MLA ને ‘વિકેટ’ પાડી દેવાની ધમકી મળતા નોંધાયો ગુનો, પોલીસે હાથ ધરી તપાસ

અમદાવાદમાં સામાન્ય નાગરિકો તો ઠીક પરંતુ એક ધારાસભ્ય પણ સુરક્ષિત નહીં હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના ધારાસભ્યને તેના જ પાડોશીએ ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી, તેમના પરિવારને પણ ડરાવી ધમકાવ્યા હતા. જો કે આ સમગ્ર મામલો હવે પોલીસ મથક સુધી પહોંચ્યો છે.

MLA ને 'વિકેટ' પાડી દેવાની ધમકી મળતા નોંધાયો ગુનો, પોલીસે હાથ ધરી તપાસ
પોલીસે તપાસ હાથ ધરી
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jun 11, 2024 | 10:46 AM

જાણે કે દિવસેને દિવસે પોલીસનો ખોફ ઓસરી રહ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદમાં સામાન્ય નાગરિકો તો ઠીક પરંતુ એક ધારાસભ્ય પણ સુરક્ષિત નહીં હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના ધારાસભ્યને તેના જ પાડોશીએ ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી, તેમના પરિવારને પણ ડરાવી ધમકાવ્યા હતા. જો કે આ સમગ્ર મામલો હવે પોલીસ મથક સુધી પહોંચ્યો છે. ધારાસભ્ય દ્વારા તેમના પાડોશીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

ઘટના અંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખીને ઈમરાન ખેડાવાલાએ રજૂઆત કરી છે. તેઓએ રજૂઆત કરી છે કે, દાખલારુપ કાર્યવાહી આ મામલે કરવામાં આવે. પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

પાડોશીએ આપી ધમકી

અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાને તેમના પાડોશી ઈરફાન ઉર્ફે સ્ટીલ ગોરી નામના વ્યક્તિએ મારી નાખવાની ધમકીઓ આપી છે. ધારાસભ્ય ઇમરાન ખેરાવાળા અને તેમના ભત્રીજી તેમજ પરિવારના સભ્યોને ઘરે આવી અને ધમકી આપવાનો કિસ્સો સામે આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ગાયકવાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

જે બાદ તેઓ પોલીસ કમિશનરને પણ મળવા પહોંચ્યા હતા તેમજ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે. મહત્વનું છે કે ઇમરાન ખેડાવાલા નાં મકાનનું કામકાજ ચાલી રહ્યું હતુ. જેને લઈને પાડોશી ઈરફાન ઉર્ફે સ્ટીલ ગોરીએ ધાકધમથીઓ આપી હતી અને હું તમને મકાન નહીં બનાવા દઉં, હું તમને જોઈ લઈશ તેમ કહી બોલાચાલી કરી હતી. એટલું જ નહીં જો તમે પોલીસ ફરિયાદ કરી તો ઇમરાન ખેડાવાલાની વિકેટ પાડી દઈશ તેવા પણ ધમકીઓ આપી હતી.

નશીલા પદાર્થ વેચનારાઓનો હાથ?

ઇમરાન ખેડાવાલાના મત મુજબ તેઓ તેમના વિસ્તારમાં ડ્રગ્સ અને નસીલી કફસીરપ અંગે અનેક વખત મુહીમ ચલાવતા હોય છે અને ડ્રગ્સ ને નાબૂદ કરવા માટે તેમના વિસ્તારમાં ડ્રગ વેચતા લોકો તેમજ સેવન કરતાં લોકોના નામની રજૂઆત પણ પોલીસને કરતા હોય છે. જેનો દ્વેષભાવ રાખીને તેમને આ ધાકધમકીઓ આપતા હોવાનું તેઓ માની રહ્યા છે. મકાનનું બહાનું આગળ ધરી અસામાજિક તત્વો તેમને ધમકીઓ આપતા હોવાની પણ રજૂઆત તેમણે પોલીસ કમિશનર સમક્ષ કરી છે.

હાલ તો ગાયકવાડ પોલીસ પોલીસે ધારાસભ્ય અને તેના પરિવારની ધમકી આપવાના કેસમાં IPC 506 B અને 294 ની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે, પરંતુ ધારાસભ્યને મળેલી ધમકીના બનાવને લઈને પોલીસની કામગીરી સામે ચોક્કસ સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">