જંબુસરમાં કોંગી ધારાસભ્ય સી આર પાટીલને આવકારવા હેલિપેડ પહોંચ્યા!!! જોડ તોડની રાજનીતિ કે…?

જોડતોડની રાજનીતિની ચર્ચાઓ વચ્ચે સૌનું ધ્યાન ત્યારે ખેંચાયું જયારે ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયાએ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સમક્ષ કોંગી ધારાસભ્યની ઓળખાણ કરાવી હતી.

જંબુસરમાં કોંગી ધારાસભ્ય સી આર પાટીલને આવકારવા હેલિપેડ પહોંચ્યા!!! જોડ તોડની રાજનીતિ કે...?
ભાજપ પ્રદેશ પ્રમુખને આવકારતા કોંગી ધારાસભ્ય
TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Apr 16, 2022 | 9:40 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022) પૂર્વે જોડતોડની રાજનીતિ તેજી બની છે. મજબૂત નેતાઓને પોતાના પક્ષમાં ટકાવવા અને અન્ય પક્ષમાંથી પોતાની તરફ લાવવા જોર લગાવાઈ રહ્યું છે.આ રાજકીય આટાપાટાઓ વચ્ચે જંબુસરના ધારાસભ્ય(MLA – Jambusar) ફૂલોના ગુલદસ્તા સાથે ભાજપ(BJP)ના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ(C R Patil)ને આવકારતા નજરે પડતા કોંગી દિગ્ગ્જ્જો(Congress Leaders)ના પેટમાં જાણે તેલ રેડાયું છે. ભરૂચ જિલ્લામાં હાલ કોંગ્રેસ પાસે એકમાત્ર જંબુસરની સીટ છે જે ધારાસભ્ય પણ કેસરિયા છાવણી વચ્ચે નજરે પડતા દોડધામ મચી હતી. ઉહાપોહ મચતાં સંજય સોલંકી(Sanjay Solanki)એ સ્પષ્ટતા કરી છે કે કાર્યક્રમ હોવાથી તે સ્થાનિક ધારાસભ્ય તરીકે ગયા હતા અને વાતને મોટું સ્વરૂપ આપી દેવાયું છે.

આજે જંબુસરમાં નવનિર્મિત એપીએમસી, રેસ્ટ હાઉસ અને ખેડૂત કેન્ટિન નું લોકાર્પણ પ્રદેશ ભાજપાના અધ્યક્ષ સી આર પાટીલ અને મંત્રી જગદીશભાઈ પંચાલના હસ્તે કરાયું હતું. અવસરે સી આર પાટીલ ના હસ્તે દૂધધારા ડેરી દ્વારા કુપોષિત બાળકોને પોષણક્ષમ ખોરાકની કીટ અર્પણ કરાઇ હતી. કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ આ કાર્યક્રમમાં કેસરિયા બ્રિગેડ વચ્ચે જંબુસરના ધારાસભ્ય સંજયભાઈ સોલંકી નજરે પડતા ઉપસ્થિતોનું ધ્યાન આ તરફ ખેંચાયું હતું.

sanjay solanki

કોંગી ધારાસભ્યએ ભાજપ પ્રમુખને ગુલદસ્તો આપી આવકાર્યા

કાર્યક્રમમાં પધારવા સી આર પાટીલ હેલીકોપટર દ્વારા જંબુસર પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા સહીત મોટી સંખ્યામાં ભાજપ અગ્રણીઓ પાટીલને આવકારવા પહોંચ્યા હતા. નેતાઓ વચ્ચે કોંગી અગ્રણી અને જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી પણ ગુલદસ્તા સાથે નજરે પડ્યા હતા. કોંગી ધારાસભ્યએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને ગુલદસ્તો આપીનમસ્કાર સાથે આવકાર્યા હતા. બંને નેતાઓ વચ્ચે જાહેરમાં કોઈ પણ પ્રકારની ચર્ચા થઇ ન હતી પણ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

જિલ્લા ભાજપ પ્રમુખે ઓળખાણ કરાવી

જોડતોડની રાજનીતિની ચર્ચાઓ વચ્ચે સૌનું ધ્યાન ત્યારે ખેંચાયું જયારે ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયાએ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સમક્ષ કોંગી ધારાસભ્યની ઓળખાણ કરાવી હતી. જોકે મામલે મારૂતીસિંહને પૂછવામાં આવતા તેમણે ટીવી ૯ ને જણાવ્યું હતું કે સી આર પાટીલને આવકારવા મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત હતા તેમની વચ્ચે કોંગી ધારાસભ્ય પણ ઉભા હતા જેની મે તેમની ઓળખાણ કરાવી હતી. આ એક સામાન્ય બાબત હતી.

સંજય સોલંકી કોંગ્રેસમાં છે અને કોંગ્રેસ સાથે જ રહેશે : પરિમલસિંહ રણા – પ્રમુખ ભરૂચ જિલ્લા કોંગ્રેસ

મામલે કોંગ્રેસના નેતાઓનો સંપર્ક સાધવામાં આવતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ કહ્યું કે સંજય સોલંકી કોંગ્રેસી છે અને કોંગ્રેસ સાથે જ રહેવાના છે. APMC ના તેઓ ચેરમેન હતા અને બિલ્ડીંગ તેમને બનાવી હતી. સહકારી સંસ્થા સાથે લાગણીથી જોડાયેલા હોવાથી તેઓ કાર્યક્રમમાં ગયા હતા પણ વાતને અલગ સ્વરૂપ આપી દેવાયું છે.

આ પણ વાંચો : BHARUCH : પેટ્રોલ ભરાવવાની તકરારમાં 6 શખ્સોએ 2 કર્મચારીઓને માર માર્યો, જુઓ વિડીયો

આ પણ વાંચો : BHARUCH : SP ડો. લીના પાટીલના રાજમાં બુટલેગરોમાં ફફડાટ,અંકલેશ્વરમાં દારૂ ભરેલો ટેમ્પો ડિલિવરી કરી ન શકતા બિનવારસી છોડી ફરાર થયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati