Ahmedabad: પૈસાની લેતી દેતીમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, સનસનાટી ભરેલી ઘટના CCTVમાં કેદ
અમદાવાદના ખાનપુર દરવાજા પર હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. આ હત્યાના લાઈવ ઘટના CCTVમાં કેદ થઈ છે. CCTV માં આરોપી છરીના ઘા ઝીકી હત્યા કરતો કેદ થયો છે. મૃતક સાબિરહુસેન 45 વર્ષનો છે અને મંજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પૈસાની લેતી દેતી માં એક યુવકની જાહેરમાં હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ છે.
ખાનપુર દરવાજા પર પૈસાની લેતી દેતીમાં જાહેરમાં ખૂની ખેલ ખેલાયો હોવાનો બનાવ બન્યો છે. રૂપિયા 25 હજારની ઉઘરાણી કરવા જતાં છરીના ઘા ઝીકીને હત્યા કરાઈ. આ સનસનાટી ભરેલી ઘટના CCTVમાં કેદ થઇ છે. અમદાવાદના ખાનપુર દરવાજા પર હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. એક યુવકને જાહેરમાં રહેંસી નાખ્યો.
આ હત્યાના લાઈવ ઘટના CCTVમાં કેદ થઈછે. ઘટના એવી છે કે શાહપૂરમાં રહેતો સાબરીહુસેન શેખ ખાનપુરમાં રહેતા શાહનવાઝ ઉર્ફ સાનુંબાપુ સૈયદ પાસેથી રૂપિયા 25 હજારની પૈસાની લેતી દેતિની ઉંઘરાણી કરવા ગયો હતો. ત્યારે આરોપી શાહનવાઝએ જાહેરમાં છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી. આ હત્યાના CCTV માં આરોપી છરીના ઘા ઝીકી હત્યા કરતો કેદ થયો. એટલું જ નહીં CCTV માં લોહીલુહાણ હાલતમાં સાબિરહુસેન છેલ્લી ઘડીઓ ગણી રહ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ છે.
મૃતક સાબિરહુસેન 45 વર્ષનો છે અને મંજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. 5 વર્ષ પહેલાં આરોપી શાહનવાઝ ઉર્ફે શાનુંબાપુ ના લગ્ન હતા. જેથી લગ્નના ખર્ચ માટે રૂપિયા 25 હજાર ઉધાર લીધા હતા. પરંતુ આરોપી આ રૂપિયા પરત આપતો નહતો. મૃતકે અનેક વખત ઉઘરાણી કરી હતી. એટલુ જ નહીં આરોપીએ નવું ઘર ખરીદ્યું હોવાનું મૃતકના ધ્યાન પર આવતા તે પૈસાની ઉઘરાણી કરવા તેના ઘર નજીક પહોંચ્યો હતો.
આ પણ વાંચો : ક્રાઈમ બ્રાંચની ડ્રગ્સને લઈ મોટી કાર્યવાહી, ડ્રગ્સ પેડલર સહિત 3 આરોપી સકંજામાં, જુઓ Video
ખાનપુર દરવાજા બહાર પૈસાને લઈને બન્ને વચ્ચે તકરાર થઈ અને આરોપી શાહનવાઝએ છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી. આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો. જોકે હત્યાના લાઈવ સીસીટીવીમાં દેખાય છે અન્ય કેટલાક લોકો ઉભા હોય છે છતાં પણ હત્યા કરતા આરોપીને રોકતા નથી. જોકે હાલ તો પોલીસે બાતમીના આધારે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પૈસાની લેતી દેતી માં એક યુવકની જાહેરમાં હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ છે. શાહપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને આ હત્યા રૂપિયાની લેવડદેવડ મામલે થઈ કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી.