Rathyatra 2022 : મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથને ખીચડીનો ભોગ ધરાવાયો, જાણો છપ્પન ભોગ છોડી ભગવાન કેમ આરોગે છે ખીચડી ?

મંગળા આરતીબાદ ભગવાન જગન્નાથને (Lord Jagannath) ખીચડીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાનની આંખેથી પાટા ખોલવામાં આવ્યાં હતા. ભગવાનના પાટા ખોલતી વખતે ભક્તોએ રાસ અને ગરબાની પ્રસ્તુતિ કરી હતી.

Rathyatra 2022 : મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથને ખીચડીનો ભોગ ધરાવાયો, જાણો છપ્પન ભોગ છોડી ભગવાન કેમ આરોગે છે ખીચડી ?
Khichdi Mahaprasad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 10:15 AM

થોડીવારમાં ભગવાન જગન્નાથની(Lord Jagannath)  145મી રથયાત્રાનો આરંભ થશે. ત્યારે વહેલી સવારે મંગળા આરતીબાદ ભગવાન જગન્નાથને(Jagannath Rathyatra) ખીચડીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાનની આંખેથી પાટા ખોલવામાં આવ્યાં હતા. ભગવાનના પાટા ખોલતી વખતે ભક્તોએ રાસ અને ગરબાની પ્રસ્તુતિ કરી હતી. તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit SHah) સવારે 3.50 વાગ્યે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રથની આસપાસ RAFના જવાનો ગોઠવવામાં આવ્યા છે. વહેલી સવારે ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી હતી.

ભગવાનને ખીચડી છે સૌથી પ્રિય

ભગવાન જગન્નાથ માટે ઘણા ભોગ તૈયાર કરવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ભગવાનને ખીચડી સૌથી પ્રિય છે ? જેની પાછળ એક રસપ્રદ કહાની છે.પૌરાણિક માન્યતા મુજબ જગન્નાથ પુરીમાં ભગવાન કૃષ્ણની(Lord Krishna)  પરમ ભક્ત કર્માબાઈ રહેતી હતી. તેઓ ભગવાનને પોતાના દિકરાની જેમ સ્નેહ કરતા હતા. એકવાર તેમણે ભગવાનને પોતાના હાથે બનાવેલી ખીચડી ખાવા આપી, ઠાકોરજીને આ ખીચડી એટલી પસંદ આવી કે તેમણે કર્માબાઈને કહ્યું કે, મારા માટે તમે રોજ ખીચડી જ બનાવો. હું તમારા ઘરે આવીને ખાઈશ.કર્માભાઈ રોજ સવારે ઉઠતા અને સૌથી પહેલા ભગવાન માટે ખીચડી બનાવતા હતા. પરંતુ એકવાર એક મહાત્મા કર્માબાઈના ઘરે પહોંચ્યા. તેમણે કર્માબાઈને કહ્યું કે, પહેલા નહાઈને તમારે ભગવાનને ખીચડી આપવી જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

બાદમાં કર્માબાઈએ મહાત્માના જણાવ્યા અનુસાર ભગવાન માટે ખીચડી બનાવવાનું નક્કી કર્યું. ભગવાન જ્યારે ખીચડી આરોગવા આવ્યા તો કર્માબાઈએ કહ્યું કે, પ્રભુ હું હજી સ્નાન કરી રહી છું. એટલે થોડો સમય લાગશે. ભગવાનને ઉતાવળ હતી કારણ કે મંદિરના દ્વાર ખુલવાના હતા. તેથી મોડું થઈ જતા ભગવાને ઉતાવળમાં ખીચડી તો ખાધી પરંતુ તેમા રોજ જેવો સ્વાદ નહોતો. પાણી પીધા વિના જ ભગવાન મંદિર પહોંચ્યા. મંદિરની બહાર મહાત્માને જોઈને તેઓ બધુ સમજી ગયા.

કર્માબાઈની યાદમાં ભગવાન જગન્નાથને ધરાવાય છે ખીચડી

મંદિરના કપાટ ખોલવામાં આવ્યા કે, પુજારીએ જોયું કે ભગવાનાના મોં પર ખીચડી ચોંટેલી છે. પુજારીએ જ્યારે પુછ્યું તો ભગવાને કહ્યું કે, હું રોજ કર્માબાઈના જઈને ખીચડી ખાઉં છું. પરંતુ આજે મોડું થયું. તમે મા કર્માબાઈને ઘરે જાઓ અને તેમને સમજાવો. પુજારીના સમજાવ્યા બાદ સંત કર્માબાઈના ઘરે ગયા અને તેમની પાસે જઈને કહ્યું કે, તમે જેમ પહેલા ખીચડી(Khichdi)  બનાવતા હતા, તેમ જ બનાવો. તમારા ભાવથી જ ઠાકોરજી ખીચડી ખાતા રહેશો. પછી એક દિવસ એવો આવ્યો કે, કર્માબાઈનું નિધન થયું. એ દિવસ પુજારીએ મંદિરના પટ ખોલ્યા તો જોયું કે ભગવાની આંખમાં આંસૂ હતા. પૂજારીએ પુછ્યું તો ભગવાને કહ્યું કે, હવે મને ખીચડી કોણ ખવડાવશે ? ત્યારથી જ રોજ કર્માબાઈની યાદ સાથે ભગવાનને રોજ ખીચડીનો ભોગ ધરવામાં આવે છે.

g clip-path="url(#clip0_868_265)">