અમદાવાદઃ SVP સહિત AMC કવોટાના વેન્ટિલેટર બેડ હાઉસફુલ, કોરોના સંક્રમિત દર્દીઓને વેન્ટિલેટર બેડ મેળવવા કલાકોની રઝળપાટ

AMC દ્વારા ભલે, શહેરમાં કોરોના કાબુમાં હોવાના બણગાં ફૂંકવામાં આવી રહ્યાં હોય પણ વાસ્તવિક ચિત્ર કઇંક અલગ છે. શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ હોય તો વેન્ટિલેટર બેડ માટે કલાકો સુધી રઝળપાટ કરવી પડે છે. SVP હોસ્પિટલ સહિત ડેઝિગ્નેટેડ ખાનગી હોસ્પિટલોમાં AMC ક્વોટાના વેન્ટિલેટર બેડ હાઉસફૂલ છે. આ વાતનો સ્વીકાર ખુદ એસવીપીના સંચાલકો રહી […]

અમદાવાદઃ SVP સહિત AMC કવોટાના વેન્ટિલેટર બેડ હાઉસફુલ, કોરોના સંક્રમિત દર્દીઓને વેન્ટિલેટર બેડ મેળવવા કલાકોની રઝળપાટ
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 9:32 AM

AMC દ્વારા ભલે, શહેરમાં કોરોના કાબુમાં હોવાના બણગાં ફૂંકવામાં આવી રહ્યાં હોય પણ વાસ્તવિક ચિત્ર કઇંક અલગ છે. શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ હોય તો વેન્ટિલેટર બેડ માટે કલાકો સુધી રઝળપાટ કરવી પડે છે. SVP હોસ્પિટલ સહિત ડેઝિગ્નેટેડ ખાનગી હોસ્પિટલોમાં AMC ક્વોટાના વેન્ટિલેટર બેડ હાઉસફૂલ છે. આ વાતનો સ્વીકાર ખુદ એસવીપીના સંચાલકો રહી રહ્યાં છે.

અમરાઇવાડીના ૬૦ વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પછી તેઓને હોમ ક્વોરોન્ટાઇન કરાયા હતા પણ તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી જેથી બપોરના ૧૨ વાગ્યાની આસપાસ તેઓ એસવીપી હોસ્પિટલમાં દાખલ થવા પહોંચ્યા હતા જ્યાં સાંજે છ વાગ્યા સુધી બેસાડી રાખ્યા બાદ વેન્ટિલેટર બેડ ખાલી ન હોવાની હકીકત જણાવી હતી પછી દર્દીના સગાએ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવા માટે કહ્યું હતુ તો એસવીપીના અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું હતુ કે, સિવિલ હોસ્પિટલમાં દર્દીને રીફર કરાતા નથી પણ સુત્રો કહે છે કે, જો એસવીપી દ્વારા વેન્ટિલેટર કે આઇસીયુ બેડ માટે દર્દીને સિવિલમાં રિફર કરવામાં આવે અને તેમનું રસ્તામાં અવસાન થાય અને દર્દીના સગા જો બેડ હોવા છતાં દાખલ ન કર્યાની ફરિયાદ કરે તો એસવીપી હોસ્પિટલે બેડ ખાલી ન હતા તેવું સાબિત કરવું પડે.

1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો બેડ ખાલી મળી આવે તો તેઓની સામે ફરજમાં બેદરકારી સહિતના પગલાં લઇ શકાય તેમ છે આથી, તેઓ ક્રિટિકલ દર્દીઓને જરૂર હોવા છતાં સિવિલમાં રિફર કરવાનો મેમો આપતા નથી. એસવીપીમાં ચોક્કસ સંખ્યામાં વેન્ટિલેટર અને આઇસીયુ બેડ ખાલી રાખવામાં આવી રહ્યાં છે જે સામાન્ય દર્દીઓને ફાળવાતા નથી જે ચિંતાજનક બાબત છે અને દર્દીઓના જીવ જોખમમાં મૂકાય તેવી બાબત છે. આ અંગે કોઇપણ સત્તાવાર કંઇ બોલતુ નથી પણ બેડની વાસ્તવિક સ્થિતિની માહિતી ઓનલાઇન ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને દાખલ કરવામાં વ્હાલાદવાલાની નીતિ ચાલી રહી છે જે સામાન્ય દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">