KUTCH : લાંબા વિરામ બાદ કચ્છમાં મેઘરાજાનું આગમન, અંજારમાં  2 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો

KUTCH : લાંબા વિરામ બાદ કચ્છમાં મેઘરાજાનું આગમન, અંજારમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 7:11 PM

Rain in Kutch : અંજાર આસપાસના ભિમાસર સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો, તો બીજી તરફ અંજાર બાદ નલિયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.

KUTCH : કચ્છમાં આખરે લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. કચ્છમાં વરસાદ પડતા ખેડૂતો સાથે શહેરીજનોને પણ આનંદ થયો છે. કચ્છના અંજારમાં ગડગડાટ સાથે 2 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો. આ સાથે જ
અંજાર આસપાસના ભિમાસર સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો. તો બીજી તરફ અંજાર બાદ નલિયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે બજારોમાં નદી સમાન બની હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હવામાન વિભાગે આગામી 2 દિવસમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. જેમાં પંચમહાલ અને મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દેશભરમાં હાલ ચોમાસું સક્રિય છે. તેમાં પણ બંગાળની ખાડીના સમુદ્રતટ પર સર્જાયેલી લોપ્રેશર સિસ્ટમની અસર હેઠળ હાલ ઉત્તર ભારતમાં વરસાદ ચાલુ છે.. જોકે હવે તેની સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેને અડીને આવેલા ઉત્તરપ્રદેશ પર લોપ્રેશર સક્રિય થયું છે.. જ્યારે અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે.

જેથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ બંને સિસ્ટમની અસર હેઠળ પંચમહાલ અને મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. જ્યારે બે દિવસ બાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.. વરસાદની સાથે 40થી 50 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

આ પણ વાંચો : GANDHINAGAR : એક જ દિવસમાં 23.68 લાખ લોકોનું રસીકરણ કરવા બદલ મુખ્યપ્રધાને આરોગ્યકર્મીઓને અભિનંદન પાઠવ્યા

g clip-path="url(#clip0_868_265)">