ગુજરાતમાં કોરોનાના નવા 13 કેસ નોંધાયા, એક્ટીવ કેસની સંખ્યા 101
અમદાવાદ કોર્પોરેશનમાં 08 કેસ, વડોદરામાં 02, ગાંધીનગર જિલ્લામાં 02 કેસ, અને આણંદમાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં (Corona) કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.
એપ્રિલ મહિનામાં ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસના ઘટાડા વચ્ચે ફરી એકવાર કોરોનાના કેસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં આજે 18 એપ્રિલના રોજ કોરોનાના નવા 13 કેસ નોંધાયા હતા. જ્યારે 32 દર્દીઓ સાજા થયા છે. આજે રાજયમાં સૌથી વધારે 08 કેસ (Ahmedabad)અમદાવાદમાં નોંધાયા છે. રાજયમાં અત્યાર સુધી કુલ 12,13,127 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 101 છે. જેમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે. નોંધનીય છેકે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી.
ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 08 કેસ, વડોદરામાં 02, ગાંધીનગર જિલ્લામાં 02 કેસ, અને આણંદમાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.
ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 08 કેસ, વડોદરામાં 02, ગાંધીનગર જિલ્લામાં 02 કેસ, અને આણંદમાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.
ખાસ નોંધનીય વાત એ છેકે સતત કોરોના મહામારીનો સામનો કરી રહેલા અમદાવાદમાં 16 એપ્રિલે પ્રથમ વખત એવું બન્યું હતુ કે એકપણ કોરોનાનો કેસ નોંધાયો ન હતો, આ સાથે રાજયમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં પણ ઉત્તરોતર વધારો નોંધાઇ રહ્યો છે. આજે કોરોનાને કારણે રાજયમાં કુલ 32 દર્દીઓ સાજા થયા છે. જેમાં સૌથી વધારે ગાંધીનગર જિલ્લામાં 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જયારે અમદાવાદમાં કુલ 08 દર્દીઓ સાજા થયા છે. અને વડોદરામાં 04 દર્દી, મહેસાણા-સાબરકાંઠામાં 01- 01 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ભલે કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે XE નામના કોરોના વાયરસનું એક નવું મ્યુટન્ટ છે, જે Omicron ના BA.2 સબ-વેરિયન્ટ કરતા લગભગ દસ ટકા ઓછું છે. વધુ સંક્રમિત બનો. Omicron ના BA.2 સબ-વેરિયન્ટને અત્યાર સુધી જાણીતા COVID-19 નું સૌથી ચેપી માનવામાં આવતો હતો.
આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીર: પુલવામાના કાકાપોરામાં આતંકવાદી હુમલો, એક રેલવે પોલીસકર્મી શહીદ