Narendra Modi in Gujarat Highlights ડિજીટલ ટેકનોલોજીએ લોકોનું જીવન સરળ બનાવી દીધું, ઘરે બેઠાં સુવિધાઓ મળી રહે છેઃ મોદી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 5:07 PM

Narendra Modi in Gujarat Highlights વડાપ્રધાનના અનેકવિધ નવીન ડિજિટલ પહેલને પણ દેશવાસીઓ માટે ખુલ્લી મુકશે. તો ટેકનોલૉજીના વિવિધ પ્લેટફોર્મ થકી ભારતવાસીઓને મળતી સુવિધાઓના લાભો અંગેનું તકનીકી કૌશલ્યનું પ્રદર્શન વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે.

Narendra Modi in Gujarat Highlights ડિજીટલ ટેકનોલોજીએ લોકોનું જીવન સરળ બનાવી દીધું, ઘરે બેઠાં સુવિધાઓ મળી રહે છેઃ મોદી
Narendra Modi in Gujarat

Narendra Modi in Gujarat Highlights ગુજરાત વિધનસભાની ચૂંટણી (Gujarat Assembly election) નજીક આવતા ભાજપ નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે ફરી એક વાર PM નરેન્દ્ર મોદી(PM Modi gujarat visit) આજે ગુજરાતના પ્રવાસે છે. આજે ગાંધીનગર મહાત્મામંદિર ખાતેથી વડાપ્રધાન(PM Modi)  ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો (Digital india week)  દેશવ્યાપી શુભારંભ કરાશવશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના અનેકવિધ નવીન ડિજિટલ પહેલને પણ દેશવાસીઓ માટે ખુલ્લી મુકશે. તો ટેકનોલૉજીના વિવિધ પ્લેટફોર્મ થકી ભારતવાસીઓને મળતી સુવિધાઓના લાભો અંગેનું તકનીકી કૌશલ્યનું પ્રદર્શન વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Jul 2022 07:04 PM (IST)

    Narendra Modi in Gujarat LIVE: બે દિવસ બાદ મોદી ફરી ગુજરાત આવશે, 6 જુલાઈએ વડાપ્રધાન મોદી રાજકોટના પ્રવાસે આવશે

    Narendra Modi in Gujarat LIVE: આજે ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદી બે દિવસ બાદ ફરી ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદી રાજકોટમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે. ડ્રોન કેમેરાના માધ્યમથી તેઓ નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરશે. હાલ તમામ ફ્લેટનું રંગરોગાન તેમજ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. પ્રોજેક્ટર અંતર્ગત 11 ટાવરમાં કુલ 1144 ફ્લેટ બનાવાયા છે.

  • 04 Jul 2022 06:57 PM (IST)

    Narendra Modi in Gujarat LIVE: વડાપ્રધાન મોદી રાજભનવ પહોંચી ગયા છે અને હવે ત્યાંથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે

    Narendra Modi in Gujarat LIVE: વડાપ્રધાન મોદી રાજભનવ પહોંચી ગયા છે અને હવે ત્યાંથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે. જ્યાંથી તેઓ સીધા દિલ્હી જશે. મોદી ગુજરાતની ખુબ જ ટુંકી મુલાકાત પર ગુજરાત આવ્યા હતા.

  • 04 Jul 2022 06:55 PM (IST)

    Narendra Modi in Gujarat LIVE: કાર્યક્રમ પુર્ણ કરીને વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં રાજભવન જવા રવાના

    Narendra Modi in Gujarat LIVE: મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદી ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો દેશવ્યાપી શુભારંભ કરાવવવાની સાથે ડિજીટલ ટેકનોલોજીથી દેશમાં જે સુવિધાઓ ઉભી થઈ છે અને દુનિયામાં ભારતનું નામ ગુંજતું થયું છે તેના વિશે જાણકારી આપી હતી. આ કાર્યક્રમ પુર્ણ કરીને વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં રાજભવન જવા રવાના થયા હતા.

  • 04 Jul 2022 06:33 PM (IST)

    Narendra Modi in Gujarat LIVE: તમે તમારા બાળકોને લઈને આ પ્રદર્શન જોવા જજો. તમને એક નવું ભારત જોવા મળશે.

    Narendra Modi in Gujarat LIVE: ડિજીટલ અને ટેકનોલોજીના સેક્ટરોમાં યુવાઓને વધુને વધુ સમાવેશ થઈ રહ્યો છે. યુવાનો ઉત્સાહપુર્વક તેમાં આગળ વધી રહ્યા છે. આવા યુવાઓ પોતાના પ્રોજેક્ટ લઈને અહીં આવ્યા છે. તમે તમારા બાળકોને લઈને આ પ્રદર્શન જોવા જજો. તમને એક નવું ભારત જોવા મળશે. ડિજીટલ ટેક્નોલોજીની દિશામાં ભારત ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ દેશમાં એવી સરકાર છે કે તેને દેશના વિદ્યાર્થીઓ પર ભરોશો છે.

  • 04 Jul 2022 06:26 PM (IST)

    Narendra Modi in Gujarat LIVE: બાળકોમાં જે કોન્ફિડન્સ જોવા મળ્યો તે જોઈને લાગે છે કે આ દેશ તેના સપના સાકર કરીને રહેશે.

    Narendra Modi in Gujarat LIVE: પ્રદર્શનમાં દેશના ખુણે ખુણેથી બાળકો પોતાના પ્રોજેક્ટ લઈને આવ્યા છે. આટની નાની ઉંમરમાં તે દુનિયાની મોટી સમસ્યાઓના સમાધાન શોધી રહ્યા છે તે આપણા દેશની તાકાત છે. આ બાળકોમાં જે કોન્ફિડન્સ જોવા મળ્યો તે જોઈને લાગે છે કે આ દેશ તેના સપના સાકર કરીને રહેશે.

  • 04 Jul 2022 06:23 PM (IST)

    Narendra Modi in Gujarat LIVE: આપણો દેશ જે વિકસતો દેશ કહેવાય છે છતાં દુનિયાના 40 ટકા યુપીઆઈ ટ્રાન્જેક્શન ભારતમાં થાય છે

    Narendra Modi in Gujarat LIVE: ભારતમાં દર મીનિટી 1.30 લાખથી વધુ યુપીઆઈ ટ્રાન્જ્ક્શન થાય છે. દર સેકન્ડે 2200 ટ્રાન્જોક્શન થાય છે. આ કામ ડિજીટલ ઇન્ડિયાના માધ્યમથી જ થઈ શકે છે. દુનિયાના સમૃદ્ધ દેશ જેની સામે આપણો દેશ જે વિકસતો દેશ કહેવાય છે છતાં દુનિયાના 40 ટકા યુપીઆઈ ટ્રાન્જેક્શન ભારતમાં થાય છે. ભીમ યુપીઆઈ દ્વારા આ શક્ય બને છે. જે મોટા મોલવાળા સુવિધા આપી રહ્યા છે જે જ ટેકનોલોજી હવે લારીવાળા પણ ઉપયોગ કરી શકે છે. ભારતની યુપીઆસ સેવા આજે આખી દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર છે.

  • 04 Jul 2022 06:18 PM (IST)

    Narendra Modi in Gujarat LIVE: દેશમાં કરોડો લોકોને શોધી શોધીને વેક્સિનેશન કરાયું છે જે ડિજીટલ ટેક્નોલોજીના માધ્યમથી શક્ય બન્યું

    Narendra Modi in Gujarat LIVE: દેશમાં કોરોના વેક્સિનેશનનું જે અભિયાન ચલાવાયું છે તે ડિજીટલ ટેક્નોલોજીનું ઉતાહરણ છે. દેશમાં કરોડો લોકોને શોધી શોધીને વેક્સિનેશન કરાયું છે જે ડિજીટલ ટેક્નોલોજીના માધ્યમથી શક્ય બન્યું છે. લોકોને રસી મુકતાની સાથે જ તેનું સર્ટિફિકેટ મળી જાય છે તે પણ ડિજીટલ ટેક્નોલોજીની જ દેન છે.

     

  • 04 Jul 2022 06:12 PM (IST)

    Narendra Modi in Gujarat LIVE: વ્યવસ્થાઓનો કેવી રીતે લાભ લેવાય તેનાં ઉદાહરણ આપ્યાં

    Narendra Modi in Gujarat LIVE: મોદીએ જણાવ્યું કે પહેલાં જુરતામં વીજળીનું બીલ ભરવા માટે 900 જેટલી જગ્યા પર બીલ લેવાતાં હતાં. જો બીલ ન ભારય તો કનેક્શન કપાય જાય, મે ત્યારે અટલજીને વાત કરી કે પોસ્ટ ઓફિસમાં બિલ કલેક્શન માટેની મંજૂરી આપો. તેમણે મંજુરી આપી અને લોકોને મોટી સુવિધા મળી ગઈ, આવું જ રેલ્વે વાયફાયનો ઉપયોગ વિશે પણ કર્યું હતું. વિદ્યાર્થીઓ માટે તે ફ્રી કરાવ્યું જેથી વિદ્યાર્થીઓ પ્લેટફોર્મ પર જઈ ભણતા હતા અને ઉચ્ચ અભ્યાસ કરી શકતા હતા.

  • 04 Jul 2022 06:07 PM (IST)

    Narendra Modi in Gujarat LIVE: ટેકનોલોજીના માધ્યમથી 23 લાખ કરોડ રૂપિયા સીધા લાભાર્થીના બેંક ખાતામાં મોકલાયા- મોદી

    Narendra Modi in Gujarat LIVE: આજે ટેકનોલોજીના માધ્યમથી 23 લાખ કરોડ રૂપિયા સીધા લાભાર્થીના બેંક ખાતામાં મોકલાયા છે. ડિજીટલ ટેકનોલોજીના માધ્યમથી આ શક્ય બન્યું છે અને આના કારણે 2.23 લાખ કરોડ રૂપિયા બીજાના હાથમાં જતા બચી ગયા છે અને સીધા લાભાર્થીને મળ્યા છે.

  • 04 Jul 2022 06:01 PM (IST)

    Narendra Modi in Gujarat LIVE: ડિજીટલ ટેકનોલોજીનું ભારતમાં જબરદસ્ત નેટવર્ક છે. લોકોનું જીનવ સરળ થયું

    Narendra Modi in Gujarat LIVE: ડિજીટલ ટેકનોલોજીએ લોકોનું જીવન સરળ બનાવી દીધું છે. દરેક જગ્યાએ લાઈને લાગતી હતી અને ઓફિસોના ચક્કર કાપવા પડતાં હતા, પણ ડિઝીટલ ટેક્નોલોજીના કારણે આ બધું બંધ થઈ ગયું છે. મોટા ભાગની સરકારી યોજનાઓની સુવિધા ગામડામાં પણ ઘરે બેઠાં મળી રહે છે અને લોકોનો સમય અને પૈસા બચી જાય છે.

  • 04 Jul 2022 05:57 PM (IST)

    Narendra Modi in Gujarat LIVE: આજનો સમય ટેકનોલોજીને છે જે તેને ન અપનાવે તે પાછળ રહી જાય છે.

    Narendra Modi in Gujarat LIVE: મોદીએ જણાવ્યું કે આજનો સમય ટેકનોલોજીને છે જે તેને ન અપનાવે તે પાછળ રહી જાય છે. ગુજરાત આજે ડિજીટલ ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં પથદર્શક બની રહ્યું છે.

  • 04 Jul 2022 05:53 PM (IST)

    Narendra Modi in Gujarat LIVE: આજે શરૂ કરાયેલા સાત પ્રોજેક્ટ આ સ્ટાર્ટઅપ અભિયાનને આગળ વધારવાનું જ કામ કરે છે- મોદી

    Narendra Modi in Gujarat LIVE: આઠ વર્ષ પહેલાં શરૂ થયેલું સ્ટાર્ટઇપના આ અભિયાનમાં દર વર્ષે નવા આયામ જોડાયા છે. નવી ટેક્નોલોજી જોડાઈ છે આજે શરૂ કરાયેલા સાત પ્રોજેક્ટ આ અભિયાનને આગળ વધારવાનું જ કામ કરે છે. આ પ્રોક્ટના કારણે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોસ્તાહન મળી રહ્યું છે.

  • 04 Jul 2022 05:50 PM (IST)

    Narendra Modi in Gujarat LIVE: PM મોદીએ એક જ મંચ પરથી રીમોટ કંટ્રોલ મારફત એક સાથે સાત પ્રોજેક્ટ શરૂ કરાવ્યા

    Narendra Modi in Gujarat LIVE: PM મોદીએ એક જ મંચ પરથી રીમોટ કંટ્રોલ મારફત એક સાથે સાત પ્રોજેક્ટ શરૂ કરાવ્યા હતા. આ દરેક પ્રોજેક્ટની સાથે તેના વિશેની એક-એક શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.

    PM મોદીએ શરૂ કરાવેલા સાત પ્રોજેક્ટ

    1. ઇન્ડિયા સ્ટેક ગ્લોબલ
    2. માય સ્કીમ,
    3. મેરી પહેચાન, (નેશનલ સિંગલ સાઈન ઓન)
    4. ડિજીટલ ઇન્ડિયા ભાષિણી
    5. ડિજીટલ ઇન્ડિયા જેનેસિસ
    6. ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ
    7. ઇ-બુક (ડિજીટલ ઇન્ડિયા વિશેની તમામ જાણકારી)
  • 04 Jul 2022 05:39 PM (IST)

    Narendra Modi in Gujarat LIVE: વડાપ્રધાને રીમેટ કંટ્રોલનું બટન દબાવી કુલ સાતમાંથી એક પ્રોજેક્ટ ઇન્ડિયા સ્ટેક ગ્લોબલ શરૂ કરાવ્યો

    Narendra Modi in Gujarat LIVE: વડાપ્રધાને રીમેટ કંટ્રોલનું બટન દબાવી કુલ સાતમાંથી એક પ્રોજેક્ટ ઇન્ડિયા સ્ટેક ગ્લોબલ શરૂ કરાવ્યો હતો. આ સાથે તેને લગતી એત ફિલ્મ બતાવી હતી.

  • 04 Jul 2022 05:36 PM (IST)

    Narendra Modi in Gujarat LIVE: કાર્યક્રમમાં ડિજીટલ ટેક્નોલોજી માણસના જીનવમાં કઈ રીતે ક્રાંતી લાવી રહી છે તેને એક ફિલ્મ બતાવવામાં આવી

    Narendra Modi in Gujarat LIVE: કાર્યક્રમમાં ડિજીટલ ટેક્નોલોજી માણસના જીનવમાં કઈ રીતે ક્રાંતી લાવી રહી છે તેને એક ફિલ્મ બતાવવામાં આવી હતી. અને આગામી સમયમાં ડિજીટલ ટેકનોલોજીના માધ્યમથી આપણે શું મેળવી શકીશું તે વિશે પણ જાણકારી આપવામાં આવી હતી.

  • 04 Jul 2022 05:29 PM (IST)

    Narendra Modi in Gujarat LIVE: સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ડિજીટલ ટેક્નોલોજીના વ્યાપની જાણકારી આપી

    Narendra Modi in Gujarat LIVE: આ કાર્યક્રમનું સંબોધન કરતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતમાં ડિજીટલ ટેક્નોલોજીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેમણે રાજ્યમાં જે જે જગ્યાએ ડિજીટલ ટેકનોલોજીનો ઉપગોગ થઈ રહ્યો છે તેના વિશેની જાણાકરી આપી હતી.

  • 04 Jul 2022 05:17 PM (IST)

    Narendra Modi in Gujarat LIVE: ડિજિટલ ઈન્ડિયા વીક 2022 કાર્યક્રમના મંચ પર વજાપ્રધાન મોદી પધાર્યા

    Narendra Modi in Gujarat LIVE: મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદી ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો દેશવ્યાપી શુભારંભ કરાવશે. આ કાર્યક્રમના મંચ પર વડાપ્રધાન મોદી પધાર્યા છે. દરમિયાન વડાપ્રધાન અનેકવિધ નવીન ડિજિટલ પહેલને પણ દેશવાસીઓ માટે ખુલ્લી મુકશે.

  • 04 Jul 2022 05:07 PM (IST)

    IND vs ENG, LIVE Score: 5મી ટેસ્ટના ચોથા દિવસે લંચ બ્રેકની જાહેરાત

  • 04 Jul 2022 05:04 PM (IST)

    IND vs ENG, LIVE Score:ભારતની લીડ 350 સુધી પહોંચી

    લીચે 71મી ઓવર નાંખી જેમાં તેણે 6 રન આપ્યા. ઓવરના ચોથા બોલ પર શમીએ બેકવર્ડ પોઈન્ટ પર બાઉન્ડ્રી ફટકારી હતી. ભારતની લીડ હવે 350 પર પહોંચી ગઈ છે પરંતુ યજમાન ટીમ સામે જીતવા માટે તેણે આ લીડને હાલ માટે ઓછામાં ઓછા 400 સુધી લઈ જવી પડશે.

  • 04 Jul 2022 05:04 PM (IST)

    Narendra Modi in Gujarat LIVE: વડાપ્રધાન મોદીએ મહાત્મા મંદિરમાં સ્ટોલની મુલાકાત લઇ તેમાં પ્રદર્શિ કરાયેલા પ્રોજેક્ટ્સની જાણકારી મેળવી

    Narendra Modi in Gujarat LIVE: ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી 200થી વધુ સ્ટોલ સાથેનો ડિજિટલ મેળો યોજવામાં આવ્યો છે, જેમાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સ અંગેનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ આ સ્ટોલની મુલાકાત લઇ તેમાં પ્રદર્શિ કરાયેલા પ્રોજેક્ટ્સની જાણકારી મેળવી હતી.

Published On - Jul 04,2022 4:55 PM

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">