ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં બે નવી ટીમોનો સમાવેશ કર્યો છે. હજારો કરોડની મોટી રકમ બોર્ડના ખાતામાં આવવાની છે. આ લીગના વિસ્તરણ અને તેના વિશે રોકાણકારોના આકર્ષણે દરેકનું ધ્યાન ખેંચ્યું છે. પરંતુ વિશ્વના દિગ્ગજ ખેલાડીઓ, ગ્લેમર અને પૈસાના વરસાદ સાથે આ લીગ પણ શરૂઆતથી જ વિવાદો સાથે જોડાયેલી છે. હવે બે નવી ટીમોમાંથી એકને લઈને નવો વિવાદ શરૂ થયો છે.
BCCI એ આગામી સિધન માટે લીગમાં બે નવી ફેન્ચાઇઝીઓને જોડી છે. જેમાં અમદાવાદ (Ahmedabad) ની ફેન્ચાઇઝીને CVC કેપિટલે ખરિદી છે. જેને લઇને હવે એક એવી જાણકારી સામે આવી છે. જેનાથી BCCI પર સવાલો પેદા થયા છે. આ સાથે જ જ હવે ફેન્ચાઇઝી પર
કંપનીની બોલી પણ શંકાના ઘેરામાં આવી ચૂકી છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે CVC કેપિટલ્સ સટ્ટાબાજીની કંપનીઓ સાથે સંબંધ ધરાવે છે. તે કંપનીએ સટ્ટાબાજી અને જુગાર સંબંધિત કંપનીઓમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. સટ્ટાબાજી અથવા જુગારને ભારતમાં કાયદેસર માન્યતા નથી અને પ્રતિબંધિત છે અને આવી સ્થિતિમાં મેચ ફિક્સિંગમાં વધારો થવાની સંભાવના છે.
જો કે, ઘણા દેશોમાં સટ્ટાબાજી કાયદેસર છે અને ત્યાં ઘણી કંપનીઓ વિવિધ રમતો સંબંધિત લાઇવ મેચો પર સટ્ટાબાજીની તક આપે છે અને લોકો તેમાં ઉગ્રતાથી ભાગ પણ લે છે. જો કે, ભારતમાં તેની મંજૂરી નહી હોવાને કારણે, BCCI દ્વારા આ કંપનીને ફ્રેન્ચાઇઝી વેચવા પર પ્રશ્નો ઉભા થયા છે.
અહેવાલમાં ટોચના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે બીસીસીઆઈનું ધ્યાન આ પાસા તરફ દોરવામાં આવ્યું છે. દરેકને આશ્ચર્ય થયું છે કે, બધી કંપનીઓના બિડની ચકાસણી પ્રક્રિયા દરમિયાન આ પાસું કેમ ધ્યાનમાં આવ્યું નથી. જોકે, બોર્ડને આમાં કંઈ ખોટું દેખાતું નથી અને તે માને છે કે સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગને એકસાથે ન જોવું જોઈએ.
બોર્ડ સાથે સંકળાયેલા એક અધિકારીને ટાંકીને અહેવાલમાં કહ્યું કે, CVC કેપિટલ એક ખાનગી ઇક્વિટી અને રોકાણ સલાહકાર પેઢી છે. તેઓ કોઈપણ સટ્ટાબાજીની કંપનીમાં હિસ્સો ખરીદવા માટે સ્વતંત્ર છે કારણ કે તે વિદેશમાં માન્ય છે. Irelia Company Pte Ltd (જેના દ્વારા CVC કેપિટલ્સ બિડ) અનેક ફંડ્સનું સંચાલન કરી શકે છે, પરંતુ જ્યાં સુધી તે કંપનીઓમાં તેમની નિયંત્રણ અથવા વ્યવસ્થાપન ભૂમિકા ન હોય. તો તેનાથી શું ફરક પડે છે? સટ્ટાબાજી એ સમજણની બાબત છે. તેને મેચ ફિક્સિંગ સાથે કન્ફ્યુઝ ન કરવી જોઈએ.
બીસીસીઆઈએ આ વર્ષે ઓગસ્ટમાં જ બે નવી ટીમો માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. ત્યારબાદ 20 ઓક્ટોબર સુધી બિડિંગનો સમય આપ્યો હતો. ભારતની ઘણી મોટી કંપનીઓ સહિત કેટલીક વિદેશી કંપનીઓએ પણ ખરીદ કરવા માટે દાવો કર્યો હતો. સોમવાર 25 ઓગસ્ટે, બોર્ડે દુબઈમાં આ બિડ્સ ખોલી હતી, ત્યારબાદ દેશની પ્રખ્યાત કંપની RP-SGને 7090 કરોડ રૂપિયાની બોલી પર લખનૌની ફ્રેન્ચાઇઝી મળી હતી. જ્યારે CVC કેપિટલ્સને અમદાવાદની ફ્રેન્ચાઇઝી 5600 કરોડ રૂપિયામાં મળી હતી.
Published On - 7:07 pm, Wed, 27 October 21