Video : રેલવે ટ્રેક પર થતાં સિંહોના મોત રોકવા સરકારનો એક્શન પ્લાન, જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનો માટે લેવાયો આ નિર્ણય

|

Jul 13, 2024 | 8:06 PM

રેલવે ટ્રેક પર સિંહોના મોત રોકવા ચોક્કસ આયોજન સાથે કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું છે. રેન્જ લેવલ કમિટી, ડિવિઝનલ લેવલ રીવ્યુ કમિટી, સર્કલ લેવલ રીવ્યુ કમિટીની રચના કરાઈ. રેન્જ લેવલ કમિટીની બેઠક દર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળશે. 

Video : રેલવે ટ્રેક પર થતાં સિંહોના મોત રોકવા સરકારનો એક્શન પ્લાન, જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનો માટે લેવાયો આ નિર્ણય

Follow us on

ગીર વિસ્તારમાં ટ્રેનની અડફેટે સિંહનાં મોતને લઇને હાઇકોર્ટની ફટકાર બાદ હવે રાજ્ય સરકારે SOP નક્કી કરી છે. હાઈકોર્ટના આદેશ મુજબ 10 સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે. જેમાં 5 સભ્યો વન વિભાગના અને 5 સભ્યો રેલવેના ઉચ્ચ અધિકારીઓ છે.

આ ઉપરાંત રેન્જ લેવલ કમિટીની બેઠક દર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળશે. ડિવિઝનલ લેવલ રીવ્યુ કમિટીની બેઠકમાં હોટસ્પોટ સહિતના વિસ્તારો અને તેના નિર્ણય લેવાશે. તો સર્કલ લેવલ રીવ્યુ કમિટીની બેઠક દર ત્રણ મહિને મળશે જેમાં તમામ બાબતે ચર્ચા થશે. આ ઉપરાંત જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનની ઝડપ નક્કી કરવામાં આવી છે.

5 વર્ષમાં સિંહની સંખ્યામાં 29% વધારો જ્યારે 2024 માં એટલે કે હાલમાં સિંહની સંખ્યા હજુ પણ વધી હોવાનો રાજ્ય સરકારનો હાઇકોર્ટમાં ખુલાસો.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

હાઇકોર્ટની ફટકાર બાદ  રાજ્ય સરકારે SOP

  • ડિવિઝનલ લેવલ રીવ્યુ કમિટીની બેઠક હોટસ્પોટ સહિતના વિસ્તારો અને તેના નિર્ણય માટે મળશે
  • સર્કલ લેવલ રીવ્યુ કમિટીની બેઠક દર ત્રણ મહિને મળશે જેમાં તમામ બાબતે ચર્ચા થશે
  • જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનની ઝડપ નક્કી કરવામાં આવી
  • રાજુલા – પીપાવાવ, કેસીયા નેસ – સાસણ ગીર, જૂનાગઢ – બીલખા ટ્રેનની ઝડપ હંમેશા માટે ઘટાડી દેવામાં આવી
  • કાયમી સિવાય કેટલાક હોટસ્પોટ વિસ્તાર પણ કરાયા નક્કી
  • દામનગર – લીલીયા મોટા, લીલીયા મોટા – સાવરકુંડલા, સાવરકુંડલા – ગધકડા, ગઢકડા – વિજપડી, વીજપડી – રાજુલા જંક્શન, રાજુલા – મહુવા સહિતની ટ્રેનો ને પણ મહત્તમ 40 કિમીની મંજૂરી આપવામાં આવી
  • તમામ ટ્રેનોના લોકો પાયલટ ને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે
  • જો લોકો પાયલટને સિંહ હલચલ ની જાણ થાય તો તેની જાણ સીધી સ્ટેશન માસ્ટર અને ત્યાંથી વન વિભાગને કરવાની રહેશે
  • ડીવીઝનલ લેવલ રીવ્યુ કમિટી એ તમામ સ્ટાફ ની ટ્રેનિંગ પર આપશે ધ્યાન
  • સમગ્ર જંગલ વિસ્તારમાં 49 સાઈન બોર્ડ મુકવામાં આવ્યા, 2 મહિના માં સર્વે કરાયા
  • 23 વોચ ટાવર મૂકવામાં આવ્યા જેનાથી દૂરથી જ સિંહો ની હલચલ પર ધ્યાન આપી શકાય
  • વિશેષ રેલ સેવક ની નિમણુક કરવામાં આવશે જેમાં 71 લોકો ને તૈયાર કરવામાં આવશે
  • લાઈટ સાઈનથી લઈને અનેક માહિતીઓ સેવક દ્વારા ટ્રેનને પૂરી પાડવામાં આવશે
  • આ તમામ બાદ રાજ્ય સરકારના વન વિભાગ અને પશ્ચિમ રેલ વિભાગની બેઠક દર 6 મહિને મળશે
  • જો હવે પણ કોઈ સિંહ નાં મોત થયા તો કડક પગલા લેવામાં આવશે : હાઇકોર્ટ
  • એક બીજા પર ખો નાખતા વન વિભાગ અને રેલ વિભાગની સંયુક્ત જવાબદારી નક્કી કરવામાં આવી

 

Published On - 8:06 pm, Sat, 13 July 24

Next Article