના કહેવા મુજબ કોઈ સિનિયર પેશન્ટ કે, હીટ સ્ટોકને કારણે દર્દી હજુ દાખલ થયેલ નથી પરંતુ તમામ પ્રકારની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે.

બીજી તરફ ગુજરાત ભરના આંકડાઓ ઉપર નજર કરીએ તો 17 એપ્રિલથી લઈને 21 એપ્રિલ સુધીમાં ગરમીને લગતા જે કેસ 108 માં નોંધાયા છે તેમાં અમદાવાદ મોખરે છે અને કુલ આંકડો 71 છે. બીજા નંબરે સુરત જ્યાં 32 કોલ નોંધાયા છે. એ પછી વડોદરામાં 31 કોલ નોંધાયા છે તેમજ છોટાઉદેપુરમાં 22 કોલ નોંધાયા છે. આવામાં આવનારા સમયમાં ગરમીનું પારો વધે તો આ આંકડાઓ પણ વધે એવી શક્યતા છે, ત્યારે લોકોએ તંત્રની તેમજ ડોક્ટરની સલાહ લઈને તાત્કાલિક સારવાર લેવી તેમજ સતર્કતા દાખવી જરૂરી છે. આરોગ્ય તંત્ર અને ડૉ. તો લોકોની ફિકર કરે જ છે પરંતુ આમાં તો હવે લોકોએ જાતે પણ પોતાની ફિકર કરવાની જરૂર છે તો જ હીટવેવની અસરથી બચી શકાશે.

આ પણ વાંચો: હીટવેવની શક્યતાને જોતા શિક્ષણ વિભાગ આવ્યુ એક્શનમાં, સ્કૂલો સવારે 6 થી 11 સુધી ચલાવવા તમામ DEOને કરાયો પરિપત્ર- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">