Harbhajan Singh ને મોહમ્મદ આમિરે ચિડવ્યો, જવાબમાં ભજ્જીએ એવુ તો પૂછી લીધુ કે પાકિસ્તાનીઓ શરમના ‘રાતા-પીળા’ થઇ ગયા

સોશિયલ મીડિયા પર ભારત-પાકિસ્તાન (India vs Pakistan) ના ક્રિકેટરોનું યુદ્ધ, હરભજન સિંહ (Harbhajan Singh) અને મોહમ્મદ આમિર (Mohammad Amir) એકબીજા સાથે ટકરાયા

Harbhajan Singh ને મોહમ્મદ આમિરે ચિડવ્યો, જવાબમાં ભજ્જીએ એવુ તો પૂછી લીધુ કે પાકિસ્તાનીઓ શરમના 'રાતા-પીળા' થઇ ગયા
Harbhajan Singh-Mohammad Aamir
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 12:02 PM

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચેની મેચ 24 ઓક્ટોબરે ખતમ થઈ ગઈ છે. પરંતુ મેદાનની બહાર હજુ પણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ ભારત અને પાકિસ્તાનના ક્રિકેટરો વચ્ચેની લડાઈ છે. જે સોશિયલ મીડિયા પર એકબીજા સાથે લડી રહ્યા છે. તાજો મામલો હરભજન સિંહ (Harbhajan Singh) અને પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ આમીર (Mohammad Amir) નો છે. આ બંને ખેલાડીઓ મંગળવારે ટકરાયા હતા. મોહમ્મદ આમિરે શાહિદ આફ્રિદીનો એક વીડિયો પોસ્ટ કરીને હરભજન સિંહને ચીડવ્યો હતો. જેના પછી ભજ્જીએ તેને લોર્ડ્સ ટેસ્ટમાં નો બોલ વિશે પૂછ્યું હતું.

મોહમ્મદ આમિરે શાહિદ આફ્રિદીનો એક વીડિયો ટ્વીટ કર્યો હતો જેમાં તેણે હરભજન સિંહની ઓવરમાં સતત 4 સિક્સર ફટકારી હતી. આમિરે ટ્વીટ કરીને લખ્યું, ‘હું વ્યસ્ત હતો હરભજન સિંહ. હું તમારી બોલીંગ જોઇ રહ્યો હતો, જ્યારે લાલાએ તમને 4 બોલમાં 4 સિક્સર ફટકારી હતી. ક્રિકેટમાં લાગી છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તે થોડુ વધારે થઇ ગયુ હતુ.

હરભજને આપ્યો સણસણતો જવાબ

મોહમ્મદ આમીરના આ ટ્વીટનો હરભજન સિંહે સણસણતો જવાબ આપ્યો હતો. પોતાના ટ્વિટમાં હરભજન સિંહે આમિરને ફિક્સિંગ સ્કેન્ડલ પર જ સવાલ પૂછી લીધો હતો. તેણે લખ્યું, લોર્ડ્સમાં નો બોલ કેવી રીતે થયો હતો? કેટલું લીધું કોણે આપ્યુ? ટેસ્ટ ક્રિકેટ છે, નો બોલ હોઈ શકે છે. તમને અને તમારા સમર્થકોન પર શરમ આવે છે જેમણે આવી સુંદર રમતનું અપમાન કર્યું છે. તમને જણાવી દઈએ કે 28 ઓગસ્ટ 2010ના રોજ ઈંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્સ ટેસ્ટમાં મોહમ્મદ આમિર, મોહમ્મદ આસિફ અને સલમાન બટ્ટ દ્વારા ફિક્સિંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે ત્રણેય ખેલાડીઓ પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો હતો. આ ત્રણેય ખેલાડીઓને જેલની હવા પણ વેઠવી પડી હતી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

વકારની વાહિયાત વાત

પાકિસ્તાનની જીત બાદ તેના પૂર્વ ખેલાડીઓ વાહિયાત નિવેદનો આપી રહ્યા છે. પૂર્વ કેપ્ટન વકાર યુનિસે એક ન્યૂઝ ચેનલ પર કહ્યું કે તેમના માટે ભારત-પાકિસ્તાન મેચમાં સૌથી ખાસ ક્ષણ મોહમ્મદ રિઝવાનની નમાઝ અદા કરવી હતી. જેણે હિન્દુઓની સામે આ કર્યું હતુ. વકાર યુનુસના તેના નિવેદનને લઈને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. વકાર યુનુસ ક્રિકેટની રમતને ધર્મ સાથે જોડી રહ્યો છે, જે ખરેખર અસહ્ય છે.

આ પણ વાંચોઃ T20 World Cup: પાકિસ્તાનના આછકલા ચાહકોમાં અભિમાન છલકાવા લાગ્યુ, ન્યુઝીલેન્ડની ટીમને ‘Security-Security’ કહી ચિડવતા રહ્યા, જુઓ Video

આ પણ વાંચોઃ IPL: સંજીવ ગોએન્કાએ લખનૌની ટીમ ખરિદવાને લઇને હવે સૌરવ ગાંગુલી પર સવાલો ઉઠવા લાગ્યો, જાણો શુ છે વિવાદ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">