ગુજરાતમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવવા મુદ્દે ભારતીય કિસાન સંઘ મેદાનમાં, આંદોલનની ચીમકી

કિસાન સંઘની ગુજરાત પાંખની બેઠકમાં નક્કી થયા મુજબ, સરકારને 31 ઓગસ્ટ સુધી કોઈ નિર્ણય નહીં લે તો આંદોલનની ચીમકી અપાઈ છે. બેઠકમાં 8 સપ્ટેમ્બરે જિલ્લા મથકોએ સાંકેતિક ધરણાં સહિતના કાર્યક્રમોની યોજના ઘડવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 6:26 PM

ગુજરાત(Gujarat) માં ભારતીય કિસાન સંઘે(Bhartiya Kisan Sangh)  આખરે પંજાબના ખેડૂતોની જેમ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જેમાં પાકના પોષણક્ષમ ભાવોની કાયદાકીય જોગવાઈઓ મુદ્દે સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જો નિર્ણય નહીં લેવાય તો 8 સપ્ટેમ્બરથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.નવા કૃષિ કાયદાઓ સામે 9 મહિનાથી આંદોલન કરી રહેલા ઉત્તરપ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને હરિયાણાના ખેડૂતો MSPને કાયદાકીય સ્વરૂપ આપવા માંગણી કરી રહ્યા છે.

તેમાં હવે RSSની ભગિની સંસ્થા ભારતિય કિસાન સંઘે પણ ઝંપલાવ્યું છે. કિસાન સંઘની ગુજરાત પાંખની બેઠકમાં નક્કી થયા મુજબ, સરકારને 31 ઓગસ્ટ સુધી કોઈ નિર્ણય નહીં લે તો આંદોલનની ચીમકી અપાઈ છે. બેઠકમાં 8 સપ્ટેમ્બરે જિલ્લા મથકોએ સાંકેતિક ધરણાં સહિતના કાર્યક્રમોની યોજના ઘડવામાં આવી છે. જોકે ગુજરાત કૉંગ્રેસ કિસાન સેલે કિસાન સંઘ સામે શંકા વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે,  ભારતીય કિસાન સંઘની ચીમકી પર કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ દોષનો ટોપલો તત્કાલીન કોંગ્રેસ સરકાર પર ઢોળ્યો..રૂપાલાએ કહ્યું કે, ખેડૂતોને નફો થાય તે માટે મોદી સરકારે MSP લાગુ કરી, જો કોંગ્રેસને અત્યારે આ બધું યાદ આવ્યું તો તેની સરકાર વખતે ડોક્ટર સ્વામી નાથન કમિશનની  ભલામણો કેમ લાગુ ન કરી.

ગુજરાતના એક  તરફ ખેડૂતો બીજા રાઉન્ડના વરસાદની રાહ જોઇ રહ્યા છે. તેમજ તેમનો ઉભો પાક સુકાવવાની  દહેશત છે. તેવા સમયે ભારતીય કિસાન સંઘે ખેડૂતોને એમએસપી કરતાં વધારે ભાવની માંગ કરી રહ્યા છે. તેમજ બીજી તરફ કોંગ્રેસ પણ આ મુદ્દે રાજ્ય સરકારને ઘેરવા માટે રણનીતિ બનાવી રહી છે. તેવા સમયે  ખેડૂતોને  પાકના વધુ ભાવ મળશે કે આ માત્ર મુદ્દો જ બની રહેશે તે પણ એક મોટો સવાલ છે.

આ પણ  વાંચો : Surat માં હવે કોર્પોરેશન ઈલેક્ટ્રિક બસ દોડાવવા તરફ આગળ વધી, બીજી 100 બસ લાઈનમાં

આ પણ વાંચો :  Virat Kohli: સચિન સાથે કેમ થવા લાગી વિરાટ કોહલીની તુલના? શુ આંકડાઓને લઇ કોહલી ચઢીયાતો સાબિત થઇ રહ્યો છે? જાણો

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">