ભારતની સંસ્કૃતિક જ્ઞાન પરંપરાને ડિજિટલ યુગ માટે સુરક્ષિત કરવા ‘ભારત નોલેજ ગ્રાફ’ માટે ગૌતમ અદાણીનું રૂપિયા 100 કરોડનું યોગદાન
અદાણી ગ્રુપ દ્વારા આયોજિત ઇન્ડોલોજી કોન્ક્લેવમાં ગૌતમ અદાણીએ ભારતની સંસ્કૃતિક જ્ઞાન પરંપરાને ડિજિટલ યુગ માટે સુરક્ષિત કરવા 'ભારત નોલેજ ગ્રાફ' માટે ₹100 કરોડનું યોગદાન જાહેર કર્યું.

અદાણી ગ્રુપ દ્વારા આયોજિત પ્રથમ અદાણી ગ્લોબલ ઇન્ડોલોજી કોન્ક્લેવ દરમિયાન અધ્યક્ષ ગૌતમ અદાણીએ ભારતની સંસ્કૃતિક જ્ઞાન પરંપરાને ડિજિટલ યુગ માટે સુરક્ષિત કરવા એક મહત્ત્વાકાંક્ષી મિશનની જાહેરાત કરી. તેમણે ભારત નોલેજ ગ્રાફ નામના અદ્વિતીય ડિજિટલ ફ્રેમવર્કના નિર્માણ માટે ₹100 કરોડનું યોગદાન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી. આ પ્લેટફોર્મનો હેતુ ભારતીય જ્ઞાન-પરંપરાને વ્યવસ્થિત રીતે સંકલિત, સંગ્રહિત અને ભવિષ્ય-મુખી બનાવવાનો છે.
અદાણી ગ્રુપ અને શિક્ષણ મંત્રાલયનાં Indian Knowledge Systems (IKS) વિભાગના સંયુક્ત ઉપક્રમરૂપે ત્રણ દિવસીય આ ગ્લોબલ ઇન્ડોલોજી કોન્ક્લેવનું આયોજન થયું છે. તેનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિ, ભાષાઓ, તત્વજ્ઞાન, વિજ્ઞાન અને હેરિટેજના વૈશ્વિક શૈક્ષણિક અધ્યયન એટલે કે ઇન્ડોલોજીને ફરી જીવંત કરવો છે.
Gautam Adani Addresses the Global Indology Conclave 2025#AdaniShantigram #GautamAdani #Adani #GlobalIndologyConclave #Gujarat #TV9Gujarati pic.twitter.com/bRWdEfGJCv
— Tv9 Gujarati (@tv9gujarati) November 21, 2025
ગૌતમ અદાણીએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે, “શરૂઆત તરીકે, હું ભારત નોલેજ ગ્રાફ બનાવવા તથા આ મિશનમાં જોડાનાર પંડિતો અને ટેક્નોલોજિસ્ટોને સહાય માટે ₹100 કરોડનું યોગદાન આપું છું. આ આપણા સંસ્કૃતિક ઋણનું ફકત એક પ્રતિભવન છે.” કાર્યક્રમના વિશિષ્ટ મહેમાન જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી (જ્યોતિર્મઠ) હતા. તેમણે કહ્યું:
અદાણીએ કહ્યું કે, “જ્યારે મેં શંકરાચાર્ય પદ ગ્રહણ કર્યું, ત્યારે કહ્યું હતું કે ભારત વિશ્વગુરૂ બનશે ત્યારે જ આ પદનું સાચું મહત્વ થશે. આજે ગૌતમ અદાણીજીની પહેલ એ સ્વપ્નને સાકાર કરવાનું એક મોટું પગલું છે.”
અદાણી કોર્પોરેટ હાઉસમાં કોન્ક્લેવ
આ કોન્ક્લેવ અમદાવાદની અદાણી કોર્પોરેટ હાઉસમાં 20 થી 22 નવેમ્બર દરમિયાન ચાલી રહ્યો છે. વિશ્વભરમાં અનેક યુનિવર્સિટીઓમાં ઇન્ડોલોજીના વિભાગો ઘટી રહ્યા છે તે સમયે, આ પહેલ ભારતનાં જ્ઞાન-તંત્રનું માલિકાત્વ ફરી મજબૂત કરવા અને તેને સંશોધન-આધારિત, ભારતીય દ્રષ્ટિકોણથી વિશ્વ સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ છે.
ગૌતમ અદાણીએ વધુમાં કહ્યું, “જો કોઈ સંસ્કૃતિ પોતાની મૂલ્યવ્યવસ્થાનો બચાવ ન કરે, તો માનવ વર્તન ધીમે ધીમે મશીનના એલ્ગોરિધમ તરફ વળી જશે. આ પરિવર્તન શાંત પણ ઘેરું હશે અને આપણે આપણા દેશ વિશે કેવી રીતે વિચારીએ છીએ એ બદલશે.”
અદાણી ગ્રુપની નેશન-બિલ્ડિંગ પ્રતિબદ્ધતા અને NEP 2020 હેઠળ સ્થાપિત IKSની પરંપરાગત જ્ઞાનને આધુનિક શિક્ષણ સાથે જોડવાની દૃષ્ટિને મળાવતી આ ભાગીદારી, ભારતની પ્રાચીન જ્ઞાનપરંપરાને આજના યુગમાં ફરી કેન્દ્રસ્થાને લાવવાનો પ્રયાસ કરે છે.
વિવિધ વિષયો પર ધ્યાન કેન્દ્રિત રહેશે
ઇન્ડોલોજીએ ભાષાશાસ્ત્ર, ખગોળવિદ્યા, ગણિત, શાસન-વ્યવસ્થા, સાહિત્ય અને આરોગ્યવિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં ભારતના વૈશ્વિક પ્રભાવને ઐતિહાસિક રીતે ઘડ્યો છે. પરંતુ દાયકાઓથી સંસ્થાકીય સપોર્ટ ઘટવાથી તેનો વિકાસ ધીરો પડ્યો હતો. આ પડકાર દૂર કરવા અદાણી ગ્રુપ અને IKS દ્વારા 14 પીએચડી સ્કોલર્સને પાંચ વર્ષ માટે સહાય આપવા ખાસ કાર્યક્રમ શરૂ થયો છે. તેમનું સંશોધન પાણિનીય વ્યાકરણ, કોમ્પ્યુટેશનલ લિંગ્વિસ્ટિક્સ, પ્રાચીન ખગોળશાસ્ત્ર, સ્વદેશી આરોગ્યતંત્ર, પર્યાવરણીય એન્જિનિયરિંગ, રાજકીય વિચાર, હેરિટેજ અભ્યાસ અને શાસ્ત્રીય સાહિત્ય જેવા વિષયો પર કેન્દ્રિત રહેશે.
આ વિદ્યાર્થીઓની પસંદગી IITs, IIMs, IKS કેન્દ્રિત યુનિવર્સિટીઓ અને વિખ્યાત વિદ્વાનોની રાષ્ટ્રીય સલાહપ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે. ડેટા સાયન્સ, સિસ્ટમ્સ થિંકિંગ અને મલ્ટી-મોડલ આર્કાઇવિંગ જેવી આધુનિક તકનીકો સાથે સંકલિત આ અભ્યાસ ઇન્ડોલોજીને આધુનિક શૈક્ષણિક ચર્ચામાં વધુ પ્રાસંગિક બનાવશે.
