અમદાવાદ મહાનગરપાલિકાનો મદદનિશ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર અને તેનો મળતિયો એન્જિનિયર 20 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર અને તેનો મળતિયો એન્જિનિયરને ACBએ રૂપિયા 20 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. જેમા ફરિયાદી પાસેથી TDR સર્ટિફિકેટ આપવા સહિત અન્ય કામો કરાવવા માટે લાંચિયા અધિકારી હર્ષદ ભોજકે રૂપિયા 50 લાખની લાંચ માગી હતી. જે બાદ રકઝકના અંતે રૂ.20 લાખ આપવાનુ નક્કી થયુ હતુ.

Follow Us:
Sachin Kolte
| Edited By: | Updated on: Aug 02, 2024 | 3:03 PM

રાજકોટમાં TRP ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ પાછળ સૌથી મોટુ જો કોઈ કારણ જવાબદાર હોય તો તે તોડબાજ અધિકારીઓનો ભ્રષ્ટાચાર હતો. આ અગ્નિકાંડમાં અનેક નિર્દોષો હોમાયા છતા રાજ્યમાં તોડબાજ લાંચિયા અધિકારીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર આચરતા લાંચિયા અધિકારીઓ પર હવે સકંજો કસવામાં આવ્યો છે. જેમા મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે

તોડબાજના ઘરની ઝડતી સમયે 73 લાખ રોકડ મળી આવ્યા

આ ATDO હર્ષદ ભોજક અને તેના મળતિયા આશિષ પટેલે મનપા દ્વારા તોડી પાડવામાં આવેલા મકાનો અને દુકાનોના ભાડુઆત અને ફરિયાદીને વૈકલ્પિક વ્યવસ્થા માટે કામગીરી પૂર્ણ કરવા 50 લાખની લાંચ માગી હતી. જેમાં રકઝકના અંતે 20 લાખ આપવાનુ નક્કી થયુ હતુ. ACBની ટીમે છટકુ ગોઠવી આસિસટ્ન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને એન્જિનિયક આશિષ પટેલને ઝડપી લીધા છે.

કુલ 77 લાખની મત્તા ACBએ કબજે કરી

આ તોડબાજ TDO અને તેનો મળતિયોના પ્રગતિનગર સ્થિત આવેલા ઘરે પણ ACBની ટીમે જડતી તપાસ કરતા 73 લાખ રૂપિયાની રોકડ, સોનાનું બિસ્કીટ અંદાજિત 4.5 લાખની કિંમતનું મળીને કૂલ 77 લાખની મત્તા કબ્જે કરી છે. હાલ તેના દસ્તાવેજો અને મિલકતો બાબતેની ચકાસણી જડતી હાથ ધરાઈ છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

લાંચ પ્રકરણમાં હર્ષદ ભોજક સાથે કોઈ સંકળાયેલ હતું કે કેમ તે અંગે કમિટી રચવા નિર્ણય

ATDOનો આંખો ફાડી નાખે તેવો ભ્રષ્ટાચાર સામે આવ્યાના 12 કલાક બાદ તેના સસ્પેનડ્ કરવામાં આવ્યો છે. એસ્ટેટ વિભાગના ડેપ્યુટી કમિશનર રિદ્ધેશ રાવલના જણાવ્યા મુજબ હર્ષદ ભોજક સામે મહાનગરપાલિકા હવે વિભાગીય તપાસ કરાવશે. સમગ્ર મામલે DYMC કક્ષાના અધિકારીઓની કમિટી બનાવવા નિર્ણય કરાયો છે. આ લાંચ પ્રકરણ સામે આવ્યા બાદ તોડબાજ ATDO હર્ષદ ભોજક સાથે અન્ય કોઈ સંકળાયેલુ છે કે કેમ તે અંગેની તપાસ માટે પણ કમિટી બનાવવામાં આવશે. પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગના વર્ગ 2-3 અને 4ના કર્મચારીઓની આ કમિટી પૂછપરછ કરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">