22 નવેમ્બરના મહત્વના સમાચાર : ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં તપાસનો ધમધમાટ, આરોપી ચિરાગ રાજપૂતના ઘરેથી પણ મળી આવ્યો દારૂનો જથ્થો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2024 | 9:09 AM

આજે 22 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

22 નવેમ્બરના મહત્વના સમાચાર : ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં તપાસનો ધમધમાટ, આરોપી ચિરાગ રાજપૂતના ઘરેથી પણ મળી આવ્યો દારૂનો જથ્થો

LIVE NEWS & UPDATES

  • 22 Nov 2024 01:36 PM (IST)

    ખેડા: મહેમદાવાદ શહેરના સામૂહિક આરોગ્ય કેન્દ્રની બેદરકારી

    ખેડા: મહેમદાવાદ શહેરના સામૂહિક આરોગ્ય કેન્દ્રની બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાયો છે. દરરોજ 300થી વધુ દર્દીઓ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લે છે. મેડિકલ વેસ્ટના કારણે પશુઓને પણ નુકસાન થઇ રહ્યુ છે. ગાય મેડિકલ વેસ્ટ ખાતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

  • 22 Nov 2024 12:38 PM (IST)

    રાજકોટઃ ઓનલાઇન ગેમિંગ એપે લીધો એકનો ભોગ

    રાજકોટઃ ઓનલાઇન ગેમિંગ એપે એકનો ભોગ લીધો.ગેમિંગ એપના સટ્ટામાં હારી જતા કોલેજિયન યુવકે આપઘાત કર્યો. શહેરના નાગેશ્વર જૈન દેરાસર પાસે આ ઘટના બની છે. 20 વર્ષના ક્રિષ્ણા પંડિત નામના યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

  • 22 Nov 2024 12:33 PM (IST)

    સુરત: UPSCમાં 1 માર્ક્સથી નાપાસ થતા પરપ્રાંતિય યુવકનો આપઘાત

    સુરત: UPSCમાં 1 માર્ક્સથી નાપાસ થતા પરપ્રાંતિય યુવકે આપઘાત કર્યો છે. સચિન વિસ્તારમાં રહેતા યુવકે સાતમા માળેથી મોતની છલાંગ લગાવી. લો રાઈઝ એપાર્ટમેન્ટની ગેલેરમાંથી કૂદીને યુવકે જીવન ટૂંકાવ્યું. મૃતક યુવક મૂળ ઉત્તરપ્રદેશના હરદ્વારી ગામનો રહેવાસી છે. છેલ્લા 1 મહિનાથી સચિન ખાતે કૈલાસ નગરમાં આવીને રહેતો હતો. UPSCમાં 1 માર્ક્સથી રહી જતા છેલ્લા ઘણા સમયથી યુવક તણાવમાં હતો.

  • 22 Nov 2024 11:08 AM (IST)

    બનાસકાંઠાઃ વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું પરીણામ આવતીકાલે

    બનાસકાંઠાઃ વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું પરીણામ આવતીકાલે છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીતની આશા વ્યકત કરી છે. વાવ બેઠક પર ત્રિપાખીયા જંગ વચ્ચે ભાજપ ઉમેદવારને જીતની આશા છે. ઠાકોર મતદારો પોતાના તરફેણમાં હોવાનો દાવો કર્યો છે. માવજી પટેલને કારણે ભાજપને ફાયદો થયાનો સ્વરૂપજીનો દાવો છે.

  • 22 Nov 2024 09:37 AM (IST)

    ગીર સોમનાથ: આજે ચિંતન શિબીરનો બીજો દિવસ, મંત્રીઓ અને અધિકારીઓએ કર્યા યોગ

    ગીર સોમનાથ: આજે ચિંતન શિબીરનો બીજો દિવસ છે. બીજા દિવસે મંત્રીઓ અને અધિકારીઓએ  યોગ કર્યા. આજે ડિજીટલ ટેક્નોલોજી પર ભાર મુકાશે. સરકારી સેવાઓમાં ડિજીટલ સુદ્રઢીકરણ પર વકત્વય અપાશે. AI અને ડેટા એનાલિસીસ પર ભાર મુકાશે. અલગ અલગ મંત્રીઓ અને અધિકારીઓની ગ્રુપ મિટીંગો થશે.

  • 22 Nov 2024 09:11 AM (IST)

    રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો

    રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. નલિયામાં સૌથી ઓછું 13 ડિગ્રી તાપમાન નોંધાયુ. 8 શહેરોમાં ઠંડીનો પારો 17 ડિગ્રીથી નીચે છે. ડીસામાં 14, કંડલામાં 14.5, વડોદરામાં 14.6 ડિગ્રી તાપમાન છે. રાજકોટમાં 16.6, ભુજમાં 16.8, અમદાવાદમાં 17.5 ડિગ્રી તાપમાન છે.

  • 22 Nov 2024 09:10 AM (IST)

    ખ્યાતિકાંડમાં તપાસનો ધમધમાટ

    આરોપી ચિરાગ રાજપૂતના ઘરેથી પણ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો. ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા મોત મામલે નોંધાયેલી ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત તપાસ કરી રહી છે. ખ્યાતિ હોસ્પિટલનાં CEO અને આ કેસના સહ આરોપી ચિરાગ રાજપૂતનાં ઘેર પણ પોલીસ પહોંચી હતી. રિવેરા બ્લૂઝની બી-વિંગના ત્રીજા માળે આવેલા ચિરાગ રાજપૂતના ઘેર પોલીસે તપાસ કરી હતી. જ્યાંથી પણ મોટી માત્રામાં દારૂનો જથ્થો મળ્યો. તો ઘટનાનાં બીજા દિવસે ચિરાગ રાજપૂતે પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની વાત કરી હતી. જો કે હાલ તો તે ફરાર છે.

સુરતના મોટા વરાછામાં જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢ્યુ. આરોપીઓની શાન ઠેકાણે આવી.  વહેલી સવારથી જામનગર માર્કેટીંગ યાર્ડમા મગફળીના વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. યાર્ડ બહાર 500થી વધુ વાહનોની કતારો લાગી છે. ગીરસોમનાથના કોડીનારમાં ધોળા દિવસે અસામાજીક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. ફાસ્ટ ફૂડની દુકાનમાં હથિયારો સાથે હુમલો કર્યો. કાયદો  વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો. 5 આરોપીઓની ધરપકડ. ન્યુઝ નાઇન ગ્લોબલ સમિટનાં જર્મન સંસ્કરણનો પ્રારંભ. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈશ્ણવ અને જ્યોતિરાદિત્ય સિંધિયા રહ્યા ઉપસ્થિત. તો આજે PM મોદી સમિટને કરશે સંબોધન. દિલ્લીમાં પ્રદૂષણ જોખમી સ્તરે. અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને પાર. વજીરપુરમાં AQI સૌથી વધુ 436 નોંધાયો. યમુના નદીના પ્રદૂષણમાં વધારો થયો છે. નદી પર ઝેરી ફીણની ચાદર જોવા મળી. કાલિંદી કૂંજ વિસ્તારમાં ફીણના ગોટેગોટા જોવા મળ્યા.

Follow Us:
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
g clip-path="url(#clip0_868_265)">