ગુજરાતમાં સોલાર પાવર પ્રોજેક્ટની પોલિસીમાં ફેરફારથી રોકાણકારો કફોડી સ્થિતિમાં મુકાયા, સરકાર પાસે કરી આ માંગ

MSME અંતર્ગત સરકારે સબસીડી અને વ્યાજની છૂટછાટ સાથે પોલિસીની જાહેરાત કરી હતી.પરંતુ એક મહિનામાં જ સરકારે નવી પોલિસી પ્રમાણે સબસીડી અને વ્યાજમાં મળતી છૂટછાટ બંધ કરતાં રોકાણકારો નારાજ થયા છે.

ગુજરાતમાં સોલાર પાવર પ્રોજેક્ટની પોલિસીમાં ફેરફારથી રોકાણકારો કફોડી સ્થિતિમાં મુકાયા, સરકાર પાસે કરી આ માંગ
change policy of solar power project in Gujarat has put investors precarious position made this demand to Government

ગુજરાતમાં સોલાર પાવર પ્રોજેકટ પોલિસીમાં સરકારે અચાનક ફેરફાર કરતા રોકાણકોરોમાં નારાજગી જોવા મળી રહી છે. જેમાં MSME અંતર્ગત સરકારે સબસીડી અને વ્યાજની છૂટછાટ સાથે પોલિસીની જાહેરાત કરી હતી.પરંતુ એક મહિનામાં જ સરકારે નવી પોલિસી પ્રમાણે સબસીડી અને વ્યાજમાં મળતી છૂટછાટ બંધ કરતાં રોકાણકારો નારાજ થયા છે.

જેમાં સરકારે પોલિસી ફેરવી રોકાણકારોનો વિશ્વાસ તોડ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ પોલિસીમાં 4 હજાર લોકોએ કરોડોનું રોકાણ કર્યું છે.જો સબસીડી મળે તો એક વ્યક્તિને અંદાજે 35 લાખ જેટલો લાભ મળે તેમજ લોનમાં 7 ટકા છૂટછાટ મળે. પરંતુ સરકારે પ્રોજેકટને શરતો ફેરવી નાંખતા રોકાણકારો કફોડી સ્થિતિમાં મુકાયા છે.

આ સમગ્ર મામલે રોકાણકારો સરકાર પાસે ન્યાયની માગ કરતા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે.તેમજ રોકાણકારોએ નવી પોલિસીમાં આર્થિક નુકશાન થવાની ભીતિ સાથે યોગ્ય નિકાલ લાવવાની માંગ કરી છે.

કેપિટલ સબસિડી અને વ્યાજની સબસિડી પાછી ખેંચી

જેમાં સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે 3, ઓક્ટોબર 2020ના દિવસે જાહેરાત આપીની પાવર પરેચેઝ એગ્રીમેન્ટ કર્યા બાદ કેપિટલ સબસિડી અને વ્યાજની સબસિડી પાછી ખેંચી લેવાના ગુજરાત સરકારના પગલાંએ 2500 મેગાવોટ વીજળી માટે કરાર કરનારા ખેડૂતો અને નાના રોકાણકારોની નારાજગી ઉભી થઈ છે. તેમજ સરકારે તેમની સાથે છેતરપિંડી કરી હોવાનું જણાવીને હાઈકોર્ટમાં અરજી પણ કરી છે.

ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કિશોરસિંહ ઝાલાનું કહેવું છે કે, “ગુજરાત સરકારે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યાના એકથી દોઢ મહિનામાં જ ગુંલાટ મારી કરારનો ભંગ કર્યો છે. પ્રોમિસરી એસ્ટોપલની જોગવાઈઓનો પણ તેના થકી ભંગ થાય છે. પ્રોમિસરી એસ્ટોપલના સિદ્ધાંત હેઠળ કાયદાકીય જોગવાઈ હેઠળ કરવામાં આવેલા કરારમાં આપવામાં આવેલા વચનનું પાલન કરાવવાના કરાર કરનારી પાર્ટીના અધિકારનું જતન કરી શકાય છે.

મોટા ઉદ્યોગો સામે કોઈ જ હરીફાઈ ન આવે તે માટેનો આ પ્રયાસ

સરકાર હવે પછી કરવામાં આવનારા કરાર માટે નવા નિયમો લાગુ કરી શકે છે. એકવાર થઈ ગયેલા કરારમાંથી આ રીતે ફરી જઈ શકે જ નહિ. સબસિડી આપવાનો કરાર કર્યા પછી ફરી જવા માટે સરકાર પાસે કોઈ જ વાજબી કારણ નથી. મોટા ઉદ્યોગગૃહોએ આ ક્ષેત્રમાં જંપલાવ્યું તે પછી સરકારે સબસિડી પાછી ખેંચી લેવાના પગલાં લીધા છે તે અન્યાય કર્તા છે. મોટા ઉદ્યોગો સામે કોઈ જ હરીફાઈ ન આવે તે માટેનો આ પ્રયાસ છે.

વ્યાજની સબસિડી મળવા પાત્ર છે

ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝના મિડીયા સેલના ચેરમેન પાર્થ દવેનું કહેવું છે કે ગુજરાત સરકારની એમએસએમઈ કચેરીએ 30મી ઓગસ્ટ 2021ના દિને હર્ષરાજ સિંહ ઝાલાની માહિતી અધિકાર હેઠળની અરજીના જવાબમાં જણાવ્યું છે કે, “સોલાર પાવર પ્લાન્ટ કે કોઈપણ રિન્યુએબલ એનર્જીના પાવર પ્લાન્ટ કેપ્ટિવ કન્ઝમ્શન એટલે કે પોતાના અંગત ઉપયોગ માટે પણ લગાડવામાં આવ્યો હશે તો તેવા કિસ્સાઓમાં પણ વ્યાજની સબસિડી મળવા પાત્ર છે.

એમએસએમઈ એકમોને કેપિટલ સબસિડી અને વ્યાજ સબસિડી આપવામાં આવેલી

હા, લોકેશન પ્રમાણે તેની પાત્રતા નક્કી કરાશે તેવું તેમાં જણાવવામાં આવ્યું છે. તેમને વ્યાજ માફીનો-ઇન્ટરેસ્ટ સબવેન્શનનો પણ લાભ આપી શકાય તેમ હોવાનું પણ આ જવાબમાં જણાવવામાં આવ્યું છે.” તેવી જ રીતે દેવભૂમિ દ્વારકાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં કરવામાં આવેલી આર.ટી.આઈ.ની અરજીના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રાઉન્ટ માઉન્ટેડ સોલાર પાવર પ્લાન્ટ માટે બે એમએસએમઈ એકમોને કેપિટલ સબસિડી અને વ્યાજ સબસિડી આપવામાં આવેલી છે.

4000 જેટલા ખેડૂતો અને ઇન્વેસ્ટર્સને રૂ. 2200 કરોડનું જંગી નુકસાન 

હવે આ જ ઉદ્યોગ ખાતાને આગળ કરીને સરકાર કહી રહી છે કે કેપિટલ સબસિડી મળી શકશે નહિ. સોલાર પાવરના પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરીને સરકારે એકાએક ગુંલાટ મારી દેતા 2500 મેગાવોટ માટે યુનિટદીઠ રૂ. 2.83ના ભાવે વીજળીનો સપ્લાય આપવા પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરનારા 4000 જેટલા ખેડૂતો અને ઇન્વેસ્ટર્સને રૂ. 2200 કરોડનું જંગી નુકસાન થયું છે.

તેમણે અડધા મેગાવોટથી 4 મેગાવોટ સોલાર પાવર જનરેટ કરવા માટે કરાર કરેલા છે. આ નુકસાન સરકાર ભરપાઈ કરી આપે તેવી પણે તેમની માગણી છે. તેમનું કહેવું છે કે સરકાર કદાચ અરજદારોને તેમની અરજી ફી, બેન્ક ગેરન્ટી, કે ગેટકોને સુપરવિઝન માટે ચૂકવેલા નાણાં પરત કરી શકે છે. પરંતુ તેમણે જમીન ખરીદી કરવા માટે ખર્ચેલી જંગી રકમના નાણાંનું નુકસાન જશે.

વાસ્તવમાં સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે 3, ઓક્ટોબર 2020ના દિવસે જાહેરાત આપી હતી. તેમાં અડધા મેગાવોટથી ચાર મેગાવોટની ક્ષમતાના ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટ તૈયાર કરીને સરકારને પાવર સપ્લાય કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સરકાર તેમની સામે ધ્યાન આપી યોગ્ય નિકાલ લાવે તેવી માંગ

મહત્વનું છે કે કેટલાકે પોતાની મૂડી અને બચત રોકી અને દાગીના ગીરવે મુકી પ્રોજેકટ ઉભા કર્યા. તેવામાં નવી પોલિસી આવતા તેમની હાલત કફોડી થઈ છે. જેથી ખેડૂતો અને રોકાણકારોમાં નારાજગી વ્યાપી છે. જેને લઈને ખેડૂતો અને રોકાણકારોએ એકઠા થઇ સરકાર તેમની સામે ધ્યાન આપી યોગ્ય નિકાલ લાવે તેવી માંગ કરી.

આ  પણ વાંચો : RAJKOT : નકલી દવાના કેસમાં 7 ધોરણ સુધી ભણેલા બોગસ ડોકટર અને પત્ની સહીત 3 સામે ગુનો નોંધાયો

આ પણ વાંચો :  Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં સોમવારથી સાંજની ઓ.પી.ડી ફરી શરૂ થશે

Click on your DTH Provider to Add TV9 Gujarati