AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: દહેજના દાનવે વધુ એક પરિણીતાનો ભોગ લીધો, લગ્નના 45 દિવસમાં જ પરિણીતાનો આપઘાત

ગુજરાતમાં અને સમગ્ર દેશમાં પોલીસ એટલે કે જે લોકોની મદદ કરે, સેવા કરે અને લોકો જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં મદદ કરે,પરંતુ આ પોલીસ કોઈ માટે મુશ્કેલી બની જાય તો.. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પોલીસ કર્મચારીના પત્નીએ તેના પતિને કારણે લગ્નના ફક્ત 45 દિવસમાં જ આપઘાત કરવો પડ્યો.

Crime: દહેજના દાનવે વધુ એક પરિણીતાનો ભોગ લીધો, લગ્નના 45 દિવસમાં જ પરિણીતાનો આપઘાત
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Apr 03, 2024 | 1:34 PM

ગુજરાતમાં અને સમગ્ર દેશમાં પોલીસ એટલે કે જે લોકોની મદદ કરે, સેવા કરે અને લોકો જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં મદદ કરે,પરંતુ આ પોલીસ કોઈ માટે મુશ્કેલી બની જાય તો.. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પોલીસ કર્મચારીના પત્નીએ તેના પતિને કારણે લગ્નના ફક્ત 45 દિવસમાં જ આપઘાત કરવો પડ્યો. જોકે ફરિયાદને આધારે આ પોલીસકર્મીની ધરપકડ કરી લેવામાં આવી છે.

આમ તો જ્યારે લગ્ન બાદ સાસરીયા તરફથી પત્ની પાસે કે તેના પરિવાર પાસે દહેજની માગણી કરવામાં આવતી હોય છે, ત્યારે પત્ની અને તેનો પરિવાર પોલીસ મથક પહોંચી પોતાની ફરિયાદ નોંધાવતો હોય છે અને પોતાની પાસે દહેજની માગણી કર્યાની રજૂઆત પોલીસને કરતો હોય છે. જો કે એક પોલીસ કર્મચારી જ તેમની પત્નીને દહેજની માગણી કરીને ત્રાસ આપતો હોય ત્યારે એ વ્યક્તિએ ક્યાં જવુ એ એક સવાલ છે

અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. દહેજના દાનવે વધુ એક પરણિતાનો જીવ લીધો છે. અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ પતિના ત્રાસથી આત્મહત્યા કરી છે. કૃષ્ણનગર પોલીસે જીતેન્દ્ર ચૌધરી નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. તે પોલીસ હેડક્વાટર ખાતે ફરજ બજાવે છે. પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર ચૌધરી છેલ્લા 8 વર્ષથી પોલીસ વિભાગમાં કાર્યરત છે.

આજનું રાશિફળ તારીખ : 29-04-2025
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓની તપાસ કોણ કરે છે?
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
Hidden Gold : તમારા ઘરની કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં હોય છે સોનું ? જાણો
AC Tips : સારી ઊંઘ માટે રાત્રે AC કેટલા પર રાખવું જોઈએ?
ચાખ્યા વગર કેવી રીતે ખબર પડે કે કાકડી કડવી છે કે નહીં ?

મૃતકના પરિવારની ફરિયાદ બાદ પતિની ધરપકડ

જીતેન્દ્ર ચૌધરીના વેલેન્ટાઇન ડે એટલે કે 14.2.2024નાં દિવસે હરિયાણા ખાતે નૈના ચૌધરી સાથે લગ્ન થયા હતા. લગ્નના દોઢ મહિનામાં જ પોલીસકર્મી જીતેન્દ્ર ચૌધરીની પત્ની નૈના ચૌધરીએ મોતને વ્હાલું કર્યુ છે. જેના પાછળનું કારણ પોલીસકર્મી પતિ તરફથી વારંવાર દહેજની માગણી અને માર મારવાનું સામે આવ્યું છે. જોકે મૃતક પત્નીના પરિવારની ફરિયાદને આધારે કૃષ્ણનગર પોલીસે પતિની ધરપકડ કરી છે.

અવારનવાર કરાતી હતી દહેજની માગ

દોઢ મહિના પહેલા વેલેન્ટાઈન ડેના દિવસે આ બંને લગ્નના પવિત્ર સંબંધથી બંધાયા હતા. જ્યારે મૃતક નૈના ચૌધરીના લગ્ન થયા ત્યારે પિયર તરફથી તમામ જરૂરિયાતની ચીજ વસ્તુઓ સહિત 15 તોલા સોનું આપ્યું હતું. તેમ છતાં દોઢ માસના લગ્નના સમયગાળામાં આરોપી પોલીસકર્મી જીતેન્દ્ર ચૌધરી દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનની અવારનવાર માગણી દહેજ પેટે કરવામાં આવતી હતી. સાથે જ પત્ની નૈનાને માર પણ મારવામાં આવતો હતો.

આ બાબતથી કંટાળીને પોતાના પરિવારને અનેક વાર ફોન કરીને પિયરમાં માતા પિતાને જાણ કરી હતી. તેના પિયરમાં પિતા સામાન્ય ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. જેથી દહેજની માગ પુરી કરી શક્યા નહિ. જેને લઇને આરોપી પોલીસકર્મી જીતેન્દ્ર ચૌધરી ઝગડો કરીને મૃતક નૈના ચૌધરીને શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હતો. જેનાથી કંટાળીને બે દિવસ પહેલા નૈના ચૌધરીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

પિયરમાં પોતાની પુત્રીની આત્મહત્યા કરી લીધાના સમાચાર મળતા હરિયાણા થી પરિવાર અમદાવાદ દોડી આવ્યો હતો અને કૃષ્ણનગર પોલીસ સમક્ષ જમાઈ સામે દહેજ અને આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે પોલીસકર્મી જીતેન્દ્ર ચૌધરીની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">