મકરસંક્રાતિએ ભગવાન જગન્નાથના દર્શન-ગૌ પુજન કરતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ

મકરસંક્રાતિએ ભગવાન જગન્નાથના દર્શન-ગૌ પુજન કરતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 12:47 PM

મકરસંક્રાંતિ- ઉતરાયણ પર્વની ઉજવણીમાં આપણી સંસ્કૃતિમાં પશુઓને ઘાસચારો અને જરૂરત મંદ લોકોને દાનનું અનેરુ મહાત્મ્ય છે

મકર સંક્રાંતિના (Makar Sankranti) પાવન પર્વ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) અમદાવાદમાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા.. તેઓ સવારે જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ ભગવાનના મંદિરે (Jagannath Temple) પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂજા-અર્ચના કરી હતી અને ત્યારબાદ ગૌમાતાનું પૂજન કરીને ઘાસચારો નીર્યો હતો. મુખ્યપ્રધાને મંદિર પરિસરમાં હાજર દર્શનાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું અને મંદિર વિસ્તારમાં વસતા પરિવારો તેમજ જરૂરિયાતમંદ લોકોને મીઠાઈનું વિતરણ કર્યું હતું.

લોકોનુ ઝીલ્યુ અભિવાદન
મકરસંક્રાંતિ- ઉતરાયણ પર્વની ઉજવણીમાં આપણી સંસ્કૃતિમાં પશુઓને ઘાસચારો અને જરૂરત મંદ લોકોને દાનનું અનેરુ મહાત્મ્ય છે. આ પરંપરાને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) પણ સહજતાપૂર્વક નિભાવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું.

જરૂરતમંદોને મીઠાઈનુ કર્યુ વિતરણ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરે ભગવાનના દર્શન અને ગૌપુજન કર્યા બાદ, જગન્નાથ મંદિર વિસ્તારમાં વસતા સેવાવસ્તી પરિવારો અને જરૂરતમંદ લોકોને મીઠાઈ વગેરેનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીગણ, જમાલપૂરના પૂર્વ ધારાસભ્ય સહીત અમદાવાદ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચોઃ

Ahmedabad: ઉત્તરાયણના પર્વ પર જીવદયા સહિતની સંસ્થા કરશે ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર, 150 ડોક્ટર સહિતનો સ્ટાફ હાજર

આ પણ વાંચોઃ

Valsad: વહીવટી તંત્રના જિલ્લાની સરહદ પર ચેકિંગના તમામ દાવા પોકળ, કંઈક અલગ વાસ્તવિકતા મળી જોવા

 

g clip-path="url(#clip0_868_265)">