હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા 23 થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન ભવ્ય આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન

|

Jan 20, 2025 | 7:51 PM

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરી થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું (HSSF) આયોજન કરવામાં આવ્યું છે.

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા 23 થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન ભવ્ય આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન

Follow us on

આધ્યાત્મ અને સેવાનું ભવ્ય સંગમ એવો આ મેળો ગુજરાત યુનિવર્સિટી મેદાન, હેલ્મેટ સર્કલ પાસે, અમદાવાદ ખાતે યોજાશે. આ કાર્યક્રમની વિસ્તૃત માહિતી ઘનશ્યામ વ્યાસ (સચિવ, HSSF–ગુજરાત) દ્વારા આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે 23 જાન્યુઆરી થી 26 જાન્યુઆરી 2025 સુધી ચાલનારા આ મેળામાં વિભિન્ન સંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક વિષયોનું સુંદર સમન્વય કરવામાં આવ્યું છે.

મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મા. સુરેશ ભય્યાજી જોશી (અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય, રા.સ્વ.સંઘ) મા.  અમિત શાહ (કેન્દ્રીય ગૃહ મંત્રી, ભારત સરકાર), મા. ભુપેન્દ્ર પટેલ (મુખ્ય મંત્રી, ગુજરાત સરકાર) સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. પ્રતિભાબેન જૈન, મેયર, અમદાવાદ મહાનગર પાલિકાની ઉપસ્થિતિમાં 2000 બહનો દ્વારા કળશ યાત્રા કાઢવામાં આવશે. 5000 યુવાઓ દ્વારા બાઈક રેલી સાથે Youth for Nation-યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

યુવાન ઉદ્યોગ સાહસિકો સાથે સુરેશ ભય્યાજી જોશીના વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે.

મહર્ષિ વશિષ્ઠ યજ્ઞ શાળા, સેવાકાર્ય પ્રદર્શની, થીમ પ્રદર્શની પણ આ મેળામાં રહેવાની છે. મહિષાસુર મર્દિની, આચાર્ય વંદન, કન્યા વંદન, મા-દિકરી સંમેલન તેમજ નાટ્ય પ્રસ્તુતિ, માતૃ-પિતૃ વંદન તથા સંયુક્ત પરિવાર સન્માનનું સુંદર આયોજન મેળામાં કરવામાં આવ્યું છે.
ભારત નવજાગૃતિમાં વ્યાવસાયિકોની ભૂમિકા વિષય પર પ્રોફેસર ભગવતી પ્રકાશ શર્મા, ચેરમેન, UNESCO-MGIEP વાર્તાલાપ કરશે. કાર્યક્રમના સમાપનમાં પૂ દ્વારકેશલાલજી વૈષ્ણવાચાર્ય, કલ્યાણ પુષ્ટિ હવેલી, અમદાવાદ તથા પૂ. સંતપ્રસાદ સ્વામી, હાલોલ ઉપસ્થિત રહેવાના છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ISRO, NCC સહીત 250થી વધુ સેવાભાવી સંસ્થાઓ આ મેળામાં સહભાગી થવાની છે. 11 કુંડી સમરસતા યજ્ઞશાળા, 11 થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન, 15 થી વધારે મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ, કુંભ મેળા દર્શન, ગંગા આરતી, આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગ્રામ આદિ મેળાના મુખ્ય આકર્ષણ છે. રોજ રાત્રે 8 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અર્ચન ત્રિવેદી (ફિલ્મ દિગ્દર્શક અને કલાકાર) અને સાથીદારો, સાંઈરામ દવે અને સાથીદારો, બંકિમ પાઠક,  અસિત વોરા અને કલાકારો પોતાની પ્રસ્તુતિ આપશે.

પ્રદર્શની વિભાગ દ્વારા સશસ્ત્ર દળો-શસ્ત્રસરંજામ, NCC & BSF, વિજ્ઞાન આધારિત–ઓડીઓ, વીડિઓ, 3D-અનિમેશન, AR, VR થકી જીવંત અનુભૂતિ, HSSF મૂળભૂત આયામ, કુટુંબ પ્રબોધન, ગર્ભાધાન સંસ્કાર, પુણ્યશ્લોક અહલ્યાબાઈ વિષય પર સુંદર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સિવાય ચાર દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં પ.પૂ. સ્વામી  પરમાત્માનંદ સરસ્વતીજી (સચિવ – અખિલ ભારતીય આચાર્ય સભા, અધ્યક્ષ શિવાનંદ આશ્રમ, આર્ષ વિદ્યામંદિર),  ગુણવંતસિંહજી કોઠારી (રાષ્ટ્રીય સંયોજક – HSSF), પ.પૂ. મહામંડલેશ્વર 1008 લલિત કિશોરદાસજી મહારાજ (નિમ્બાર્ક પીઠ, લીંબડી), પ.પૂ. માધવપ્રિયદાસજી (SGVP, છારોડી), પ.પૂ. મિત્રાનંદજી (ચિન્મય મિશન, ચેન્નાઈ),  ચીમનલાલ અગ્રવાલ (ચેરમેન,અગ્રવાલ ગ્રુપ),  ચંદ્રપ્રકાશ દ્વિવેદી (ચાણક્ય, નિર્માતા-દિગદર્શક), ડૉ. નીરજા ગુપ્તા (VC, ગુજરાત યુનિવર્સિટી), સહીત અનેક સંત મહંત અને મહાનુભાવો ઉપસ્થિત રહેનારા છે.

Published On - 7:48 pm, Mon, 20 January 25

Next Article