PM નરેન્દ્ર મોદીએ MSME માટે નવી સ્કીમ શરૂ કરી, કહ્યું- 18 હજાર નાના ધંધાર્થીઓને 500 કરોડ ટ્રાન્સફર કર્યા

'આંત્રપ્રેન્યોર ઈન્ડિયા' ફંક્શનમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બનાવી રહ્યા છીએ. અમારી સરકારે MSME સેક્ટર માટે ઘણાં પગલાં લીધાં છે. અમારી સરકારે 18,000 MSME ને 500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.

PM નરેન્દ્ર મોદીએ MSME માટે નવી સ્કીમ શરૂ કરી, કહ્યું- 18 હજાર નાના ધંધાર્થીઓને 500 કરોડ ટ્રાન્સફર કર્યા
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 2:00 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) નાના વેપારીઓ માટે નવી યોજના શરૂ કરી છે. PM મોદીએ MSMEs માટે Raising & Accelerating MSME પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પીએમએ કહ્યું કે, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ( Micro, Small and Medium Enterprises – MSME) સેક્ટરને સશક્ત બનાવવું મહત્વપૂર્ણ છે. સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બનાવવી. અમારી સરકારે MSME સેક્ટર માટે ઘણાં પગલાં લીધાં છે. અમારી સરકારે 18,000 MSME ને 500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. MSME ક્ષેત્રના વિસ્તરણ પર અભૂતપૂર્વ ભાર આપવામાં આવી રહ્યો છે. જેનાભાગરૂપે, આજે ઘણી નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓ MSME ક્ષેત્રની ગુણવત્તા અને પ્રગતિ સાથે સંબંધિત છે.

MSME ને મહત્તમ સમર્થન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, MSME સેક્ટરને મજબૂત કરવા માટે, છેલ્લા આઠ વર્ષમાં અમારી સરકારે બજેટમાં 650 ટકાથી વધુનો વધારો કર્યો છે. એટલે કે, અમારા માટે MSME નો અર્થ છે – MSME ને મહત્તમ સમર્થન. ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) હેઠળ કેન્દ્ર સરકારે MSME માટે 3.5 લાખ કરોડ રૂપિયાની ખાતરી આપી છે, જેથી લગભગ 1.5 કરોડ નોકરીઓ બચી શકે, જે એક મોટો આંકડો છે.

PMO માટે GeM પોર્ટલ પરથી તામિલનાડુના ગામડાથી થર્મોસ મંગાવ્યું

PM એ કહ્યું, જો તમે પણ થર્મોસ વેચવા માંગતા હોવ તો સરકાર તેને GeM પોર્ટલ પરથી ખરીદી શકે છે. મને મારી ઓફિસમાં થર્મોસની જરૂર હતી, અમે GeM પોર્ટલ પર ગયા જ્યાં તમિલનાડુના એક ગામની એક મહિલાએ થર્મોસ આપ્યું. તામિલનાડુના ગામડાથી પીએમઓમાં થર્મોસ આવ્યો, તેમને પૈસા મળ્યા અને મને ગરમ ચા મળી. આ GeM પોર્ટલનો ફાયદો હતો.

આ પણ વાંચો

8 વર્ષમાં ખાદીનું વેચાણ 4 ગણું વધ્યું

તેમણે કહ્યું કે, પહેલીવાર ખાદી અને ગ્રામોદ્યોગનું ટર્નઓવર રૂ. 1 લાખ કરોડને વટાવી ગયું છે. આ શક્ય બન્યું છે કારણ કે અમારી બહેનોએ ગામડાઓમાં અમારા નાના સાહસિકો દ્વારા ખૂબ જ મહેનત કરી છે. છેલ્લા 8 વર્ષમાં ખાદીના વેચાણમાં 4 ગણો વધારો થયો છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">