રેલ્વે દ્વારા સ્ટેશનો પર નિયમિત સ્પીકર મારફતે જાહેરાત કરવી જેવી કે ટ્રેનની મુસાફરી દરમિયાન પેસેન્જરે ટ્રેનોમાં ફટાકડા, ગેસ સિલિન્ડર, એસિડ, પેટ્રોલ, કેરોસીન વગેરે જેવા જ્વલનશીલ અને વિસ્ફોટક વસ્તુઓ સાથે ન રાખવી. તેમજ ઝોનલ રેલ્વેના અધિકારીઓને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરોની હિલચાલ પર કડક નજર રાખવા સૂચના આપી છે.
સાથે જ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP)ના કર્મચારીઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. જેથી કરીને સામાન અને પાર્સલ વસ્તુઓ લોડ કરતા પહેલા સારી રીતે સ્કેન કરી મુસાફરોને પ્રવેશ આપી આવા પદાર્થો ઝડપી લોકોને સુરક્ષિત કરી શકાય.
જન જાગૃતિ અભિયાન શરૂ કર્યું
નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી કરાઈ
ભારતીય રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ જ્વલનશીલ પદાર્થ ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ અને કેરોસિન, સ્ટવ, માચિસ, સિગરેટ લાઈટર અને ફટાકડા સહિત કોઈપણ વિસ્ફોટક પદાર્થનો સાથે ન લઈ જાય તેનો ઉપયોગ ન કરે. અને જો તેમ છતાં કોઈએ તે કાર્ય કર્યું તો રેલવે અધિનિયમ 1989 ની ધારા 67, 164 અને 165 મુજબ, રેલવે પર જ્વલનશીલ અને વિસ્ફોટક સામગ્રી લઈ જવા પર ગુનો બને છે, જેમાં કોઈપણ નુકસાન કે ઈજા અથવા તકલીફ માટે જવાબદાર હોવા પર 1,000 સુધીનો દંડ અથવા ત્રણ વર્ષ સુધીની જેલ અથવા બંનેની જોગવાઈ છે.
અમદાવાદ રેલવે મંડળ એ વિવિધ સાર્વજનિક સ્થળો જેવા કે પાર્સલ કચેરી, ટ્રેનો, પેન્ટ્રી કાર, ખાનપાન સ્ટોલ વગેરે ઉપર આરપીએફ અને વાણિજ્યિક વિભાગ દ્વારા 300 થી વધુ તપાસ કરી અને આ સંબંધમાં વિવિધ બેઠકો આયોજિત કરી છે. તમામ કેટરિંગ સ્ટાફ, વાણિજ્યિક સ્ટાફ, આરપીએફ સ્ટાફ, સહાયકોને આ સંબંધમાં જાગૃત કરવામાં આવ્યા છે.
આ સાથે જ પશ્ચિમ રેલ્વે પર ટ્રેનોમાં અને રેલ્વે પરિસરમાં જ્વલનશીલ વસ્તુઓ ન લઈ જવા માટે જાગૃતિ લાવવા માટે વિશેષ ડ્રાઈવો હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 13 કેસ નોંધવામાં આવ્યા હતા. તો 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને રૂ.1.63 લાખની કિંમતની જ્વલનશીલ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. તાજેતરમાં 7 નવેમ્બરના રોજ અમદાવાદ સ્ટેશન પર એક અંકલેશ્વરનો રહેવાસી રોનક પટેલ ફટાકડાના મોટા કન્સાઈનમેન્ટ સાથે ઝડપાઈ ગયો હતો. અને રrpf, અમદાવાદ ક્રાઈમ હેઠળ ગુનો દાખલ કરી કલમ-164 રેલ્વે એક્ટ-1989 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:06 pm, Sat, 18 November 23