MICAના વિદ્યાર્થીની હત્યા કરનાર નીકળ્યો પોલીસ કોન્સ્ટેબલ, સરખેજ પોલીસ સ્ટેશનમાં બજાવે છે ફરજ
MICAના વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસ કોન્સ્ટેબલ હોવાનો મોટો ખુલાસો થયો છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢિયાર નામનો પોલીસકર્મી હત્યા કરીને પંજાબ ભાગી ગયો હતો. અમદાવાદ ક્રાઇમ બાંચે વિરેન્દ્રસિંહ પઢિયારને ઝડપી પાડ્યો છે.
અમદાવાદમાં માઇકા ઈન્સ્ટિટ્યુટના વિદ્યાર્થીની હત્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ કોન્સ્ટેબલ આરોપી નિકળ્યો છે. ક્રાઇમ બ્રાંચે પંજાબથી આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવક પ્રિયાંશુ જૈનની હત્યાના કેસમાં પોલીસે આરોપીઓનો સ્કેચ જાહેર કર્યાના 24 કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે.
હત્યારો ભાગી ગયો હતો પંજાબ
MICAના વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસ કોન્સ્ટેબલ હોવાનો મોટો ખુલાસો થયો છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢિયાર નામનો પોલીસકર્મી હત્યા કરીને પંજાબ ભાગી ગયો હતો. અમદાવાદ ક્રાઇમ બાંચે વિરેન્દ્રસિંહ પઢિયારને ઝડપી પાડ્યો છે. પોલીસકર્મીએ દારૂના નશામાં હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
આરોપી અવાવરુ જગ્યાએ કાર મુકીને થઇ ગયો હતો ફરાર
મહત્વનું છે કે જે જગ્યાએ હત્યા થઇ હતી. તેની આસપાસ એક કિલોમીટરમાં કોઇ પણ સીસીટીવી ન હતા. પરંતુ સ્થાનિક સૂત્રો પાસેથી માહિતીના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું બ્લેક કારમાં આવેલી વ્યક્તિએ હત્યા કરી હતી. ત્યાર બાદ વિરેન્દ્રસિંહ પઢિયાર તેની કાર અવાવરૂ જગ્યાએ મૂકીને પંજાબ ભાગી ગયો હતો, પરંતુ પોલીસે એક પછી એક કડી જોડતા હત્યાનો ભેદ ઉકેલાયો છે.
મૃતક UPના મેરઠનો હતો વતની
ઉત્તર પ્રદેશના મેરઠના વતની 23 વર્ષીય પ્રિયાંશુ જૈન શેલાની માઇકા કોલેજમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. રવિવારે રાતે આઠ વાગે પ્રિયાંશુ અને તેની સાથે અભ્યાસ કરતા પૃથ્વીરાજ મહાપાત્રા નામના યુવકને કોલેજમાં ઇન્ટરવ્યૂ હતુ. મોડી રાત્રે ચાર રસ્તા પાસે વળાંક લેતા સમયે પૂરઝડપે એક કાર પસાર થઇ હતી. જેથી પ્રિયાંશુએ આરોપીને વાહન સરખું ચલાવવાનું કહ્યું હતું અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતે ગુસ્સે થઈને કારચાલકે તેને એક સાથે બે છરીથી યુવકને ઘા ઝીંકી દીધા હતા. બાદમાં પ્રિયાંશુ જૈનનો મિત્ર પૃથ્વીરાજ તેને સારવાર માટે બોપલની એક ખાનગી હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.