ફક્ત પલ્સર બાઈક ચોરતી ગેંગ ઝડપાઈ, સ્પોર્ટ્સ બાઈક ચોરી કરવા પાછળનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી

|

Jul 16, 2024 | 12:36 PM

અમદાવાદ પોલીસે એક એવી બાઈક ચોર ગેંગને પકડી પાડી છે કે જે ફક્ત સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરતી હતી અને તેમાં પણ સૌથી વધુ પલ્સર બાઈકની ચોરી કરવામાં આવતી હતી. જોકે પોલીસને અમદાવાદના પોશ વિસ્તારમાંથી એક બાઈક ચોરીની ફરિયાદ મળી હતી જેના આધારે તપાસ કરતા આ વિસ્તારમાં અનેક સ્પોર્ટ્સ બાઇકની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને સ્પોર્ટસ બાઈક ચોરતી ગેંગનાં સભ્યની ધરપકડ કરી હતી.

અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાં એક સ્પોર્ટ્સ બાઈક ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે એલસીબી ઝોન 1 ની ટીમ દ્વારા વધુ તપાસ કરતા સામે આવ્યું કે વસ્ત્રાપુર અને આસપાસના વિસ્તારોમાંથી છેલ્લા થોડા સમયમાં સ્પોર્ટ્સ બાઈકની ચોરીઓ વધુ પ્રમાણમાં થઈ રહી છે. જેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ કરતા પોલીસે કપિલ અહારી અને રમેશ ભગોરા નામના આરોપીની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ વસ્ત્રાપુર અને આસપાસના વિસ્તારોમાંથી સ્પોર્ટ્સ બાઈક ચોરી કરતા હતા. પોલીસે બંને પાસેથી મળી ચાર લાખથી વધુની કિંમતના છ પલ્સર બાઈક અને એક ડીલક્સ બાઈક કબજે કર્યા છે અને આ સ્પોર્ટસ બાઇક ચોરતી ગેંગનો વધુ એક સભ્ય હાલ ફરાર છે જેની શોધ કોણે હાથ ધરાઈ છે.

છોકરીઓ સામે સીન સપાટા કરવા સ્પોર્ટ્સ બાઈક ચોરતા હોવાનો ખૂલાસો

પોલીસ જ્યારે એક બાઈક ચોરીની ફરિયાદની તપાસ કરી રહી હતી ત્યારે આલ્ફા વન મોલની બાજુમાં આવેલા પ્લોટમાં એક પલ્સર બાઈક મળી આવ્યું હતું જેના સીસીટીવી અને અન્ય રીતે તપાસ કરતાં બાઇક ચોરીનું હોવાનું સામે આવ્યું. જોકે સીસીટીવી નાં આધારે પોલીસ ચોરી કરનાર કપિલ આહારી સુધી પહોંચી હતી. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે બંને મૂળ રાજસ્થાનના રહેવાસીઓ છે. જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ સ્પોર્ટ્સ બાઈક ચલાવવામાં આવતા હોય છે અને આ બંને આરોપીઓ જ્યારે પોતાના ગામ જાય છે ત્યારે આ સ્પોર્ટ બાઇક લઈ જતા હોય છે. ત્યાં પોતાના સમાજમાં અને વિસ્તારમાં રોફ જમાવવા તેમજ તેના મોજશોખ માટે સ્પોર્ટસ બાઇકની ચોરીઓ કરે છે તો વધુ પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાં યુવતીઓને આકર્ષવા માટે પણ તેઓ સ્પોર્ટ બાઇક લઈને જતાં હતા.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

મજૂરી કામ કરતા યુવકો મોજશોખ પુરા કરવા ચોરીના રવાડે ચડ્યા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ અમદાવાદમાં છૂટક મજૂરી કામ કરે છે તેમજ એક આરોપી વિરૂદ્ધ અગાઉ પોક્સો મુજબની ફરિયાદ પણ નોંધાઇ ચૂકી છે. પોલીસે સ્પોર્ટ્સ બાઈક ચોરી કરનાર બંને આરોપીઓની ધરપકડ કરી અલગ અલગ છ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. જેમાં વસ્ત્રાપુર પોલીસ મથકમાં સ્પોર્ટ્સ બાઈક ચોરીના નોંધાયેલા પાંચ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે જ્યારે ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ મથકમાં પણ એક બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ ચોર ટોળકીએ અન્ય કોઈ વિસ્તારમાંથી વધુ કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ અને આ ટોળકીમાં અન્ય કોઈ સભ્ય સામેલ છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:34 pm, Tue, 16 July 24

Next Article