કિમ જોંગે મોકલ્યા સૈનિકો, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ
22 નવેમ્બર, 2024
ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચેના સંબંધો ઘણા સારા છે. આ કારણે તાજેતરમાં અમેરિકા અને દક્ષિણ કોરિયાએ દાવો કર્યો હતો કે કિમ જોંગે તેના હજારો સૈનિકો રશિયા મોકલ્યા છે.
યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે કિમ જોંગે હજારો સૈનિકો રશિયા મોકલ્યા હતા, ત્યારે હવે રશિયાએ તેના બદલામાં પોતાના મિત્રને 70 ખાસ ભેટ મોકલી છે.
આ 70 સ્પેશિયલ ગિફ્ટ ખૂબ જ ખાસ છે. વાસ્તવમાં, રાષ્ટ્રપતિ પુતિને ઉત્તર કોરિયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય (ડીપીઆરકેના પ્યોંગયાંગ સેન્ટ્રલ ઝૂ)ના 70 વિશાળ પ્રાણી અને પક્ષીઓ મોકલ્યા છે.
રશિયાએ સિંહ, 2 રીંછ, 2 યાક, 5 કોકાટુ, ડઝનેક તેતર અને મેન્ડરિન બતક સહિત 70 પ્રાણીઓ અને પક્ષી મોકલ્યા છે.
રશિયાના પર્યાવરણ મંત્રી એલેક્ઝાંડર કોઝલોવ કાર્ગો પ્લેનમાં પ્રાણીઓને ઉત્તર કોરિયાની રાજધાની લાવ્યા હતા.
રશિયાના પર્યાવરણ મંત્રી ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગને પણ મળ્યા હતા.
આ પહેલીવાર નથી જ્યારે રશિયાએ ઉત્તર કોરિયાને ભેટ તરીકે પ્રાણીઓ મોકલ્યા હોય. તે પહેલા પણ આવું કરતાં રહ્યા છે.
અગાઉ, રાષ્ટ્રપતિ પુતિને ઉત્તર કોરિયાને 24 ઘોડા ભેટમાં આપ્યા હતા, જે તેમણે ઉત્તર કોરિયાની આર્ટિલરીના બદલામાં આપ્યા હોવાના અહેવાલ છે.
તાજેતરમાં, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ વચ્ચેના સંબંધોમાં ઘણો સુધારો થયો છે. બંને દેશો પશ્ચિમના પ્રતિબંધોનો સામનો કરી રહ્યા છે.