ચોમાસાની વિદાય પૂર્વે અમદાવાદમાં આબુ જેવો માહોલ, મોડી સાંજે શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ

ગુજરાતમાંથી  ચોમાસુ વિદાય લે પૂર્વે  તે ફરી એકવાર સક્રિય થયું છે. જેમાં આજે વહેલી સવારથી ગુજરાતના અનેક જિલ્લાઓ અને શહેરમાં વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. તેમજ વાતાવરણમાં પણ ઠંડક અનુભવાતી હતી. જ્યારે શહેરમાં મોડી સાંજે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો

ચોમાસાની વિદાય પૂર્વે અમદાવાદમાં આબુ જેવો માહોલ, મોડી સાંજે શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ
Ahmedabad Rains
TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Oct 06, 2022 | 8:02 PM

ગુજરાતમાંથી(Gujarat)   ચોમાસુ વિદાય લે પૂર્વે  તે ફરી એકવાર સક્રિય થયું છે. જેમાં આજે વહેલી સવારથી ગુજરાતના અનેક જિલ્લાઓ અને શહેરમાં વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. તેમજ વાતાવરણમાં પણ ઠંડક અનુભવાતી હતી. જ્યારે શહેરમાં મોડી સાંજે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં વેજલપુર, સેટેલાઇટ અને ખોખરા-હાટકેશ્વર -અમરાઈવાડી-મણિનગર-જશોદાનગર-ઘોડાસર-વટવા-ઈસનપુર -વસ્ત્રાલ-રામોલ-હાથીજણ-નિકોલ-ઓઢવ સહિત ના વિસ્તારો મા સતત વરસાદ વરસી રહ્યો છે. જ્યારે કાળા ડિબાંગ વાદળ અને વીજળીના ચમકારાઓ વચ્ચે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ શરુ થયો છે.

ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે પરંતુ અન્ય રાજ્યોમાં મોન્સૂન એક્ટિવિટીને કારણે ગુજરાતના અમુક જિલ્લાઓમાં આગામી કેટલાક દિવસ હજુ પણ વરસાદી માહોલ રહી શકે છે… હવામાન વિભાગે 15 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે… હાલ આંધ્ર પ્રદેશ પર અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી તેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ પડી રહી છે..જેના કારણે અમદાવાદ, સુરેન્દ્રનગર અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે…હાલ બપોરે ગરમી અને રાત્રે ઠંડક એમ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે… પરંતુ વરસાદને પગલે તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થઇ શકે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati