Uttarayan 2023 : મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્યનું વિશેષ મહત્વ, આ વર્ષે લોકો બે દિવસ કરશે જરૂરિયાતમંદોને દાન

|

Jan 14, 2023 | 10:01 AM

Uttarayan 2023 : ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ પર્વ એક દાન પુણ્યના વિશેષ દિન તરીકેની ઓળખ ધરાવે છે. સૂર્યનું મકરથી મિથુન રાશિ સુધીના ભ્રમણ ઉત્તરાયણ અને કર્કથી ધન રાશિનું ભ્રમણ એ દક્ષિણાયન કહેવાય છે. સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ એટલે મકર સંક્રાંતિ.

Uttarayan 2023 : મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્યનું વિશેષ મહત્વ, આ વર્ષે લોકો બે દિવસ કરશે જરૂરિયાતમંદોને દાન
મકરસંક્રાંતિ પર દાનનું વિશેષ મહત્વ

Follow us on

મકરસંક્રાંતિ એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારમાંથી એક છે. આ તહેવાર સમગ્ર ભારતમાં કોઈને કોઈ સ્વરૂપે ઉજવવામાં આવે છે. જ્યારે ભગવાન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે. રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી માટે પતંગરસીકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં રંગબેરંગી પતંગોની રંગોળી જોવા મળી છે, પતંગ રસિયાો પેચ લડાવવામાં મશગૂલ થયા છેઅને આજે દિવસભર આકાશમાં પતંગબાજીનું યુદ્ધ જામતુ જોવા મળી રહ્યુ છે. સાથે જ ‘કાપ્યો છે..’, ‘લપેટ..લપેટ’ની બુમો સંભળાઇ રહી છે. પતંગ રસિયાઓ ગીતોની રમઝટ વચ્ચે પતંગ ઉડાડવાની મજા માણી રહ્યા છે.તો બીજી તરફ લોકો દાન પણ કરી રહ્યા છે.

ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ પર્વ એક દાન પુણ્યના વિશેષ દિન તરીકેની ઓળખ ધરાવે છે. સૂર્યનું મકરથી મિથુન રાશિ સુધીના ભ્રમણ ઉત્તરાયણ અને કર્કથી ધન રાશિનું ભ્રમણ એ દક્ષિણાયન કહેવાય છે. સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ એટલે મકર સંક્રાંતિ. આ દિવસથી સર્વ પ્રકારના શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. ભારતીય શાસ્ત્રોમાં દર્શાવ્યા અનુસાર મકર સંક્રાંતિ સુખ, શાંતિ, વૈભવની કારક, પુત્રદાયક, સ્વાસ્થ્યવર્ધકને ઔષધો માટે ગુણકારી માનવામાં આવે છે. આ જ દિવસથી દિવસ લાંબો અને રાત ટૂકી થવાની શરૂઆત થાય છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

 

તો આ વર્ષે 14મી તારીખે રાત્રે 8:46 કલાક બાદ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. એટલે આ વખતે 15મી જાન્યુઆરીએ દાન પુણ્ય કરવાથી તેનો વિશેષ લાભ થશે. સંક્રાંતિ પર દાનનું વિશેષ મહત્વ છે. ત્યારે લોકો આજે દાન કરી રહ્યા છે. તો કાલે પણ દાન કરશે. પોતાની ક્ષમતા અનુસાર ઘી, ધાબળા, તલ, ગોળ, લાડુ, ખીચડી જરૂરિયાતમંદોને દાન કરી રહ્યા છે.

મકરસંક્રાંતિની બે તારીખોને લઈને લોકો મૂંઝવણમાં

આ વખતે મકરસંક્રાંતિની બે તારીખોને લઈને લોકો મૂંઝવણમાં છે. જો કે, જ્યારે સૂર્ય ભગવાન તેની રાશિ બદલીને મકર રાશિમાં પહોંચે છે ત્યારે સંક્રાંતિ શરૂ થાય છે. જ્યારે સૂર્ય દેવ મકર રાશિમાં ગોચર કરે છે ત્યારે મકરસંક્રાંતિ થાય છે. આ વર્ષે 14 જાન્યુઆરીએ રાત્રે 08.57 કલાકે સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો મુહૂર્ત આવી રહ્યો છે. પરંતુ સૂર્યના મકર રાશિમાં પ્રવેશનો સમય હોવાથી સંક્રાંતિની તારીખને લઈને મૂંઝવણ ઊભી થઈ છે. 14 જાન્યુઆરી, શનિવારના રોજ સૂર્યની મકરસંક્રાંતિનો મુહૂર્ત રાત્રે 08:57 પર આવી રહ્યો હોવા છતાં, રાત્રિના પ્રહરમાં સ્નાન અને દાન યોગ્ય નથી. આ માટે ઉદયા તિથિની માન્યતા છે એટલે કે જ્યારે સૂર્યોદય થશે ત્યારે સ્નાન અને મકરસંક્રાંતિનું દાન થશે. એટલા માટે આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી, 2023, રવિવારના રોજ ઉજવવામાં આવશે.

Next Article