GANDHINAGAR : નવા પ્રધાનોની ઓફિસોમાં વિવિધ સાધનો, ઇલેક્ટ્રિક ઉપકરણો સહીતની સુવિધાઓ અપાઈ

જયારે કોઈપણ મંત્રી રાજીનામું આપે છે ત્યારે તેમની ઓફીસનો બધો સામાન અને ઉપકરણો ગોડાઉનમાં લઇ જવામાં આવે છે અને ત્યાર બાદ ક્યાં જરૂર હોય ત્યાં ફરી મોકલવામાં આવે છે.

GANDHINAGAR : નવા પ્રધાનોની ઓફિસોમાં વિવિધ સાધનો, ઇલેક્ટ્રિક ઉપકરણો સહીતની સુવિધાઓ અપાઈ
Gandhinagar : Electronic gadgets allotted to Bhupendra Patel's Council of Ministers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 7:34 PM

GANDHINAGAR : રાજ્યમાં નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારના નવ નિયુક્ત પ્રધાનોને ઓફિસની ફાળવણી બાદ હવે ઇલેકટ્રોનિક ગેઝેટની પણ ફાળવણી કરવામાં આવી છે.નવ નિયુક્ત પ્રધાનોની ઓફિસોમાં કોમ્પ્યુટર, પ્રિન્ટર, ડેસ્કબોર્ડ સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઇનસ્ટોલ કરવામાં આવી રહ્યા છે.સાથે જ મોડી સાંજ સુધીમાં તમામ પ્રધાનોને મંત્રી નિવાસમાં આવાસની ફાળવણી કરી દેવાશે.

જયારે કોઈપણ મંત્રી રાજીનામું આપે છે ત્યારે તેમની ઓફીસનો બધો સામાન અને ઉપકરણો ગોડાઉનમાં લઇ જવામાં આવે છે અને ત્યાર બાદ ક્યાં જરૂર હોય ત્યાં ફરી મોકલવામાં આવે છે. રાજ્યના નવા પ્રધાનમંડળના પ્રધાનોના ખાતાની જૂની ઓફિસો પણ બદલાઈ છે. હવે આ પ્રધાનોની ઓફિસોમાં જરૂરી સાધનો, ઇલેક્ટ્રિક ઉપકરણો ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યાં છે.

રાજ્યમાં નવા પ્રધાનમંડળના ઘણા પ્રધાનોએ આજથી ચાર્જ સાંભળી લીધો છે. શિક્ષણ તથા વિજ્ઞાન અને પ્રોદ્યૌગિકી મંત્રી તરીકે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આજે સ્વર્ણિમ સંકુલ-1 ખાતે વિધિવત પદભાર સંભાળ્યો હતો. આ વેળાએ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી કુબેરભાઈ ડીંડોર, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અન્ય મહાનુભાવો સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી મંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શ્રાદ્ધ પહેલાં જ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે વહેલી સવારથી એકપછી એક મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે. સૌથી પહેલા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી, શ્રમ અને રોજગારપ્રધાન બ્રિજેશ મેરજા અને કૃષિપ્રધાન રાઘવજી પટેલે ચાર્જ સંભાળ્યો હતો. ત્યારબાદ મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી મનિષાબેન વકિલે પણ આજે ચાર્જ સંભાળ્યો હતો. તમામ મંત્રીઓએ પોતાના પરિવાર સભ્યો સાથે ઓફિસમાં પ્રવેશ કર્યો હતો.

આ પણ વાંચો : KUTCH : લાંબા વિરામ બાદ કચ્છમાં મેઘરાજાનું આગમન, અંજારમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો

આ પણ વાંચો : GANDHINAGAR : એક જ દિવસમાં 23.68 લાખ લોકોનું રસીકરણ કરવા બદલ મુખ્યપ્રધાને આરોગ્યકર્મીઓને અભિનંદન પાઠવ્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">