GANDHINAGAR : એક જ દિવસમાં 23.68 લાખ લોકોનું રસીકરણ કરવા બદલ મુખ્યપ્રધાને આરોગ્યકર્મીઓને અભિનંદન પાઠવ્યા
ગુજરાતમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત 17 સપ્ટેમ્બરે એક જ દિવસમાં 23,68,006 વ્યક્તિઓના રસીકરણની અભૂતપૂર્વ સિદ્ધિ નોંધાઇ છે.
GANDHINAGAR : રાજ્યમાં ગઈકાલે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના 71માં જન્મદિવસે રસીકરણ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ રસીકરણ મહાઅભિયાનમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 23.68 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. આ રસીકરણ ડ્રાઈવને સાર્થક કરનારા રાજ્યના આરોગ્ય કમર્ચારીઓને મુખ્યપ્રધાન પટેલે અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાતમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત 17 સપ્ટેમ્બરે એક જ દિવસમાં 23,68,006 વ્યક્તિઓના રસીકરણની અભૂતપૂર્વ સિદ્ધિ નોંધાઇ છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે એક જ દિવસમાં આ રસીકરણ અભિયાન અન્વયે રાજ્યભરમાં ર૩,૬૮,૦૦૬ લોકોને કોરોના વેક્સિનેશન સુરક્ષા કવચથી આવરી લેવાની ઉત્કૃષ્ટ કાર્યદક્ષતા માટે સૌ આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઇન વર્કર્સને અભિનંદન પાઠવ્યા છે.
સમગ્ર ગુજરાતમાં કોરોના વેક્સિનેશન અભિયાન વેગવાન બન્યું છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં 3 કરોડ 96 લાખ 66,719 પ્રથમ ડોઝ તેમજ 1 કરોડ 63 લાખ 68 હજાર 592 લોકોને બીજો ડોઝ મળી કુલ 5.59 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
#GujaratVaccinationMahaAbhiyan
રાજ્યમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 23,68,006 લોકોનું રસીકરણ
કોવિડ વેક્સિનેશનમાં 17 સપ્ટેમ્બરને યાદગાર બનાવવામાં સહયોગી તમામનો આભાર
આવો, આવા જ સહિયારા પ્રયત્નનોથી ગુજરાતને 100% રસીયુક્ત બનાવીએ @MoHFW_INDIA @CMOGuj @pkumarias @JpShivahare pic.twitter.com/olZzBJn82q
— GujHFWDept (@GujHFWDept) September 17, 2021
ગુજરાતમાં કોરોના રસીકરણ મહાઅભિયાનના 17 સપ્ટેમ્બરનો દિવસ અનેક રીતે મહત્વપૂર્ણ રહ્યો છે. 17 સપ્ટેમ્બરના દિવસે વડાપ્રધાન મોદીના જન્મદિવસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેગા રસીકરણ કેમ્પ કરવામાં આવ્યાં હતા. રાજ્યના વિવિધ 14 હજારથી વધુ બૂથ પર નાગરિકોને કોરોના રસી આપવામાં આવી હતી. જેમાં રાત્રે 10 વાગ્યા સુધીમાં ઐતિહાસિક 10 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
સૌથી વધુ સુરત શહેરમાં બે લાખથી વધુ લોકોનું રસીકરણ રાજ્યમાં આજ યોજાયેલા રસીકરણ અભિયાનમાં સૌથી વધુ સુરત શહેરમાં 2,02,421 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જો સુરત જિલ્લાની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં 74,700 નાગરીકોએ કોરોના રસી લીધી છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે.
રાજ્યમાં આજ યોજાયેલા રસીકરણ અભિયાનમાં સુરત બાદ સૌથી વધુ રસીકરણમાં અમદાવાદ થયું છે. અમદાવાદ શહેરમાં 1,50,096 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં 81,543 નાગરીકોએ કોરોના રસી લીધી છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે.
આ પણ વાંચો : Statue of Equality નો 2જી ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન સમારંભ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિન્ના જીયર સ્વામીએ આપ્યું આમંત્રણ
આ પણ વાંચો : માસીના પ્રેમમાં ગળાડૂબ ભાણીયાની માસાએ કરી હત્યા, અનૈતિક સંબંધો બન્યા હત્યાનું કારણ