Video: નરાધમે કર્યું અઢી વર્ષની બાળકીનું અપહરણ, પરંતુ હેવાનની મુરાદ પર રખડતા શ્વાને ફેરવ્યું પાણી

|

Jun 24, 2024 | 5:46 PM

કૂતરાને માણસનો વફાદાર મિત્ર ગણવા માં આવે છે, રાજ્યના અલગ અલગ શહેરો માંથી રખડતા શ્વાનના આતંક અને હુમલાના સમાચાર અવારનવાર આવતા હોય છે. પરંતુ અમદાવાદ ના વસ્ત્રાપુરના રખડતા શ્વાનએ એક માસૂમ બાળકી સાથે દુષકર્મની ઘટના અટકાવી છે અને બાળકીના અપહરણકારને ભાગવા માટે મજબૂર કર્યો. 

Video: નરાધમે કર્યું અઢી વર્ષની બાળકીનું અપહરણ, પરંતુ હેવાનની મુરાદ પર રખડતા શ્વાને ફેરવ્યું પાણી

Follow us on

વસ્ત્રાપુરના ગુરુદ્વારા નજીક ગત 20 અને 21 મી જૂન ની મધ્યરાત્રી એક ઈસમ માસૂમ બાળકીને લઈને જઈ રહ્યો હતો. અજાણ્યા ઈસમને આ રીતે જતો જોઈ અહીંના રખડતા શ્વાન સતર્ક થઈ ગયા અને એક સાથે ભસવા લાગ્યા. શ્વાનના સામુહિક ભસવાના સતત અવાજને કારણે અહીં રહેતા લોકો જાગી ગયા,તો વસ્ત્રાપુર બગીચામાં આ બાળકી રડતી હાલતમાં હતી.

અજાણી બાળકી રડતી હાલતમાં મળી આવતા સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરી અને હરકતમાં આવી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ ના ACP ભરત પટેલે આ સમગ્ર ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું કેવસ્ત્રાપુર પોલીસે બાળકીના માતા પિતાને શોધ્યા એ દરમ્યાન CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી કે બાળકી કોણ છે અને તે, તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોતરાઈ અને સતત 36 કલાક ની તપાસ ને અંતે રોડ પરના CCTV કેમેરામાં બાળકી સાથે એક યુવક જતો દેખાયો.

CCTV ફૂટેજની ચકાસણી કરી અને તેમાં પગેરું મેળવવાનો પ્રયાસ

જે ફૂટેજ મળ્યા તેમાં આરોપીની ઓળખ કરવી શક્ય નહોતી. અન્ય CCTV ફૂટેજ ની ચકાસણી કરી અને તેમાં પગેરું હોટેલ હયાત અને હોટેલ મેરિયોટ સુધી પહોંચ્યું. CCTV ફૂટેજને આધારે ક્રાઇમ બ્રાન્ચની તપાસ આ બંને હોટેલો સુધી પહોંચી તો આ શખ્સ વાસણ ધોવાનું કામ કરતો અંદાજે 20 વર્ષીય વિજય કુમાર મહાતો હતો.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

બદ-ઇરાદે તેનું અપહરણ કર્યું

જે મૂળ બિહારનો વતની છે.પૂછપરછ માં ખુલાસો થયો કે તે રસ્તા પરથી જઈ રહ્યો હતો તે સમયે બાળકી તેની માતા પાસે સુઈ રહી હતી, ત્યારે બદ-ઇરાદે તેનું અપહરણ કર્યું હતું. પરંતુ કૂતરા ભસવા લાગતા અને એક ચોકીદાર આવી જતાં તે બાળકીને ત્યાંજ મૂકી ફરાર થઇ ગયો હતો.

ઘટનાએ  શ્વાનની વફાદારી અને સતર્કતાને ઉજાગર કરી

ક્રાઇમ બ્રાન્ચે વિજયની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ શરૂ કરી છે.આ પ્રકાર ની અન્ય કોઈ ઘટના ને તેના દ્વારા અંજામ આપવામાં આવ્યો છે કે કેમ અને તેની સાથે આવા અન્ય કોઈ વિકૃત છે કે કેમ તે અંગે પોલીસ ની તપાસ જારી છે.જોકે આ ઘટના એ ફરી એકવાર શ્વાનની વફાદારી અને સતર્કતાને ઉજાગર કરી છે.. માનવી ભલે રાત્રી ની મીઠી નીંદર માનતો હોય પરંતુ આ અબોલ પશુ એવા શ્વાન રખડતું જીવન જીવી ને પણ ચોકીદારી ને પોતાની ભૂમિકા વફાદારી પૂર્વક નિભાવતા હોય છે.

Published On - 9:42 pm, Sun, 23 June 24

Next Article